________________
૩૦૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
નોકર્મ
૩૦૧ બંધાય નહીં, એનું નામ નોકર્મ.
પ્રશ્નકર્તા : બરાબર છે. હવે તમે અમારા ભાવકર્મ ઉડાડી દીધા છે. દાદાશ્રી : હં, ભાવકર્મ ઉડાડી દીધા છે. પ્રશ્નકર્તા : એટલે અમારામાં ચારેય કષાય છે નહીં.
દાદાશ્રી : ચાર્જ કષાય બિલકુલ છે જ નહીં. ડિસ્ચાર્જ કષાય રહ્યા અને ચોખ્ખો આત્મા મૂક્યો.
કો'કને ધોલ મારવી એય નોકર્મ છે. ક્રોધ વગર કોઈ માણસ કોઈને ધોલ મારી શકે ખરો ? બાપ છોકરાને ધોલ મારી શકે ? હવે ધોલ એ નોકર્મ છે. જો ક્રોધ થતો હોત તો ભાવકર્મ છે. બે ભાગ જુદા પડી જાય.
અત્યારે આ ભઈ તમને ધીમે રહીને એક ધોલ મારી દે અને મને આવીને લોકો કહે કે “આ એમનું શું કહેવાય ?” ત્યારે મેં કહ્યું કે એ એમનું આ નોકર્મ એકલું જ છે.” ત્યારે કહે, ‘તે ઘડીએ ઉગ્ર થયા હતા ત્યારે ?' તોય તે ભાવકર્મ નથી. કારણ કે મેં જ્ઞાન આપેલું છે અને ક્રોધમાન-માયા-લોભ ડિસ્ચાર્જ સ્વરૂપે થઈ ગયા છે. ચાર્જ સ્વરૂપે હોય ત્યારે પાછું નવું કર્મ બાંધે. એટલે બહુ સમજવા જેવું છે આ. આ વિજ્ઞાન જો સમજી ગયા હોય તો ઉકેલ આવી જાય.
ક્રિયામાત્ર તોમર્મ ! ક્રિયાને નોકર્મ કહ્યું. ક્રિયા વળગતી નથી, ઉપયોગ સંસારનો હશે તો આ વળગશે અને ‘તમારી’ આત્માભણી ‘દ્રષ્ટિ' હશે તો નહીં વળગે. એમ કહે છે. ‘દ્રષ્ટિ’ કઈ બાજુ તેના ઉપર આધાર રાખે છે.
આ શરીરે દેખાતા, આ ઈન્દ્રિયોથી ખાતું-પીતું, જતું-આવતું, રહેતું, નોકરી કરતું, પગે લાગતું એ બધું જે દેખાય છે ને, એ બધાય કર્મ નોકર્મ. પાણી પીવે છે, ઉઠે છે, બેસે છે, આવે છે, બૂમ પાડે છે, બગાસું ખાય છે એ બધાં બહુ જાતના નોકર્મ છે.
આ કર્મો તો એ બધા આંખે દેખાય છે, આ બધા જેટલા સંસારમાં છે એ બધાય નોકર્મ છે. કોઈ ભક્તિ કરે તે ય નોકર્મ, સ્વાધ્યાય કરે તે ય નોકર્મ. ઉપાશ્રયે જતો હોય તે ય નોકર્મ, બધા ય નોકર્મ. કો'ક માણસ સંધ્યા પુજાપાઠ કરે, માળા કરે, એ બધાંય નોકર્મ, વ્યાખ્યાન કરતો હોય તેય નોકર્મ અને વ્યાખ્યાન સાંભળતો હોય તેય નોકર્મ. આ નોકર્મ સમજવા જેવું છે. નોકર્મ જો સમજે ને, તો બધું બહુ થઈ ગયું, નોકર્મ સમજાય એવું છે નહીં. નોકર્મ જો સમજેને જ્ઞાની પાસેથી, તો બધું આખું જગત જીતી જાય.
શાસ્ત્રકારોએ શું લખ્યું ? નોકર્મ એટલે નહીં જેવા કર્મ.
સવારમાં ઊઠ્યા એ નોકર્મ. ‘હું ઊઠ્યો ને તું ઊઠ્યો’ બોલીએ ખરાં આપણે, અને જગતના લોક બોલે ને, તો આ નોકર્મમાંથી એમને છે તે બોલે છે, માટે કર્મના બીજ પડે પાછાં. નોકર્મમાંથી બીજ પડે. નહીં તો જે બીજ પડે એવાં નથી, આપણે બીજ નાખવું હોય તો નાખીએ, નહીં તો જો ત્યાં જાગૃતિ હોય, જ્ઞાન હોય તો ના નાખે કેટલાંક લોકો. અને નાખ્યું હોય તો ય પાછું લઈ લે. એટલું બધું હોય છે ત્યાં આગળ. એટલે ઊઠ્યાં ત્યારથી, ઊઠ્યા તે જ નોકર્મ, પછી જોયું એ ય નોકર્મ બધું સાંભળ્યું એ નોકર્મ. પછી દાતણ કર્યું, ચા પીધી, નાસ્તો કર્યો, પછી જે બધું ભેગું થવું એ બધું નોર્મ. પછી કો'ક આવ્યો તમારો ઘરાક, તે છે તે કંઈક ડખોડખ કરી જાય તો એ બધું નોકર્મ.
આ તો કર્મની બલિહારી તે આ દાદાએ આપી. લોકોને ખ્યાલ જ નથી કે આ નોકર્મ એ શું છે ! ક્યા પ્રકારના છે !! એ ખ્યાલ નથી એટલે ગૂંચાયા કરે છે બિચારા કે આ આવું ઉગશે તો ?! ના, એ ઉગે એવું જ નથી. એનો ડખો ના કરીશ તારી મેળે. ‘બહુ સરસ છે. આ ખાવું જ જોઈએ” એવું તેવું ડખલ નહીં. ખાને નિરાંતે ! બીજ તો ક્રોધ-માન-માયાલોભ કરે તો પડે. ક્રોધ-માન-માયા-લોભ એ જ કર્મનું બીજ.
પ્રશ્નકર્તા : એટલે નોકર્મ, ચોવીસેય કલાક જે કાંઈ આપણે કરીએ