________________
જ્ઞાતા-દ્રષ્ટા, શાયક !!
૪૦૫
૪૦૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : હા. એ જ ઉપયોગ પણ જ્ઞાયકભાવ રહેવો જોઈએ. જ્ઞાયકભાવ આવી ગયો એ જ ઉપયોગ, ઉપયોગ બીજો કશો નથી અને જ્ઞાયકભાવ ના રહ્યો, એનું નામ ઉપયોગ ગયો.
પ્રશ્નકર્તા: તો જ્ઞાયક અને જીજ્ઞાસુમાં શું ફરક ?
દાદાશ્રી : બહુ. જ્ઞાયક અને જીજ્ઞાસુમાં કશું સાંધોય ના ગણાય એનો. એટલે એ તો ક્યાં ય ઊભો હશે જીજ્ઞાસુ તો ? જ્ઞાયક તો પોતે પરમાત્મા થયો. જીજ્ઞાસુને તો ગુરૂ કરવાં પડશે, ખોળ ખોળ કરવું પડશે. જીજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને એટલે પુરુષાર્થી થયો છે. પણ આ ક્યાં, જ્ઞાયક તો પોતે જ ભગવાન. જેટલો વખત તમે જ્ઞાયક રહો એટલે વખત તમે ભગવાન. એટલો વખત કેવળજ્ઞાનનાં અંશો ભેગા થાય.
પ્રશ્નકર્તા : તમે અમને જ્ઞાયક કરી આપ્યા, એ સ્થિતિમાં મૂકી આપ્યા. પણ જે દશા આપની છે અત્યારે, એ દશા અમારી તો નથી જ ને ?
દીધા. એક આ દ્રશ્ય છે, આ શૈય છે. બીજી ભાંજગડ જ નહીં.
પ્રશ્નકર્તા : પછી જ્ઞાયકને તો આવો ભેદ વર્તે જ નહીં ને કે આ સારું છે, આ ખોટું છે.
દાદાશ્રી : ભેદ જેવી વસ્તુ જ નથી ને ! જ્ઞાયકને, જોનારને ભેદ છે એવી વસ્તુ નથી. ભેદ જેવી વસ્તુ આંધળાને છે. અહંકાર આંધળો છે એટલે એને આ સારું છે અને આ ખરાબ છે એ બધું અને આ દેખતાંને તો એવું કશું છે જ નહીં.
પ્રશ્નકર્તા: આપે પૂછેલું કે તમે હિંસામાં છો કે અહિંસામાં છો? તો મેં જવાબ આપ્યો, અહિંસામાં. ત્યારે મને અંદર થયું કે આપણને હિંસા અને અહિંસા શું હોય ? એ બરોબર છે ?
દાદાશ્રી : બરાબર છે. આપણે એટલે શુદ્ધ થઈ જાય તેનો વાંધો જ નહીં ને ! શુદ્ધ થઈ જાય તેને કશું રહ્યું નહીંને !
પ્રશ્નકર્તા : તમે અમને અકર્તાપદમાં મૂકી દીધા છે, પછી અમારે
દાદાશ્રી : હં, બરાબર છે. પોતે અકર્તાપદ રાખે !
પ્રશ્નકર્તા : પોતે એકદમ જ્ઞાયક સ્વભાવમાં હોય, તો પછી આ ચંદુભાઈથી જીવની હિંસા થઈ ગઈ તો એને કશી લેવા-દેવા હોતી જ નથી
ને ?
દાદાશ્રી : ના, એવું છે ને, એ દશાને પ્રાપ્ત કરનારા બધા એક જ ગણાય છે. કારણ કે અવસ્થાની આધિ-વ્યાધિ બધી જ છૂટી જાય છે.
પ્રશ્નકર્તા: હા, એ તો આધિ-વ્યાધિ બધી નીકળી જાય છે.
દાદાશ્રી : તો બસ, આધિ-વ્યાધિ-ઉપાધિ નડે નહીં એ જ્ઞાન સાચું. પછી કશું પુસ્તક વાંચવું ના પડે, આગળ કશું કાચું ના પડે એ જ્ઞાન સાચું. જેને વાંચ પાંચ જ કરવું પડે એનો ક્યારે પાર આવે ?
‘હું કરું છું' ને ‘હું જાણું છું’ એનું મિશ્ચર, એનું નામ શેય અને હું જાણું છું ને કરતો નથી, એનું નામ જ્ઞાયક ભાવ.
પ્રશ્નકર્તા : આ હિંસા છે, આ અહિંસા છે. આ સારું છે, આ ખોટું છે એવા બધા કંકો છે. તો એ લંક જ્ઞાયકને વર્તે ખરાં કે એ તો ખાલી જોયા કરે એને ?
દાદાશ્રી : એને તો બધું જોય જ છે, શેય અને દ્રશ્ય બે ભાગ પાડી
દાદાશ્રી : જ્ઞાયકને કશી લેવા-દેવા ના હોય.
પ્રશ્નકર્તા : એટલે આપ એમ જ કહો છો કે લેવાદેવા ચંદુભાઈને છે. એટલે ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવો, તમારે કરાવવું હોય તો.
દાદાશ્રી : જેને થઇ ગયું તેને લોકો કહે કે શું આ કેવાં માણસો છે ! જુઓને, આને મારી નાખ્યું તમે જેણે કર્યું તેને કહે લોકો. જ્ઞાયકને કોઈ કહે નહીં. જ્ઞાયકને કર્મ બંધાય નહીં. જ્ઞાયકને લેવાદેવા કહ્યું છે ય નહીં !