________________
ઉપોદ્ધાત
- ડૉ. નીરુબહેન અમીત [૧] આજ્ઞાતી મહત્વતા સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ કરાવ્યા બાદ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી વ્યવહારને સંપૂર્ણ શુદ્ધ કરી, એને પૂરો કરવા પાંચ આજ્ઞાઓ આપે છે. જેનો જીવનમાં હરપળે ઉપયોગ કરી સંસારના સર્વ બંધનોથી છુટી જવાનું હોય છે. એ પાંચ આજ્ઞાનું મહત્ત્વ એટલું બધું છે કે દાદાશ્રી કહે છે કે, “પાંચ આજ્ઞા પાળે તો મહાવીર ભગવાન જેવી દશા રહે, એ હું લખી આપું. પાંચને બદલે એક પાળોને, તોયે જવાબદારી અમારી છે.” આ પાંચ જ વાક્યોમાં આખા વર્લ્ડનું સાયન્સ આવી જાય છે. સ્વરૂપ જાગૃતિમાં સતત રહેવા પાંચ આજ્ઞા જ મુખ્ય છે. પાંચ આજ્ઞા એ જ્ઞાનને રક્ષતી વાડ છે ! દાદાશ્રીએ જે અક્રમ વિજ્ઞાન જગતને આપ્યું છે તે એકદમ શોર્ટ છે, મહેનત વગરનું છે. સહજાસહજ આંતરિક જાગૃતિ રહ્યા કરે અને કર્મો ખપી જાય ! જ્ઞાનીનું વચનબળ જબરજસ્ત હોવાથી પાંચ આજ્ઞાઓ સ્વયં હાજર થઈ જાય અને તે પ્રત્યેક અવસ્થામાં સર્વ સમાધાની નીવડે ! આ વિજ્ઞાન છે - વિજ્ઞાન એટલે સ્વયં ક્રિયાકારી ! નિરંતર સ્વયં ભૂલો સામે ચેતવે ! અક્રમ વિજ્ઞાન, પાંચ આજ્ઞાના આધારે, પરણેલાંઓને પણ, બૈરી-છોકરાં, ધંધા-નોકરી સાથે મોક્ષે જવાનો માર્ગ ખુલ્લો કરે છે. માત્ર પરણેલાંઓ સામે વિષયની બાબતમાં એક લાલબત્તી ધરે છે કે પોતાના હક્કનું જ અને તેય તાવ ચઢે ત્યારે જ દવા પીજો !” અને પાંચ આજ્ઞા પાળજો. દાદાશ્રી ગેરન્ટી આપે છે કે અમારી પાસેથી જ્ઞાનવિધિ કરાવ્યા બાદ જે પાંચ આજ્ઞા પાળશે, તેનો ગેરન્ટીથી મોક્ષ છે ! પાછી સો ટકા પાળો તેમેય નથી કહેતા, પણ સિત્તેર ટકા પાળે તો ય બહુ થઈ ગયું. બાકીની ના પળાય તેની માફી માંગી લેવાની. દાદાશ્રી તો કહે છે કે અમારી પાંચ આજ્ઞા પાળે, તેને અમારું રક્ષણ હોય. અમારે ત્યાં હાજર થવું પડે. ડૉક્ટર ચરી પાળવાનું કહે છે તો ત્યાં પાળે જ છેને ? તેમ આ મોક્ષ માટે પાંચ આજ્ઞા પાળવાની ચરી છે. દાદાશ્રી તો
ત્યાં સુધી કહે છે કે અમારી પાંચ આજ્ઞા પાળેને, તેને જો એક ચિંતા થાય તો મારી પર બે લાખનો દાવો માંડજો ! આજ્ઞા ના પળાય તેનું શું ? સિન્સિયરલી જેને આજ્ઞા પાળવી છે છતાં પળાતી નથી, તેની જવાબદારી દાદા લે. દુરુપયોગ કરે, તેને માટે નથી. આજ્ઞા ના પળાય તેનો વાંધો નથી. માત્ર આજ્ઞા ના પાળે, તેની જવાબદારી જ્ઞાની ના લે. આજ્ઞા આપનારની (જ્ઞાનીની) જોખમદારી ખરી ? ના. કારણ પરહેતુ માટે જ છે. તેથી તેમને કિંચિત્માત્ર ચોંટે નહીં. જપ-તપ-ત્યાગ વિગેરે કશું જ કર્યા વિના મોક્ષની ગેરન્ટી મળે તેવો આ અક્રમ માર્ગ મળ્યો, તેણે પૂરો કરી લેવો જ ! સંસારમાં રહ્યા છતાં અંદરનો આનંદ એક ક્ષણ પણ ચૂક્યા વિના જીવવું એ એક અજાયબ લબ્ધિ છે ! જ્ઞાનીની આજ્ઞામાં રહ્યો તેનો સ્વછંદ સમૂળગો ગયો. અધ્યાત્મમાં નિજ મતે ચાલવું, એનું નામ સ્વછંદ ! જ્ઞાનીની આજ્ઞામાં રહ્યા સિવાય સ્વચ્છેદ કોઈ કાળે જાય નહીં. જ્ઞાનની જાગૃતિમાં રહેવા માત્ર નિશ્ચય જ કરવાનો છે, જ્ઞાનમાં ને આજ્ઞામાં રહેવાનો ! જાગૃતિ કેમ ના રહે ? આમાં અભ્યાસની કે ક્રિયાની ક્યાં જરૂર રહી ? જેમ ગાડી ચલાવનારને ટ્રાફિકના કાયદાઓ લક્ષમાં હોય જ, તેમ મહાત્માને પાંચ આજ્ઞા નિરંતર લક્ષમાં જ હોવી ઘટે. આજ્ઞા ના પળાય તેનો વાંધો નથી, પણ નથી પાળવી એવું મનમાં ના હોવું જોઈએ. આજ્ઞા પાળવાનો નિશ્ચય તો સો ટકા જ જોઈએ. પ્રત્યક્ષ જ્ઞાનીનું સાનિધ્ય ના હોય ત્યારે તેમની આજ્ઞા એ જ તેમની હાજરી બરાબર છે ! ભયંકર કર્મના ઉદયો આવે ત્યારે આજ્ઞામાં રહે તો બધું સારી રીતે ઉકલી જાય ! આજ્ઞા પાળે તેને બીજું કશું જ કરવાનું રહેતું નથી. કોઈ ક્રિયા કે શાસ્ત્ર પઠન કરવાનું રહેતું નથી. જ્ઞાનીનાં આશીર્વાદ અને તેમની શક્તિ મેળવીએ પછી આજ્ઞા પાળવી અઘરી નથી. પુરુષ થયા પછી પુરુષાર્થ કેમ ના થાય ? નિશ્ચય એ જ મુખ્ય વસ્તુ છે. દરરોજ નિશ્ચયથી પાંચ વખત બોલો કે “મારે નિશ્ચયથી આજ્ઞા પાળવી જ છે, જે થાય તે !' ને પછી જો ના પળાય તો
16