________________
(દાદા ભગવાન ફાઉન્ડેશનના પ્રકાશનો
સંપાદકીય
૧. ભોગવે તેની ભૂલ (ગુ, અં., હિં.) ૨૧. કર્મનું વિજ્ઞાન
બન્યું તે જ ન્યાય (ગુ., એ., હિં.) ૨૨. પાપ-પુણ્ય ૩. એડજસ્ટ એવરીવ્હેર (ગુ.અં.,હિં.) ૨૩. સત્ય-અસત્યના રહસ્યો ૪. અથડામણ ટાળો (ગુ.પં,હિં.) ૨૪. અહિંસા ૫. ચિંતા (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી) ૨૫. પ્રેમ ૬. ક્રોધ (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી) ૨૬. ચમત્કાર માનવધર્મ
૨૭. વાણી, વ્યવહારમાં... ૮. સેવા-પરોપકાર
૨૮. નિજદોષદર્શનથી, નિર્દોષ ૯. હું કોણ છું?
૨૯. ગુરુ-શિષ્ય ૧૦. ત્રિમંત્ર
૩૦. આપ્તવાણી -૧ થી ૧૩ ૧૧. દાન
૩૧. આપ્તસૂત્ર ૧૨. મૃત્યુ સમયે, પહેલાં અને પછી ૩૨. The essence of all religion ૧૩. ભાવના સુધારે ભવોભવ (ગુ.) ૩૩. Generation Gap ૧૪. વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામી 38. Who am I? ૧૫. પૈસાનો વ્યવહાર (ગ્રં, સં.) ૩૫. Ultimate Knowledge ૧૬. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રં, સં.) ૩૬. Harmony in Marraige ૧૭. મા-બાપ છોકરાંનો વ્યવહાર (j,સ) ૩૭. હૃાા બાવન | માણવિજ્ઞાન ૧૮. પ્રતિક્રમણ (ગ્રંથ, સંક્ષિપ્ત) ૩૮. વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામી ૧૯. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ગ્રં. સં.) ૩૯. આપ્તવાળી ૨૦. વાણીનો સિદ્ધાંત (ગ્રં, સં.)
દાદાવાણી' મેગેઝિન દર મહિને પ્રકાશિત થાય છે
આત્મા સંબંધી આત્માર્થીઓએ અનેક વાર અનેક વાતો સાંભળી હશે, વાંચી પણ હશે. પણ એની અનુભૂતિ એ એક ગુહ્યતમ વસ્તુ છે ! આત્માનુભૂતિની સાથે સાથે પૂર્ણાહુતિ પામવા માટે અનેક વસ્તુઓ જાણવાની જરૂર હોય છે, જેમ કે પ્રકૃતિનું સાયન્સ, પુદ્ગલને જોવા-જાણવાનું, કર્મોનું વિજ્ઞાન, પ્રજ્ઞાનું કાર્ય, રાગ-દ્વેષ, કષાયો, આત્માની નિરાલંબ દશા, કેવળ જ્ઞાનની દશા તેમજ આત્મા અને આ સ્થળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરના તમામ રહસ્યોના ઉકેલ, જે મૂળ દશા સુધી પહોંચવા માઈલ સ્ટોન રૂપે કામ લાગે છે. આ જ્યાં સુધી સંપૂર્ણપણે, સર્વાગપણે દ્રષ્ટિમાં, અનુભવમાં ન આવે ત્યાં સુધી આત્મવિજ્ઞાનની પૂર્ણાહૂતિ પમાતી નથી. અને આ તમામ રહસ્યોનો ફોડ સંપૂર્ણ અનુભવી આત્મવિજ્ઞાની સિવાય કોણ પાડી શકે ?
પૂર્વેના જ્ઞાનીઓ જે કહી ગયા તે શબ્દોમાં રહ્યું, શાસ્ત્રોમાં રહ્યું અને તેમના દેશ-કાળને આધીન કહ્યું હોય, જે આજના દેશ-કાળને આધીન ઘણું ઘણું સમજવામાં ને અનુભવવામાં ફીટ થતું ના હોય. તેથી કુદરતના અભૂત નજરાણા સ્વરૂપે આ કાળમાં આત્મવિજ્ઞાની અક્રમજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીની મહીં પૂર્ણપણે પ્રગટેલા “દાદા ભગવાનને સ્પર્શીને પૂર્ણ અનુભવસિદ્ધ વાણીનો લ્હાવો આપણને સહુને મળ્યો છે.
પરમ પૂજ્ય દાદાશ્રીએ ક્યારેય હાથમાં કલમ લીધી નથી. માત્ર એમના મુખારવિંદમાંથી, એમના મતે ટેપરેકર્ડમાંથી માલિકી વિનાની સાદુવાદ વાણી દેશના સ્વરૂપે નિમિત્ત મળતાં જ સરવા માંડતી ! એને ઓડિયો કેસેટોમાં ઉતારી, સંકલન કરીને સુજ્ઞ સાધકોને પહોચાડવા પ્રયાસો થયા