________________
નોકર્મ
૨૯૯
દાદાશ્રી : ના, એવું નહીં. કર્મ નડવાના જ પણ જ્ઞાન હોય તેને ના નડે. માટે નોકર્મ કહીએ છીએ.
બોલનારા તો અક્કલવાળા હશે, થોડા લાગે છે, નહીં ?! કેટલું ડહાપણવાળું, એ બેઉને કર્મ કહ્યાં, નોકર્મ. તમનેય નોકર્મ અને આમને ય નોકર્મ. સરખા તો દેખાય જ ને નોકર્મ ! હવે એમને આ શી રીતે ખબર પડે કે આમને આ ના ઉગે અને આમને ઉગે ! એ લોકોને ખબર જ નથી ને ! એટલી બધી અક્કલ હોય તો આવી શોધખોળ કરવા જાય ! આજના માણસોને આવી અક્કલ તો હોય નહીં, મને લાગે છે !
પ્રશ્નકર્તા : દાદા, આ તો બહુ ડીપ સમજણ, આ તો ઘણી ઊંડી સમજણ, પછી શોધખોળ થઈ હોયને ?
દાદાશ્રી : નોકર્મ. જગત આખાને આ કર્મ ઉગશે. બધું આ નોકર્મ છે. છતાંય પણ નોકર્મ એટલા માટે કહે છે કે ભઈ, આ જ્ઞાની માણસને ના ઉગતા હોય, એવા ને એવાં જ દેખાય કર્મ તો ! એટલે આના જેવા જ દેખાય છે, કંઈ ફેરફાર થયો નથી દેખાતો. પણ ભગવાન કહે છે, અમારે ફેરફાર જોવો નથી. આ જ્ઞાન સહિત છે માટે આ આમને ઉગશે નહીં અને તમારે ઉગશે એટલું જ. અમારે ફેરફાર થાય કે ના થાય, એ અમારે જોવાની જરૂર નથી.
પ્રશ્નકર્તા : આમાં જ્ઞાનીને કર્તાપણું નથી ?
દાદાશ્રી : નથી. એટલે ઉગે નહીં ને ! કર્મ તો એવાં જ દેખાય બેઉને, આ ય વઢતો હોય ને પેલો ય વઢતો હોય. એટલે પેલો તો એમ જ જાણે ને કે આ વઢે છે અને આ વઢે છે. એમાં ફેર જ શો રહ્યો ? ત્યારે કહે, ના, ફેર મોટો. આ વિઝાવાળો છે અને આ વિઝા વગરનો છે. વિઝાવાળાને બેસવા દે મહીં અને પેલાને પાછો કાઢે.
પ્રશ્નકર્તા : એટલે દાદા, જ્યાં અહંકાર જોડાયેલો ના હોય એટલે સહજ જે બનતાં હોય એને નોકર્મ કહેવાય ?
૩09
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) કઈ બાજુનું છે, એના ઉપર આધાર. ‘એનું’ ‘હું ચંદુભાઇ છું’ એ ભાન છે કે “હું શુદ્ધાત્મા છું’ એ ભાન છે ? એટલે જો ‘તમારી’ ‘દ્રષ્ટિ’ ફરેલી હશે, સમ્યક્ દ્રષ્ટિ થયેલી હશે, તો તમને કર્મ બંધાશે નહીં આ રસ્તે અને જો આની આ દ્રષ્ટિ હશે તો બંધાશે. એટલે એને ભગવાને નોકર્મ કહ્યાં.
તોકર્મ એ ઈન્દ્રિયગમ્ય ! અને નોકર્મ એટલે શું કે આ આંખે દેખાય છે, કાને સંભળાય છે, જીભે ચખાય છે. એટલે આ જગતમાં જેટલાં પાંચ ઈન્દ્રિયથી અનુભવાય છે, મનથી જે થાય છે એ બધાય નોકર્મ છે. તે મન તો આમાં એનું પ્રેરક છે. પછી જેટલું આ બુદ્ધિથી, ચિત્તથી, અહંકારથી અનુભવમાં આવે છે ને, તે બધાંય નોકર્મ છે. ભાવકર્મ બાદ કરી નાખે, ક્રોધ-માન-માયા-લોભ બાદ કરી નાખે તો બીજાં બધાં નોકર્મ. અને ક્રોધ-માન-માયા-લોભ સ્થળ છે. નહીં. સૂક્ષ્મ વસ્તુ છે. અંદર ગુસ્સો કરે છે, એ છે તે ક્રોધ નથી. ગુસ્સો એ પરિણામ છે. આ જેટલાં બધાં કર્મ દેખાય ને અનુભવાય છે તે બધાં નોકર્મમાં જ છે. બધું જગત નોકર્મ ઉપર જ બેસી રહ્યું છે. પણ આ એટલાથી બંધાતું નથી લોકોને. એટલે હું કહી દઉં છું કે પેલા ભાવકર્મ સિવાય બીજા બધાંય નોકર્મ. આ પૂરું સમજાય નહીં.
પ્રશ્નકર્તા : નોકર્મ કોને કહેવાય, એનો દાખલો આપો એમ ?
દાદાશ્રી : આ બધાય કર્મ તે નોકર્મ. આ તમે અહીંયા આવ્યા, ઉતરશો-ચઢશો, આવશો-કરશો, ખાશો-પીશો, વેપાર-બેપાર બધું નોકર્મ. જેમાં ક્રોધ-માન-માયા-લોભ ના હોય એ બધાં નોકર્મ. હવે વેપારમાં જો તમારે લોભ હોય તો એ નોકર્મ ના કહેવાય, લોભ વણાયેલો હોય તો.
પ્રશ્નકર્તા: એક દાખલો આપોને, નોકર્મનો. કેવી રીતે બધું બને
દાદાશ્રી : આ ગળ્યો પદાર્થ તમને ગમતો હોયને એને તમે ખાવ, છતાં એ નોકર્મ છે. કશુંય તમને કર્મ બંધાય નહીં. બહુ સરસ લાગ્યું. સરસ છે, આમ છે, તેમ છે, મને ભાવે છે, કહો તોય પણ જ્ઞાનવાળાને કર્મ
દાદાશ્રી : ‘હું ચંદુભાઈ છું ત્યાં સુધી એ ના જાય. ‘એનું ભાન