________________
જોડે આયુષ્ય કર્મ બંધાય. કર્મના આયુષ્યને આયુષ્ય કહે છે.
આયુષ્ય બંધનો નિયમ. ર/૩ આયુષ્ય જાય ત્યારે પહેલો બંધ પડે. સાઠ વર્ષનું આયુષ્ય હોય તો ચાલીસ વર્ષ પહેલો બંધ પડે. પછી બચ્યા તે વીસ વર્ષના ૨/૩, ૧/૩ ડિવાઈડ કરતાં કરતાં બંધ પડતો જાય ને આગલો પડેલો બંધ ભૂંસાતો જાય.
માતૃભાવવાળાનું આયુષ્ય લાંબું હોય. કોઈને દુષ્ક થાય એ એને ગમે નહીં. ઑબ્લાઈઝીંગ હોય સદા.
બીજાના આયુષ્યનું જેટલું આપણે નુકસાન કરીએ તેટલું આપણું આયુષ્ય ઓછું થાય.
[૨.૧૦] ઘાતી-અધાતીકર્મ મીણબત્તીને ચાર દ્રવ્યકર્મ હોય, અઘાતી કર્મ હોય. એક સળગે એવો દોરો, બીજું દોરાને સળગાવનાર મીણ, ત્રીજું પોતે સળગીને ખલાસ થાય તે આયુષ્યકર્મ અને ચોથું અજવાળું. આમ ચાર થયા. મીણબત્તીને ઘાતી કર્મ ના હોય ને આપણને ચાર ઘાતકર્મ પણ હોય. એટલે મનુષ્યને આઠ કર્મ હોય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. એ આત્માને ઘાત કરનારાં છે, તેથી તેને ઘાતકર્મ કહ્યા.
દ્રવ્યકર્મ નિરંતર એક્ઝોસ્ટ થયા જ કરે ને એક દિવસ ખલાસ થઈ જાય !
ચાર ઘાતકર્મ તે ચશ્મા છે અને અઘાતકર્મ એ દેહનો ભોગવટો છે. અક્રમ વિજ્ઞાનથી ઘાતકર્મના મુખ્ય મોહનીય ને દર્શનાવરણ સંપૂર્ણ ઊડે છે. અમુક અંશે જ્ઞાનાવરણ અને અંતરાય પણ ઊડે છે, માત્ર બે કલાકમાં જ ! હવે અઘાતી કર્મ જે દેહના છે તે ભોગવવાનાં રહે છે. એમાંથી જે ઉત્પન્ન થાય છે તે નોકર્મ, જે ભોગવ્યે જ છૂટકો. ઘાતકર્મ જાય પછી અઘાતીનો માત્ર નિકાલ જ કરવાનો રહે છે !
તીર્થકરોને કેવળજ્ઞાન થાય ત્યારે ઘાતકર્મ સંપૂર્ણ નષ્ટ થાય. તેમનાં અઘાતી કર્મ ખૂબ ઊંચા હોય ! શુક્લધ્યાનથી ઘાતકર્મ નષ્ટ થાય. દાદાશ્રી જ્ઞાન આપે છે ત્યારે
43
શુક્લધ્યાન ઉત્પન્ન થાય છે.
આઠેય કર્મમાં મુખ્ય મોહનીયકર્મ છે. એનાથી દર્શનાવરણકર્મ બંધાય છે. દર્શનાવરણ એટલે રોંગ બિલિફ અને પછી જ્ઞાનાવરણ ઊભું થાય છે!
મોહનીય એટલે આત્માને આત્મા રૂપે નહીં જોતાં, બીજી રીતે જોવું તે ! એટલે બધું અવળું જ દેખાય ? કષાયો મોહનીયનાં છોકરાં. ‘હું કોણ છું’ સમજાય એટલે કષાય પછી દૂર થવા માંડે.
મોહનીય, દર્શનાવરણ, જ્ઞાનાવરણ ખસે ત્યારે જ્ઞાનલબ્ધિ થાય. અક્રમમાં જ્ઞાનલબ્ધિ થાય છે. પછી અઘાતી કર્મો એકાદ અવતારમાં પૂરા થાય છે. અઘાતી કર્મ પૂરા થાય ત્યારે આત્યંતિક મોક્ષ થાય.
દાદાશ્રીએ આમ આઠ પ્રકારના દ્રવ્યકર્મનો છેલ્લામાં છેલ્લો તાત્વિક ફોડ આપ્યો છે, જે ક્યાંય ના જડે !
[૨.૧૧] ભાવકર્મ ભાવકર્મ એટલે શું? ટૂંકમાં, ‘હું ચંદુભાઈ છું’ એ જ ભાવકર્મ. દ્રવ્યકર્મનાં ચશ્માનાં આધારે એને ભાવ થાય છે કે આ સારું છે ને આ ખરાબ છે. ભાવના આધારે ચશ્માં નથી, ચશ્માનાં આધારે ભાવ થાય છે!
ભાવ-અભાવથી કર્મ બંધાય છે. ક્રોધ-માન એટલે અભાવ ને માયાલોભ એટલે ભાવ.
અહંકાર હોય તો ભાવ-અભાવ ને અહંકાર નહીં તો લાઈક-ડિસ્લાઈક. હું” અને “મારું” એ ક્રોધ-માન અને માયા-લોભ થયાં, અનુક્રમે. ક્રોધ-માનમાયા-લોભ એ ભાવકર્મ. માન-અપમાન એ ભાવકર્મ. કપટ, મોહ, લોભ એ બધું ભાવકર્મ. લોભ એટલે આગલા ભવમાં જે મળવાનું હતું, તે આજે વટાવી ખાધું.
ક્રોધ-માન-માયા-લોભ એ જ ભાવકર્મ. એ હિંસક હોય તો ભાવકર્મ ને ના હોય તો ભાવકર્મ ના કહેવાય.
ચાર કષાયોમાંથી એક જ હોય એવું ના હોય. એકાદ આગેવાન જેવો થઈ બેઠો હોય ને જોડે બીજા પણ હોય.