________________
૪૧૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
૪૧૭
સહજતાનો માર્ગ. નો લૉ લૉ, સહજતા પર લઈ જવા માટેનો છે. લૉ (કાયદો) હોય તો સહજતા કેમ થાય ? અત્યારે હું અહીં બેઠો છું, એવું બેસે નહીં. આવું કશું આવ્યું હોય તો અડે નહીં. એ બધી વાત એ સાહજિકતા નહીં. સાહજિક એટલે જેમ અનુકૂળ આવે તેમ રહે. બીજો વિચાર જ ના આવે કે આ લોકો મને શું કહેશે કે એવું તેવું બધું ના હોય. એટલે આ સાહજિકતા ને આ બધું આમ જોશો તો તમને ખબર પડી જાય કે આ ભઈ આવાં છે.
પ્રશ્નકર્તા : અહંકાર પણ સાહજિક આવે કે નહીં ?
દાદાશ્રી : એ ઓળખાઈ જાય આપણને, અહંકાર આંધળોને મૂળ. તે ગમે ત્યાં જાય પણ આંધળો એટલે ખબર પડે. અથડાયા વગર રહે નહીં.
પ્રશ્નકર્તા : હા, તો પછી ત્યાં સાહજિક નહીં ? દાદાશ્રી : ના. અહંકાર હોય ત્યાં સાહજિક હોય જ નહીં ને !
અહંકારથી અટકી પૂર્ણાહૂતિ ! પ્રશ્નકર્તા : અહંકાર હંમેશાં અવરોધકારક કે ઉપયોગી પણ ખરો?
દાદાશ્રી : તો ય કોઇ જગ્યાએ હાથ અડાડતાંની સાથે (ડિસ્ચાર્જ) અહંકાર ખલાસ થાય એટલે સહજ થાય. એ સહજ, તો ય પણ આ કોઇ કોઈ જગ્યાએ આ રહી ગયા હોય ટપકાં. કારણ કે રસ્તો પૂર્ણ થયો નથી
ત્યાં સુધી અમુક ટપકાં રહે. ત્યારે જ પૂર્ણ ના થાય ને ! તેના માટે નહીં પણ જે ટપકાં રહી ગયા, તે સિવાય શું ? તો કહે, બધું સહજ છે. અને તમારે ય અમુક અમુક સહજ થતું જાય, પણ પેલાં ટપકાં વધારે છે. એટલે તમને એમ જ લાગે કે રાતું જ દેખાય છે.
પ્રશ્નકર્તા : એને જ ચિતરામણ કહેવાય છેને?
દાદાશ્રી : એ તો હિસાબ આપણે ચૂકવ્યો નથી. ચિતરામણ તો એવું છે ને પ્રોજેક્ટ કરેલો હોય તે વસ્તુ ચિતરામણમાં આવે. પ્રોજેક્ટ ! એ ચિતરામણ રૂપકમાં આવે પછી એને લાગતું-વળગતું નથી . આ છે તે જેટલાં સહજ ના થયાં હોય એ બધાં ટપકાંવાળા હોય, ઘણા ખરાં સહજ થઇ ગયેલાં હોય. સહજ સ્વભાવે જ વર્તે.
પ્રશ્નકર્તા એટલે એક જગ્યાએ જે આખો અહંકાર વર્તતો હોય અમસ્તો સાધારણ રીતે બધો ટાઇમ, એના બદલે અમારે વધારે વર્તતો હોય, ઓછો વર્તતો હોય, પછી આપને સાવ ઓછો થઇ ગયો હોય ?
દાદાશ્રી : ના, તમારે છે તે પાંચ-પાંચ મિનિટે જરાક બ્રેકડાઉન થાય. પછી વધતું જાય. સહજતા વધતી જાય તેમ પેલું ઓછું થાય. જ્યારથી જ્ઞાન આપ્યું ત્યારથી સહજતા વધતી જશે અને પેલું ઓછું થતું જશે. અને મૂળ સરવાળે શું? છેલ્વે સ્ટેશન શું ? ત્યારે કહે, આત્મા સહજ સ્થિતિમાં અને દેહ પણ સહજ સ્થિતિમાં, એ જ છેલ્વે સ્ટેશન, બન્ને પોતપોતાના સહજ સ્વભાવમાં.
પ્રશ્નકર્તા: કલ્પના કરવી મુશ્કેલ છે એ સહજતાની.
દાદાશ્રી : હા, એ કલ્પના કલ્પના હોય નહીંને ! કલ્પનામાં એ આવે નહીંને ! કલ્પનાનું ઝાળું એનું સરકમફરન્સ એરિયા(પરિઘ એરિયા) આટલું નાનું હોય, પેલો તો બહુ મોટો એરિયા.
દાદાશ્રી : અહંકાર વગર તો આ દુનિયામાં આ વાતેય લખાય નહીં, આ ચીઠ્ઠી લખવી હોય તે ય અહંકારની ગેરહાજરીમાં ના લખાય. અહંકાર બે પ્રકારના. એક ડિસ્ચાર્જ થતો (મડદાલ) અહંકાર, જે ભમરડા જેવો છે અને બીજો ચાર્જ થતો (જીવતો) અહંકાર, જે શૂરવીર જેવો છે. લડે હઉ, ઝઘડો કરે, બધું જ કરે. પેલાનાં તો હાથમાં કશું ય નહીં બિચારાનાં, જેમ ભમરડો ફરે. એટલે અહંકાર વગર તો દુનિયામાં કશું થાય જ નહીં. આ ચિઠ્ઠીય ના લખાયને ! પણ એ અહંકાર ડિસ્ચાર્જ થતો છે. તમને હેરાન ના કરે. અહંકાર વગર તો કાર્ય જ ના થાય. આપણે બોલવું પડે ખરું કે હું સંડાસ જઇ આવ્યો, મારે સંડાસ જવું છે. એ અહંકાર સહી કરે તો જ કાર્ય થાય, નહીં તો કાર્ય ના થાય.
પ્રશ્નકર્તા : આપને સહજ થયેલું હોય બધું?