________________
૪૧૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
શક્તિઓ માંગવાથી જાગૃતિ વધે ! પ્રશ્નકર્તા : સહજતાની લિમિટ કેટલી ?
દાદાશ્રી : નિરંતર સહજતા જ રહે. સહજતા રહે પણ જેટલી આજ્ઞા પાળો એટલી રહે. આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ જ તપ, એટલું મુખ્ય વસ્તુ છે. અમે શું કહ્યું છે કે જો આજ્ઞા પાળો તો કાયમ સમાધિ રહેશે. ગાળો ભાડે, મારે તોય પણ સમાધિ જાય નહીં એવી સમાધિ.
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
૪૧૯ એ તો. એનો નિકાલ જ કરવાનો છે. ચારણીથી જેટલી ચળાઈ એટલી ખરી ને ના ચળામણ થાય તો ફરી ચાળવું પડશે.
પ્રશ્નકર્તા : તો પછી મહીં ‘ડખોડખલ કરું નહીં' એમ બોલવાની જરૂર ક્યાં રહી ?
દાદાશ્રી : એ તો ‘ડખોડખલ કરું નહીં' એ જે બોલેને, તે એ પ્રમાણે રાગે પડે. ડખલ કરે નહીં પછી એ. અને બોલે નહીં તો કરે એવી ડખલો.
પ્રશ્નકર્તા : પુદ્ગલની થતી ક્રિયાઓને જોતાં હોઈએ આપણે, તો એમાં ડખોડખલ ક્યાં આગળ કરવાની આવી ?
સવારના પહોરમાં નક્કી જ કરવાનું કે દાદા આપની આજ્ઞામાં જ રહેવાય એવી શક્તિ આપો. એ નક્કી કર્યું પછી ધીમે ધીમે વધતું જાય.
પ્રશ્નકર્તા : શરૂઆતમાં જ્ઞાન લીધા પછી એ પ્રમાણે કરતાં કરતાં જઈએ ને ભાવ આપણો પાકો થતો જાય જેમ, એમ એમ પછી વધારે ને વધારે આજ્ઞામાં રહેવાય છે.
દાદાશ્રી : વધારે ને વધારે જ રહેવાય. આપણા જ્ઞાનમાં, અક્રમ વિજ્ઞાનમાં ચૌદ વર્ષનો કોર્સ છે, સામાન્ય રીતે. તે પાછાં બહુ કાચા હોયને તેને વધુ થાય ને બહુ પાકાં હોય તેને અગિયાર વર્ષમાં થઈ જાય, નિષ્ઠા વધે એમ. પણ ચૌદ વર્ષનો કોર્સ છે આપણો. ચૌદ વર્ષે સહજ થઈ જાય. મન-વચન-કાયા પણ સહજ થઈ જાય, સહજ.
‘ડખોડખલ નહીં કરું તેવી શક્તિ આપો’ એવું ચરણ વિધિમાં બોલે રોજ, એટલે એ કામ સારું આપે એ લોકોને. અને ડખોડખલ ના કરવી એ જાણતો જ ના હોય તો ડખોડખલ થઈ જાય વારેઘડીએ અને પછી પસ્તામણ થાય. એ શેના જેવું ? “કલ્યાણ હો' એવું ભાવ બોલ્યા હોય આપણે તો પેલું અસર કરે. અને એવું કશું ના બોલ્યા હોય તો પેલી અસર ના કરે. એટલે અવળાં પરિણામ આવે. બરોબર, સારા ના આવે.
પ્રશ્નકર્તા : પોતે પુરુષ થયા પછી પ્રકૃતિ આપણી ખરાબ હોય, તેને સુધારવાનો પુરુષાર્થ કરવાનો કે માત્ર જોયા કરવાનો પુરુષાર્થ કરવાનો ?
દાદાશ્રી : સુધારવાનો કશો પુરુષાર્થ નથી કરવાનો. હવે સુધરી રહી
દાદાશ્રી : એમાં ડખોડખલ નથી હોતી. આપણે ચરણ વિધિ વાંચીએ તે ઘડીએ ‘ડખોડખલ કરું નહીં, તેવી શક્તિ આપો.” સવારમાં બોલોને તમે, તે પછી આખો દહાડો એ જ્ઞાન રહ્યા કરે. ડખોડખલ કરે નહીં. જેમ આપણે કો'કને કહ્યું હોય કે ત્યાં જાવ છો પણ જો સિનેમામાં ના જશો હોં ? એટલે પેલું જ્ઞાન એને ત્યાં રહે હાજ૨, એટલે પાછો આવે. અને નહીં તો આપણે ના બોલ્યા હોઈએ તો સિનેમામાં જઈ આવેય ખરું. એટલે એના ઉપરથી શું નિમિત્ત બનશે, એ આપણને ખબર પડે. ડિસ્ચાર્જમાં શું બોલે છે, એના ઉપરથી શું નિમિત્ત બનશે એ ખબર પડે આપણને. બહુ ઝીણી વાત હું કહું છું તમને !
પાછી ખેંચવી ડખોડખલો !
પ્રશ્નકર્તા : બોમ્બેમાં પેલી ક્રિકેટ મેચ સ્ટાર્ટ (શરૂ) થાય છે. તે આપણા એક-બે જણ અહીંથી ત્યાં જોવા જવાના છે. તો મેં એને કહ્યું, કે તું દાદાના દર્શન કરવા જતો નથી સવારમાં ને તું કહું છું મને દુકાનવાળા ભાંડે છે ભાગીદાર. તે આ પાંચ દિવસમાં તને કેવી રીતે જવા દેશે ? તને વઢશે નહીં એ ? તો એ જે મેં વાત કરી, તો એમાં ડખોડખલ ખરી ?
- દાદાશ્રી ત્યાં આગળ અમે શું કહીએ કે ભઈ, શું શું જોવા જઉં છું? એ કહેશે, ‘હું મુંબઈ મેચ જોવા જઉં છું.’ તો અમે કહીએ, ‘ચાલે એવું