________________
મોક્ષનું તપ
૨૯૩
નહીં થાય. તો ય પેલું મહીં હોય કે આ હિતનું છે, કામનું છે, આને ઓલવી નથી નાખવાનું, એવું રહ્યા કરે પછી.
દાદાશ્રી : જ્ઞાન નહીં જલે, જે અજ્ઞાન છે એ ભાગ જલશે. એટલે તારે કાળજી રાખીને સૂઈ જવું. જલવા દેવું, છોને જલી જાય બધુંય. જ્ઞાનનું જલશે નહીં, એની અમે ગેરન્ટી આપીએ છીએ.
અંતર તપ તો ભગવાન બનાવે. અંતર તપ હોય ત્યારે જાણવું કે જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ચાર પાયા છે, એવું નક્કી થઈ જાય. એકલું જ્ઞાન-દર્શન હોય ત્યારે ચાર પાયા પૂરા ના હોય. માટે પુણ્યશાળી છું કે તારે અંતર તપ ચાલુ રહે છે. એ ઊભું કરવાથી થાય નહીં. આપણે સળી કરીને ઊભું કરીએ તો થાય કંઈ ? હમણે કોઈ આમ કરીને હાથ ઝાલેને કહે, ‘ક્યાં જાય છે, ચાલ.' ત્યારે ત્યાં અંતર તપ ઊભું થઈ જાય.
અમારે નિરંતર તપ હોય. તમારું તપ જાડું તપ છે, અમારું તો બહુ સૂક્ષ્મ તપ. પણ આ જાડું બળશે ત્યાર પછી એ ધૂળમાંથી સૂક્ષ્મમાં તપ આવશે, સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતર તપ આવશે. ત્યાર પછી એ જે મારું તપ છે, એની પાસે તમારું તપ આવશે.
એટલે આ જેમ સાંભળશો તેમ તમને સમજણ પડશે. તમારે ક્યાં તપ કરવાનું ? આ તો તપ કરવાનું ત્યાં ઉશ્કેરાટ કરો છો ! બીજાને તપ કરાવડાવો છો !! બીજો તપ કરી લે પછી. સમભાવે નિકાલ કરી લેને ! અમારે તો રાત-દા'ડો તપ જ. તમે તો તપ જ કર્યા નથી, સૂઈ ગયા એય ઘસઘસાટ, તે સવાર પડે !
ધ્યેય વિરુદ્ધ ત્યાં હોય તપ ! તપ થાય તો જ અનુભવ થાયને ! નહીં તો અનુભવ શી રીતે થાય ? અંતર તપ એટલે, જે બાબતમાં આપણું અંતર તપે, એનાથી છૂટા રહેવા ફરીએ અને અંતર તપે એ બાબતથી આપણને અનુભવ થાય જ.
પ્રશ્નકર્તા : એટલે કે જે બાબતનું તપ ઊભું થાય એ બાબત છૂટી જાય પછી ?
૨૯૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : એ છૂટી જાય ને તે અનુભવ એનો. એ જ આત્માનો અનુભવ, બસ ! સુખ અને પ્રકાશ વધતો જાય, બસ.
પ્રશ્નકર્તા : એ શું ઊભું થાય કે તપ કરવું પડે ?
દાદાશ્રી : મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારની વિરુદ્ધ આપણે કરવા ફરીએ, તે ઘડીએ પેલાં જોર કરે તે ઘડીએ આપણે તપ કરવું પડે. બળે તે ઘડીએ.
પ્રશ્નકર્તા : પણ આપણા ધ્યેય પ્રમાણે હોય તો તપ ઊભું ના થાયને ?
દાદાશ્રી : ત્યાં ના થાય. ધ્યેયના વિરુદ્ધ હોય તો તપ અને તે હોવું જ જોઈએ, એ કાયમને માટે નહીં, પણ તપ હોવું જોઈએ. તપ ના હોય તો પછી પાયા જ ખોટા છે. ચારેય પાયા હોવા જોઈએ.
આ વિષય ગમતો નથી. ધ્યેય નક્કી કર્યો હોય કે મારે હવે તો બ્રહ્મચારી રહેવું છે, એ કોઈ સ્ત્રી જુએ પછી એને તપ ના કરવું પડે ? એ તે વખતે બરોબર સમ્યક્ તપ તપ્યો, જરાય લલચાયો નહીં. તે તરત અનુભવ થાય. તપ એને કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે મીઠાશ લાગતી હતી ત્યાં હવે પોતાનું દર્શન ઊભું થયું કે હું આ હોય, એટલે પેલું તપ શરૂ થયું ત્યાં. એમાં પાછી મીઠાશ લાગે ને પાછું તપ જતું રહે.
દાદાશ્રી : ના. પછી સહન ના થાય, ત્યારે પાછો મીઠાશ ઉપર પેસી જાય. તપ તો નિશ્ચય બળ જોઈએ. એક માણસ છે તે મને કહે છે, “લો, અંગૂઠો ધરો જોઈએ.” મેં કહ્યું, ‘લે, ધર્યો'. ત્યારે કહે, ‘સિગરેટ ચાખું છું.” ‘દિવાસળી સળગાવને ?” મેં કહ્યું. તે બે દિવાસળી સળગાવી તે એમ ને એમ ઊભો રહ્યો ! તે શા આધારે તપ તપે ? મહીં અહંકાર. જે થવાનું હોય તે થાય એવી રીતે પેલામાં નિશ્ચય. જે થવું હોય તે થા. અમે હવે તારી જોડે ફસાઈએ નહીં. આટલા અનંત અવતાર ફસાયા, હવે ના ફસાઈએ, એવો નિશ્ચય. અમે હવે ધ્યેયને તોડવા માંગતા નથી. નિશ્ચય ના હોય તો મીઠાશ ખેંચી જાય તરત.