________________
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
હવે આ પુદ્ગલને સહજ કર. હવે ‘સહજ શી રીતે થાય ?” સહજને જોવાથી સહજ થઈ જાય છે. જ્ઞાનીને જોવાથી, એમની સહજ ક્રિયાઓને જોવાથી સહજ થઈ જાય છે. ત્યારે કહે, ‘કૉલેજમાં ના શીખાય ?’ કૉલેજમાં ના આવડે એ. કારણ કે એ પ્રોફેસરોને જ ભાન નથી, ત્યાં કૉલેજમાં શી રીતે આવડે ? અને શબ્દરૂપ નથી આ જ્ઞાન, આ તો સહજ ક્રિયા છે.
૪૬૦
જેમ બહારવટિયા પાસે છોકરાને મૂક્યો હોય તો એ છ મહિનામાં તો ફર્સ્ટક્લાસ બહારવટિયો થઈ જાય ને વીસ વર્ષ સુધી એની કૉલેજમાં ભણવા જાય તો ય ના થાય. એવું આ જ્ઞાની પુરુષની પાસે રહ્યો, તે એની મેળે સહજતા ઉત્પન્ન જ થઈ જાય છે.
અનાદિ કાળથી પાર વગરની ચંચળતા ઉત્પન્ન થઈ છે, તે ચંચળતા ધીમે ધીમે ધીમે ઠરતી ઠરતી સહજતા ઉત્પન્ન થઈ જાય છે.
મને કોઈ ગાળ ભાંડતો હોય, તે વખતે મારી સહજતા જોઈને તમને મનમાં એમ થાય કે ઓહોહો, આવું ! તે તમને તરત આવડી ગયું. જોયું કે આવડી ગયું. પછી તમને ગાળ ભાંડે તો ય સહજતા આવડી જાય. નહીં તો લાખ અવતારે ય શીખાય નહીં. જ્ઞાની પુરુષ પાસે રહેવાથી બધા જ ગુણો પ્રગટ થયા કરે એની મેળે, સહજ પ્રગટ થાય ! અક્રમ વિજ્ઞાન કહે છે તે ય એનો કહેવાનો ભાવાર્થ એટલો જ કે સહજ થતું જાય !
પ્રશ્નકર્તા : અક્રમ વિજ્ઞાન જે છે તે સહજ યોગથી કંઇ ફેર ખરો?
દાદાશ્રી : સહજ યોગ જ છે આ. પૂર્ણ વિજ્ઞાન છે આ. સહજ યોગ એટલે અસહજ નહીં. આ બધું જગત તો કલ્પિત છે અને આ સહજ છે. અક્રમ વિજ્ઞાન એ પૂર્ણ વિજ્ઞાન છે. આ પૂર્ણ વિજ્ઞાન એટલે અધૂરું હોય ત્યાં સુધી અસહજ. પૂર્ણ થયું એટલે સહજ થઇ ગયું.
પ્રશ્નકર્તા : હું એમ માનું છું કે આ જે અક્રમ વિજ્ઞાન છે એટલે જે પેલું રેગ્યુલર જે યોગ છે, યમ-નિયમ-આસન-ધારણા-ધ્યાન-સમાધિ એની કોઇ જરૂર પડતી નથી ?
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !!
દાદાશ્રી : એની જરૂર જ નહીંને ! અષ્ટાંગયોગ પુર્ણાહૂતિ થાય ત્યારે આ પદ પ્રાપ્ત થાય. એ પૂર્ણાહૂતિ થાય ! તો જ સહજ થાય ને નહીં તો સહજ થાય નહીંને ! અષ્ટાંગયોગ એ ધોરી રસ્તો છે અને આ કોઇ ફેરો અપવાદ રસ્તો છે. કો’ક વખત આ ઉત્પન્ન થાય. બાકી મૂળ ધોરી રસ્તો પેલો છે, આ તો અપવાદ છે. કાયમ રહેતો નથી આ માર્ગ. અપવાદમાં જેટલાને દિશા મળી ગઇ, એટલાનું કામ થઇ ગયું.
܀܀܀܀܀
૪૬૧