________________
મોટું ચિઢાય તો ય રાગ-દ્વેષ થયા એવું ના કહેવાય. એ તો પુદ્ગલની ક્રિયા છે. મોટું ચિઢાય એ પોતાને ગમતું ના હોય તો તે તેનાથી છૂટો જ છે.
હવે સારું-ખરાબ મહીં થાય તે ભરેલો માલ નીકળે છે. તેને ‘જોવાનું અને બહું ફોર્સવાળું હોય તો તેનું પ્રતિક્રમણ કરવાનું.
નિજ કષાયો જ નિજને દુઃખ આપે છે, અન્ય કોઈ નહીં.
વિષય છે ત્યાં સુધી આત્માનું સ્પષ્ટ વેદન ના હોય. એ જાય એટલે ત્યાં ભગવાનની હદ અને ભગવાનની હાજરી હોય !!!
દાદાશ્રીએ શુદ્ધાત્મા પદ આપ્યું ત્યારથી એક પરમાણુ પણ રાગદ્વેષનું રહ્યું નહીં. ગેરેન્ટેડ મોક્ષ મળી ગયો. માત્ર હવે આજ્ઞા પાળવાની જ રહી. પછી સંસાર આથમી જાય.
દાદાશ્રીના મહાત્માઓ લઢે-વઢે તો ય વીતરાગ જ છે ! એમ દાદાશ્રી કાયમ કહેતા. કારણ ‘હું” ને “મારું” અંદરથી જેને ગયું, તેનાં રાગષ મૂળથી ગયાં. હવે રહ્યું તે બધું ડ્રામાનો ખેલ !
રાગ-દ્વેષ એ વ્યતિરેક ગુણ છે. એ મૂળ આત્માનો ગુણ નથી કે જડના ય નથી. દેખાય ખરાં પણ છે નહીં. રાગ-દ્વેષ એ પુદ્ગલના ગુણ ગણાય પણ પરમાણુઓના નહીં. મૂળમાં નથી પણ વિકૃતતામાં છે. પુદ્ગલ એટલે પૂરણ-ગલન.
પુદ્ગલમાં રાગ-દ્વેષ થવા એનું નામ સંસાર ને ના થાય એનું નામ જ્ઞાન, મુક્ત !
જ્ઞાન મળ્યા પછી મૂર્છા ઉત્પન્ન ના થાય. મૂછ એટલે સ્ત્રીઓ સુંદર સાડી જોઈને કેવી મૂર્શિત થઇ જાય છે ! આત્મા-બાત્મા બધું ભૂલી જાય. એ પ્રાકૃતિક સ્વભાવની મૂર્છા છે. જ્ઞાન મળ્યા પછી એને ચારિત્રમોહ કહ્યો.
રાગ-દ્વેષનો અભાવ થયો એનું નામ અહિંસક ! જેટલાં રાગ-દ્વેષ એટલો રોગ !
બહુ દુ:ખ આપે એ દ્રષના રોગ. બહુ દુઃખ ના આપે, જલ્દી દવા મળી જાય એ રાગના કારણે.
ગમે તે કરો પણ રાગ-દ્વેષ ના કરો. પાછલાં હિસાબોનો નિવેડો લાવી નાખવો. પ્રતિક્રમણ કરીને છૂટી જાવ. રાગ-દ્વેષ રહિતનું જ્ઞાન-દર્શન એ શુદ્ધ જ્ઞાન-દર્શન કહેવાય !
[૨.૨] ગમો-અણગમો ગમો-અણગમો (લાઈક એન્ડ ડિલાઈક) હોય એ ભરેલો માલ છે. ભાંગેલો બાંકડો હોય ને સારો હોય તો લાઈકિંગ સારાની જ હોય. એનો વાંધો નથી પણ એમાં અહંકાર ભળે તો રાગ-દ્વેષ થાય !
ડિસ્ચાર્જ રાગ-દ્વેષને ય ગમો-અણગમો કહેવાય. ખોરાકમાં ય ભાવતું- ના ભાવતું હોય, એ અંદરના પરમાણુઓની ડખલ છે. અહીંથી માંગનારા પરમાણુઓ છે, તે બદલાયા કરે પાછાં. એટલે ભાવતું ના ભાવતું થઇ જાય ને ના ભાવતું ભાવતું ય થઈ જાય.
‘દાદાશ્રીને ગમો-અણગમો હોય ? હોયને, પણ તે ડ્રામેટીક હોય. ગમો-અણગમો એ સ્થૂળ શરીરનો સ્વભાવ થાય છે. શાસ્ત્રમાં રતિ-અરતિ કહ્યું એને. દાદાશ્રી પણ ગાદી પર બેસવાનું પસંદ કરે, પણ કોઈ કહે ના, નીચે બેસો. તો તેમ, પછી એમાં મહીં પરમાણુ ય હાલે નહીં.
મહાત્માને જેટલો ડિસ્ચાર્જ અહંકાર શુદ્ધ કરવાનો બાકી રહ્યો હોય, એટલામાં જ ડિસ્ચાર્જ રાગ-દ્વેષ હોય એમને.
ઉપેક્ષા અને દ્વેષમાં શું ફેર ? ઉપેક્ષા એટલે ના ગમતું હોય, છતાં દ્વેષ નહીં અને દ્વેષ એટલે ના ગમતું હોય ત્યાં દ્વેષ હોય. કુસંગ હોય તેની ઉપેક્ષા રાખીએ, દ્વેષ ના રાખીએ. અજ્ઞાનીઓ દ્વેષ રાખે. ઉપેક્ષા એટલે દ્વેષ ય નહીં ને રાગે ય નહીં.
પોતાના હિતાહિતનું સાધન જુએ એટલે ઉપેક્ષા કરે છે. ઉપેક્ષામાં અહંકાર હોય.
નિસ્પૃહી ને ઉપેક્ષામાં શું ફેર ? નિસ્પૃહી એટલે ‘હમ’વાળું એટલે
20