________________
નિશ્ચય - વ્યવહાર
૩૯૧
૩૯૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
સદ્વ્યવહાર એ કેવો હોય કે લોકો દુઃખ આપે તો પોતે જમે કરી લેવા અને પોતે કોઈને દુ:ખ આપવું નહીં એવો ભાવ હોવો જોઈએ. અજાણપણે અપાઈ જાય, બાકી મનમાં એવો ભાવ હોય, કે દુ:ખ તો આપવું જ નથી. પણ છતાં અપાઈ જાય એ બધું પૂર્વકર્મના ઉદયના આધીન છે. ત્યારથી એ સવ્યવહાર કહેવાય અને શુદ્ધ વ્યવહાર તો કષાયરહિત હોવો જોઈએ.
શાસ્ત્રોના આધારે એટલે મહાન પુરુષો જે બોલેલા, તેના આધારે વ્યવહાર રાખવો તે સદ્વ્યવહાર. શું વ્યવહાર રાખે ? ત્યારે કહે છે કે મોક્ષ જવાનો રસ્તો, મોક્ષમાં જવાના સાધનો એ બધું. એ વ્યવહારમાં પડે ત્યારે સવ્યવહારમાં પડ્યો કહેવાય અને સંસારમાં સવ્યવહાર, શુભ
વ્યવહારને કહેવાય છે. હેતુ પર આધારીત છે. સંસારમાં પડેલાં આવો સવ્યવહાર કરે, તેને શુભ વ્યવહાર કહેવાય છે. અને આ સવ્યવહાર એ અધ્યાત્મ વ્યવહારને કહેવાય છે.
પ્રશ્નકર્તા : સવ્યવહારનું ફરી એક વખત કહો.
દાદાશ્રી : મોક્ષે જવાના સાધનો બધા વ્યવહારમાં હોય, એ સદ્વ્યવહાર અને સંસારના ભૌતિક સાધનો હોય એ શુભ વ્યવહાર. સદ્વ્યવહાર સંસારમાં હોય નહીં. સદ્વ્યવહાર એટલે શું કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ એ બધો સદ્યવહાર કહેવાય. પેલો સામો કરે કે ના કરે પણ પોતાનામાં આ ગુણ હોય, એ સવ્યવહાર.
શુદ્ધ વ્યવહાર અહંકાર રહિત ! ખરો યથાર્થ વ્યવહાર કોને કહેવાય ? શુદ્ધ વ્યવહારને. નિશ્ચય પ્રાપ્ત થાય પછી જે બાકી રહે, એનું નામ શુદ્ધ વ્યવહાર. ‘જે વ્યવહાર નિર્અહંકારી હોય છે, જેમાં અહંકારનો છાંટોય ના હોય એ શુદ્ધ વ્યવહાર.” શુદ્ધ વ્યવહાર અને સર્વ્યવહારમાં ફેર છે. સર્વ્યવહાર અહંકાર સહિત હોય અને શુદ્ધ વ્યવહાર અહંકાર રહિત હોય. આપણે આ અહંકાર રહિતનો વ્યવહાર કહેવાય. ભલેને તે આમ દેખાવમાં ખરાબ દેખાતો હશે, ખરબચડો દેખાય, પણ તે અહંકાર રહિત કહેવાય છે. એટલે આપણો આ તો શુદ્ધ વ્યવહાર કહેવાય છે, સદ્વ્યવહાર નહીં.
શુદ્ધ વ્યવહાર એટલે અંદર નિરંતર સંયમ રહે. આંતરિક સંયમ, બાહ્ય સંયમ ના પણ હોય. બાહ્ય સંયમ તો આ બહાર જગતમાં બધે હોય, ત્યાગીઓને હોય. આંતરિક સંયમ હોય તો જ મોક્ષ થાય, પછી બાહ્ય સંયમ ના હોય તો પણ ચાલે. આંતરિક સંયમ ઊભો થઈ ગયો એટલે કલ્યાણ થઈ ગયું.
ફેર, શુભ અને શુદ્ધ વ્યવહારમાં ! પ્રશ્નકર્તા: શુદ્ધ વ્યવહાર અને શુભ વ્યવહાર, આમાં ફેર શું ?
દાદાશ્રી : શુભ વ્યવહાર તો અજ્ઞાની અને જ્ઞાની બન્ને કરી શકે. કારણ કે જ્ઞાનીને શુભ વ્યવહાર કરવાનો હોતો નથી, થઈ જાય એની મેળે. અને પેલો કરે છે એ. અહંકાર ખરોને એટલે શુભ વ્યવહાર કરે. એટલે તમે છે તે એમને કહો કે તમે અમને નુકસાન કરો છો. મારે તમારી જોડે કામ નથી કરવું, તો પેલો ભઈ શું કહે ? નુકસાન થયું હોય તે ભૂલી જાવ, પણ હવે નવેસરથી આપણું સારું કામ કરોને ! એટલે આપણે અશુભ કર્યું, પણ પેલો શુભ કરે છે. જ્યાં ચીઢાવાનું ત્યાં ચીઢાતો નથી ને ઊલટું આપણને વાળી લે છે. હમણાં અત્યાર સુધી જે થયું એ ભૂલી જાવ અને નવેસર જાણે કશું થયું ના હોય, કશું ગુનો ના કર્યો હોય, આવું ભૂલાડી દેને ? તો ગાડી આગળ ચાલે, નહીં તો ગાડી ઊભી રહે ડીરેલ થઈને. ડીરેલમેન્ટ થયેલા તમે જોયેલા બધા ? એટલે આ એ શુભ વ્યવહાર અજ્ઞાની અને જ્ઞાની બન્ને કરી શકે છે. જ્ઞાનીને સહજભાવે થાય છે, અજ્ઞાનીને કરવું પડે છે.
વ્યવહાર જાગૃતિપૂર્વકનો હોય, તેને આત્માનો ઉપયોગ કહેવાય. પછી શુભાશુભ વ્યવહાર જાગૃતિપૂર્વકનો હોય તો ય આત્માનો ઉપયોગ. અને શુદ્ધ વ્યવહાર હોય તેય જાગૃતિ છે. પેલો શુદ્ધ વ્યવહાર એ આત્માના અનુભવ સહિતનો વ્યવહાર છે અને પેલો શુભ વ્યવહાર આત્માના અનુભવ સિવાયનો વ્યવહાર છે. પણ આત્માનો સ્વીકાર કરેલો છે, ત્યાર પછી જાગૃતિ આવે.