________________
આયુષ્યકર્મ
૨૪૫
પેલું આવ્યું ને તે મને એમ કે માથામાં હેમરેજ થઈ ગયું. એવું કહેતા હશે !
૨૪૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) બંધાય છે, તો એ આપ સમજાવોને કઈ રીતના ? આપની ભાષામાં સમજાવો.
આટલા બધાં ભયમાં જીવવાનું ઠેકાણું નહીં. આયુષ્ય વધારવાનું નિયમ નહીં. આયુષ્ય ઘટાડવાનાં નિયમો પાર વગરનાં અને તેમાં આ લોભ ને લાલચો, આ બધું.
પ્રશ્નકર્તા : પહેલાનાં કરતાં આયુષ્ય વધ્યું ખરું ?
દાદાશ્રી : પહેલાનાં કરતાં, તમે થોડાં કાળ પહેલાં જે કહો છો, સો-બસો પહેલાનું, તે એ લોકો શું કહેતા હતા કે પહેલાં આયુષ્ય વધારે હતું ને હવે ઓછું થઈ ગયું. અત્યારે લોકો શું કહે છે, પહેલા આયુષ્ય ઓછું હતું ને હવે વધ્યું. એમ ચઢ-ઉતર, ચઢ-ઉતર ચાલ્યા કરે છે. એમાં આયુષ્યમાં સૌથી વધારે કોઈ દહાડોય ગયું નથી. સામાન્ય કક્ષાએ પછી બે-પાંચ માણસો સવાસો વરસના થાય એ વાત જુદી છે. પણ સોથી આગળ કોઈ ગયું નથી.
પ્રશ્નકર્તા : સમાધિયોગ કરવાથી આયુષ્ય વધે કે ઘટે ?
દાદાશ્રી : હા, સમાધિ યોગથી તો આયુષ્ય બહુ વધે પણ સમાધિ કોને કહેવાય ? વ્યવહારમાં રહેવા છતાં સમાધિ રહેવી જોઈએ.
આપણા એક મહાત્મા છે તે, જવું જવું એવા થઈ ગયા’તા. મરણ હઉ જોયું. આયુષ્યદોરી હોય છે ને, એનાં પર લોડ મૂક્યો હોય તો યે તૂટે નહીં. તૂટે નહીં એટલો લોડ જોઈએ અને એની પર જો કદી એક અડધો રતલ વધારે મૂકવાં જઈએ તો તૂટી જાય. આ મહીં જ્ઞાન હતું ને, તે બચી ગયા. આત્મશક્તિ ત્યાં ઊભી રહે ને, તે ઘેર પાછાં આવ્યા નિરાંતે ! અજ્ઞાનીનાં મનમાં એમ થઈ જાય કે ખલાસ ! હવે થઈ રહ્યું. ‘મરું છું તે હું છું’ એવું ભાન છે તે ખલાસ થઈ જાય છે.
આઠેય કર્મ બંધાય ક્ષણે ક્ષણે ! પ્રશ્નકર્તા : આયુષ્ય સિવાયના બાકીના સાત કર્મો સમયે સમયે
દાદાશ્રી : આયુષ્ય બંધાય, સાત કર્મો શું કરવા, આઠેય કર્મ બંધાય.
પ્રશ્નકર્તા : આયુષ્ય તો જીવનમાં ત્રણ વાર જ બંધાય ને, સમયે સમયે નહીં ને ?
દાદાશ્રી : બધું સમયે સમયે બંધાય. એ તો નામ જુદા પાડેલા, બંધના ત્રણ ભાગ પાડ્યા.
પ્રશ્ન કર્તા : એ કઈ રીતે બંધાય છે ? એ જરા સ્પષ્ટ સમજાવોને !
દાદાશ્રી : બીજા કર્મ બંધાયને તેની જોડે આયુષ્ય બંધાય જ. એ કર્મના આયુષ્યને ય આયુષ્ય કહે છે. કર્મ પૂરું થાય તેને શું કહેવાય ? એટલે બધું આયુષ્ય જ કહેવાય છે. આયુષ્યકર્મ જ બંધાય છે.
પ્રશ્નકર્તા ઃ એક જ ભવમાં દેવનું આયુષ્ય બંધાયું પછી પાછું નર્કનું આયુષ્ય બંધાય ?
દાદાશ્રી : નહીં, એ આયુષ્ય જુદું. એ તો એનું રૂપક આવ્યું. એ તો પછી અમુક બે તૃત્યાંશ જીંદગી ગયા પછી એક તૃત્યાંશ બાકી રહ્યું, તે એમાં છે તે એના કેટલાંય વખત આયુષ્યનો બંધ થઈ જાય. પાંચસાત-દસ વખત બંધ પડીને એનું આયુષ્ય પૂરું થાય છેલ્લે. સાઠ વર્ષનો હોય તો ચાલીસ વર્ષ પહેલું આયુષ્ય બંધાય, ત્યાં સુધી બંધાય નહીં. એ તો એક ક્રમ મૂકેલો, સારો મૂકેલો છે ક્રમ. એ શેના માટે કે ભઈ, હવે ચાલીસ વર્ષનો થયો પાંસરો રહે ને નહીં તો ક્યાં જઈશ જાનવરમાં ! એટલે છેલ્લા વીસ વર્ષ સારા કાઢે. એટલા માટે લખેલું છે અને વાત સાચી છે. ખોટી વાતેય નથી, બનાવટ નથી. તીર્થંકરોની વાત સાચી છે. ચેતવ્યા છે કે હવે અત્યાર સુધી કૂદાકૂદ કરી મોહમાં પણ હવે જરા પાંસરો થા જરાક, બાકી આયુષ્યકર્મ તો નિરંતર બંધાય.