________________
૪૬૩
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
[૬] એક પુદ્ગલતે જોવું!
પુદ્ગલ તાચે તે આત્મા જુએ ! પુદ્ગલ સંસારી સંપૂર્ણ નાચ કરે ને આત્મા જુએ તો જ ફૂલસ્ટોપ થયું કહેવાય. સંસારી સર્વ નાચ કરે, એમ નહીં કે ભઈ, અમારે ના જોઈએ. આમ થશે તો આમ થઈ જશે, મને ચોંટી પડશે. ફિલ્મમાં કાપકૂપ કરવાની ના હોય. અમુક ભાગ કાઢી નાખે તો કનેકશન મળે નહીં. એટલે બધી સહજ ફિલ્મ હોવી જોઈએ. જે છે ને સંસારી સહજ ફિલ્મ બહુ સારી. ત્યાગીને ત્યાગીની સહજ ફિલ્મ હોય તો ચાલે. એને સહજ હોવી જોઈએ. પણ વચ્ચે કટ ઓફ કરેલી એવી ના જોઈએ. મારે આ ના ખપે અને મારે આ ખપે. અલ્યા મૂઆ, તું આમ કાપ કાપ શું કરવા કરે છે ફિલ્મને ? જે બન્યું એ ચાલવા દેને અહીંથી ! બહુ દહાડા એવું કર્યું છે. હવે ઠેકાણે આવી ગયું છે. પાછું એને ફરી ઊંધું શું કરવા કરે છે ? એવું કરી કરીને તો આ બધું ઠેકાણે આવ્યું છે. આ જોઈએ, આ ના જોઈએ, એમ કરતાં કરતાં ઠેકાણે આવે કે ના આવે ? હવે ઠેકાણે આવ્યા પછી પાછું એવું કરવાનું ?
હવે મને છ વિગઈ છોડી દેવી છે, કહે છે. અલ્યા મેલને પૂળો, વિગઈ છોડીશ તો તું ખાઈશ શું ? ગોળ, ઘી, દહીં, માખણ-બાખણ, તે બધું વિગઈમાં ગણાયને ? તેલ-બેલ બધું. મૂઆ, છોડવાની ભક્તિ કરું છું
કે ભગવાનની કરું છું ? ભગવાનની ભક્તિ કરે છે ? ભગવાન એ કોને ઘરે રહ્યા, એ કોની ભક્તિ કરે છે ?
એટલે આપણે કહેવું કે પુદ્ગલનો સંપૂર્ણ નાચ, જયારે આત્મા જુએ ત્યારે જાણવું કે ફૂલસ્ટોપ આવ્યું. કોઈ નાચમાં રસ ના લે તો સંપૂર્ણ આવી ગયું. રસ ના લેવો જોઈએ. રસ ક્યારે ના લે કે પોતે પૂર્ણ સ્વરૂપ હોય તો જ. તે તમને પૂર્ણ સ્વરૂપ આપ્યું છે, રસ ના લે એવું જ આપ્યું છે. અને અધૂરું સ્વરૂપ રસ લે. આ ત્યાગવું પડશે, આમ કરવું પડશે. ડખો મૂઆનો. ક્યારે ત્યાગ નથી કર્યો ? કયા અવતારમાં ત્યાગ નથી કર્યો ? અને એનું એ જ પાછું ગ્રહણ કરે છે. આ સાધુઓ થાય છે ને, તે આ અવતારમાં સાધુ થાય, પછી પૈડપણ આવવાનું થાય એટલે કંટાળે કે બળ્યું આમાં... એના કરતાં સંસારી સારું હતું.
એટલે બે વસ્તુ રાખવી, કાં તો વર્તમાનમાં વર્તે, કાં તો છે તે પોતાના પુદ્ગલને પોતે જોવું. મેં તમને આત્મા એટલો બધો ચોખ્ખો કરી આપ્યો છે કે પોતાના પુદ્ગલને બધી રીતે જોઈ શકો તમે.
દેખતાં દેખતાં પોતાનું અજવાળું છે ને, તે વધી જાય ને સુખે ય વધતું જાય. સુખ નથી વધ્યું ? ત્યારે કહે, સુખ તો બહુ વધ્યું છે. ત્યારે મૂઆ એનો વાંધો શો છે ? એ તો પેલી પુગલ બાજુની બૂમાબૂમ કરે છે. પણ પુદ્ગલ બાજુ આપણી છે નહીં, પછી ક્યાં સુધી ભાઈબંધી રાખવી ? એ પુદ્ગલની ફ્રેન્ડશીપ આટલા બધા માર મારે તો ક્યાં સુધી રાખવી ? ધીમે ધીમે મોળી ના કરી શકાય ? મિત્રાચારી મોળી ના પડાય ? આપણો કોઈ મિત્ર હોય ને બહુ દગાબાજી કરે તો પછી ? ધીમે ધીમે મિત્રાતારી મોળી કરી નાખીએ. એવું આમાં મોળું કરી નાખવું.
પહેલું જુઓ પછી જાણો ! પ્રશ્નકર્તા: આપે આપ્તવાણીમાં કહ્યું છે કે તમે જાણો છો પણ જોતા નથી એ શું છે ?
દાદાશ્રી : ચંદુભાઈ શું કરે છે, ચા પીધી, ખાધું-પીવું બધું જુઓ. આ