________________
મોક્ષનું તપ
આવે. આખું જગત એમાં જ ફસાયું છે બધું ને તેમાં ઊંડા ઊતર ઊતર જ કર્યા કરે છે. કોઈ દહાડો એ પાર પામતું નથી અને દેહાધ્યાસ જતો નથી, ક્રોધ-માન-માયા-લોભની નબળાઈ જતી નથી, મતભેદ ઓછો થતો નથી, ચિંતા તો બંધ થયેલી જોઈ જ નથી એમણે. તમારે ચિંતા બંધ થઈ ગઈ કે નહીં થઈ ગઈ ?
પ્રશ્નકર્તા : બંધ થઈ ગઈ.
૩૦૯
દાદાશ્રી : થઈ ગયું ત્યારે ! ચિંતા બંધ થઈ ગઈ, એનો મોક્ષ નજીકમાં જ છે. આ તપ કોણ કરી શકે, અંતર તપ ? બહારના તપ તો બાવાઓ બધાંય કરે. અંતર તપ તો ભગવાન મહાવી૨ કરતા'તા અને એમના અગિયાર ગણધરો કરતા'તા. આ તપ તો જે કરે છે ને લોકો દેખે એવાં, એ તો એને પુણ્ય બંધાય. પેલું લોક દેખે નહીં. અદીઠ તપ લખ્યું છેને, દાદાનું અદીઠ તપ, તે ફોરેનમાં ન્યુયોર્કના એરપોર્ટ ઉપર દાદા ઉતરે, તે ગરમ કોટ પહેરીને ઉતરે પણ મહીં તપ કરતા હોય, અદીઠ તપ ! માંગીએ તપ કે સુખ ?
પ્રશ્નકર્તા : આપણી જે ચરણવિધિની ચોપડી છે, એમાં જ્ઞાન-દર્શનચારિત્ર અને સુખ એવું લખ્યું છે !
દાદાશ્રી : દર્શન થયા પછી તપ એ જ પુરુષાર્થ. એનું ફળ શું ? ત્યારે કહે, ચારિત્ર અને સુખ ! પહેલું તપ, પુરુષાર્થમાં.
પ્રશ્નકર્તા : તપ એ પુરુષાર્થ અને સુખ એ ફળ. પણ આપે આ ચરવિધિમાં એમ કેમ લખ્યું છે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને સુખ એમ લખેલું છે, તપ નથી લખ્યું ?
દાદાશ્રી : એ બરાબર છે, તપનું ફળ છે સુખ એ બધું. કારણ કે જ્ઞાન-દર્શનનું જ ફળ છે એ સુખ, પણ પહેલું તપ જોઈએ, એ ચોથો પાયો છે, પુરુષાર્થનો. અને એ આપણે ભાવના કરીએ છીએ, માંગણી કરીએ છીએ. તમને જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ મને હો. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ, ચાર પાયા. એટલે એ જ્ઞાન-દર્શન બે હોય, તોય કહે છે કે ચારિત્ર
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
નહીં આવે. ત્યારે કહે, ચારિત્ર્ય ક્યારે આવશે ? જેટલું તપ કરશો એટલું ચારિત્ર્ય આવશે. જેટલો બોજો ઓછો થયો એટલું ચારિત્ર્ય. દર્શન તો આવ્યું ત્યારથી જ છે, હવે જ્ઞાન જેમ અનુભવ થતો જાય, તેમ હવે ચારિત્ર્ય મહીં આવતું જશે. એ તપ જેટલું કરો એટલું ચારિત્ર્ય ઉત્પન્ન થાય !
૩૧૦
ચારિત્રમાં આવે ક્યારે ? તપ થાય તો. તપ થવું એ ભાગ ચારિત્રમાં ગયો. જેટલામાં તપ થયું, એનું નામ ચારિત્ર.
પ્રશ્નકર્તા : દાદા, ચારિત્ર જે પરિણમે છે એ તપની સાથે જ પરિણમે છેને ? સાથે ને સાથે જ હોય છેને ?
દાદાશ્રી : હવે તપ પૂરું થયા પછી જ ચારિત્ર હોય. જ્યારે જ્યારે ચારિત્ર હોય ત્યારે તપ પૂરું થઈ ગયું. તપ આવે ને તપ ના થાય તો ચારિત્રને બહારેય મૂકી દે.
પ્રશ્નકર્તા : અંતર તપ પણ પછી બંધ થઈ જાય, એવી દશા આવે ખરી ? દાદાશ્રી : અંતર તપ બંધ થાય ત્યારે ચારિત્રમોહ પૂરું થયું હોય. જ્યાં સુધી ચારિત્રમોહ છે ત્યાં સુધી એ તપ છે.
પ્રશ્નકર્તા : એટલે જ્યાં સુધી ચારિત્રમોહ હોય ત્યાં સુધી તપ હોય જ.
દાદાશ્રી : હા. તપ હોય જ. જેટલો ચારિત્રમોહ ગયો, મોહ ક્ષય થયો એટલે પછી ક્ષીણમોહ થયો.
પ્રશ્નકર્તા : ચારિત્રમોહ પૂરો થાય, અંતર તપ પૂરું થાય ને પછી કેવળજ્ઞાન થાય ?
દાદાશ્રી : એ પછી કેવળજ્ઞાન થાય. ત્યાં સુધી એને ક્ષીણમોહ કહેવાય છે. પછી કેવળજ્ઞાન થોડા કાળ પછી થાય.
સમભાવે તિકાલ કરતાં થાય તપ ! પ્રશ્નકર્તા : પણ તપમાંય આનંદ હોઈ શકે કે નહીં ?
દાદાશ્રી : તપમાં હંમેશાં એક બાજુ દુઃખ લે અને તપના જ્ઞાતા