________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૯૯
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
ભાવ હોય ત્યાં. પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે ને પ્રજ્ઞા કામ કરી લે છે. મૂળ આત્મા કામ કરતો નથી. જ્યારે સમ્યક્ દર્શન થાય ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય. જેને કૃષ્ણ ભગવાને સ્થિતપ્રજ્ઞ કહ્યું છે એ જુદી. સ્થિતપ્રજ્ઞ દશા એ જુદી છે અને આ તો સહજ પ્રજ્ઞા છે. મોક્ષે લઈ જતાં સુધી છોડે જ નહીં, તમને ચેતવ ચેતવ ચેતવ કરે. એનો સ્વભાવ જ મોક્ષે લઈ જવાનો છે. મારી-ઝૂડીને આમથી-તેમથી હલાવી કરીને પણ છેવટે રાગે પાડી દે.
ફાઈલ કહેતાં ઊડે મમતા ! પ્રશ્નકર્તા પણ એમાં આપે જે ફાઈલ શબ્દ મૂક્યો છેને, એ ફાઈલ શબ્દનું અંગ્રેજી અર્થઘટન એટલું બધું મોટું છે કે ફાઈલ શબ્દ આવે એટલે લાગે કે આ મારું નહીં. એટલે સમભાવ કરવાનું અંદર જરા પોઝિટિવ થવાય.
દાદાશ્રી : ફાઈલ શબ્દ એટલે ફાઈલ નંબર વન એવું જે બોલે છે એ આત્મા છે, એ વાત નક્કી થઈ ગઈ. એટલી બધી ઊંડી વાત છે એ.
પ્રશ્નકર્તા : એક મનોવૃત્તિ ઉત્પન્ન થાયને, કે સમભાવે નિકાલ કરવો છે. એટલે દ્રષ્ટાભાવ આખો ડેવલપ થાય છે અને અહમ્ ઊડી જાય છે.
દાદાશ્રી : હા, એ ઊડી જાય.
પ્રશ્નકર્તા : એટલે પછી ‘હા, ખબર પાડી દઉં, આમ જોઈ લઈશ” એ વસ્તુ નથી આવતી.
દાદાશ્રી : હા, જાય બધું.
પ્રશ્નકર્તા: એટલે જે પ્રયોગે વપરાયેલો છે આ જ્ઞાનની અંદર કે ફાઈલ અને સમભાવે નિકાલ. એ ફાઈલ બોલવાથી અંદરથી એવી એક જાતની સમજણ ઊભી થઈ જાય છે કે આ પોતાનું નથી, આ પારકું છે અને એટલે આ સમભાવે નિકાલ કરવાની સરળતા થઈ જાય છે. પોતાનું માન્યું હોય તો સમભાવે નિકાલ કરવામાં કઠણ પડે.
દાદાશ્રી : ફાઈલ એટલે જુદી છે એવી વસ્તુ, બધાને ખબર પડે. એ શબ્દો એવા નીકળ્યા છે ને બધા !
પ્રશ્નકર્તા : એ આ દાદા, જે આપ કહો છો તે એમ લાગે છે કે આપ જે બોલેલા તે ભવિષ્યમાં એનાં શાસ્ત્રો થશે. તે આ શાસ્ત્રનું જ આ જાણે વાક્ય છે એવું જ લાગે છે. ફાઈલ શબ્દ જે મૂક્યો, હવે એનું વિવરણ કરનારા કરશે કે ફાઈલ એટલે શું ?!
દાદાશ્રી : જેટલાં શબ્દો નીકળ્યા એટલાં બધા એક્કેક્ટ થઈ ગયાને ! પ્રશ્નકર્તા : એક્કેક્ટ થઈ ગયા છે.
દાદાશ્રી : છોકરાને ને પોતાને સંબંધ છે. પણ આ ફાઈલોને ને આપણે સંબંધ નથી. કારણ કે ફાઈલ હંમેશાં વેગળી જ હોય.
પ્રશ્નકર્તા : ફાઈલ શબ્દ વાપરે તો મમતા ના રહે.
દાદાશ્રી : મમતા નહીં, તો જ ફાઈલ અને ત્યાં મમતા ય ઊડી જાય પછી, આખી ઢબ જ વૈજ્ઞાનિક છે. એનો રસ્તો જ વૈજ્ઞાનિક, તેથી કલાકમાં ફળ આપે ! તમને જ્ઞાન લેતી વખતે કલાક જ થયો હતો કે વધારે લાગ્યો હતો ? પણ કેવું ઊગી નીકળ્યું ? નહીં તો કેટલા અવતારે જ્ઞાન પ્રગટ થાય ! એ તો આપણું અક્રમ વિજ્ઞાન છે તે એ એમ સમજે છે કે આ ફાઈલ નંબર ટુ, આ ફાઈલ નંબર વન, આ વન નંબરની ફાઈલને ઓળખે. વિજ્ઞાન બહુ ફર્સ્ટ ક્લાસ છે આ.
પ્રશ્નકર્તા : આ ફાઈલ નંબર વન છે, એ તો ગજબની શોધ છે.
દાદાશ્રી : એવું છે ને, આ બધી, એક એક શબ્દ એ શોધખોળ છે, નહીં તો કરોડો અવતારેય છૂટો ના થાય માણસ.
નિકાલ શબ્દતી ઈફેક્ટ ! પ્રશ્નકર્તા : આપે નિકાલી શબ્દ જે પ્રયોજ્યો છે, એમાં માણસને સાયકોલોજિકલ ઇફેક્ટ જ થાય છે. આ નિકાલ શબ્દ જ એવો છે.
દાદાશ્રી : ઇફેક્ટ જ થાય છે, નિકાલ શબ્દની. આ એકેએક શબ્દ ઇફેક્ટિવ છે, નિકાલ એકલું નહીં, રિયલ ને રિલેટિવ તો એટલું બધું