________________
૧૧ ૧
આપ્તવાણી-૯
પ્રશ્નકર્તા : મરી જાય ને !
દાદાશ્રી : ત્યાર પછી ! એટલે શંકા કરવી તો બધી જાતની કરવી. આ એક જ જાતની કેમ કરવી ? નહીં તો શાની શંકા ના પડે એવું આ જગત ?! કઈ બાબતની શંકા રખાય એવું નથી ?! અહીંથી ઘેર ગયા તો સાચા. કેમ એ શંકા નથી પડતી ? શંકા હોય જ નહીં. એટલે શંકાને કહીએ, ‘ચલી જાવ. હું નિઃશંક આત્મા છું.’ આત્માને શંકા શું વળી ?!
બીમાંથી .. જંગલ ! હું શું કહું છું કે શંકા એ ભૂત છે. પેલી ડાકણ વળગાડવી હોય તો વળગાડવી, આપણને ડાકણ ફાવતી હોય તો વળગાડવી. પણ શંકા પડે તો એને શું કહેવું ? કે ‘દાદાનો ફોલોઅર થયો ને હવે શાની શંકા રાખો છો ? તમને શરમ નથી આવતી ? દાદા શંકા કોઈના પર રાખતા નથી, ને તમે શું કરવા શંકા રાખો છો ? એ બંધ કરી દો. દાદા આટલી ઉંમરે શંકા રાખતા નથી, તો તમે તો જવાન છો' એવું કહીએ એટલે શંકા બંધ થઈ જાય.
અમે જિંદગીમાં શંકા નામ જ કાઢી નાખેલી. શંકા જ અમને કોઈની પર નથી આવતી. એ ‘સેફસાઈડ” ખરી કે નહીં ?
પ્રશ્નકર્તા : બહુ મોટી ‘સેફસાઈડ.’
દાદાશ્રી : શંકા જ નામ નહીં. રૂપિયા ગજવામાંથી કાઢી લીધેલા દીઠાં હોય તો ય એની પર શંકા નહીં અને બીજા ભયંકર ગુના કર્યા હોય તો ય શંકા-બંકા રામ તારી માયા ! જાણીએ ખરા, જાણવામાં હોય. અમારા જ્ઞાનમાં હોય કે “ધીસ ઈઝ ધીસ, ધીસ ઈઝ ધેટ.’ પણ શંકા નહીં.
શંકા એ ભયંકર દુ:ખદાયી છે અને તેનાથી નવી જાતનો સંસાર ઊભો થાય એવું છે. આ બાવળિયાનું બીજ હોય ને, તો તો બાવળિયો એકલો જ ઊગે અને એક વડનું બીજ હોય ને, તેમાં વડ એકલો જ ઊગે. પણ શંકા નામનું બીજ એવું છે કે આ બીજથી તો સત્તરાઁ જાતની વનસ્પતિ ઊભી થઈ જાય. એક જ બીજમાંથી સત્તરશે જાતની વનસ્પતિ ઊગે, એ બીજને રખાય જ કેમ કરીને ? આ શંકા નામનું બીજ, એ અમે
૧૧૨
આપ્તવાણી-૯ એકલાએ કાઢી નાખેલું છે. પણ તમને તો સહેજા સહેજે ય કંઈક કોઈક ફેરો શંકા આવી જાય, નહીં ?
એટલે અમારા જેવું રાખવું. શંકા કાઢી નાખવી. ગમે તે બાબત હોય ને, નજરે જોયેલી વાત હોય ને, તો ય શંકા નહીં. જાણી રાખવી, જાણવું ખરું. જાણવામાં પાપ નથી અને આંખે જોયેલું ય ખોટું પડે છે. કેટલાંય દાખલા એવાં મારે બનેલા. આ આંખે જોઉં છતાં ય ખોટું નીકળે. એવા મારે દાખલા “એકઝેક્ટ’ અનુભવમાં આવેલા. તો બીજી વસ્તુ તો કઈ સાચી માનવી આપણે ? એટલે દેખીએ તો ય શંકા ના કરવી. જાણી રાખવું. આ અમારી શોધખોળ બહુ ઊંડી છે. આ તો વાત નીકળે ત્યારે પોતાના અનુભવમાં ખબર પડે. અને જગતને કંઈ આ બધી શંકા નીકળી ગયેલી નથી. શંકા નીકળવી એ તો, ‘જ્ઞાની પુરુષ” જ પોતે પોતાની શંકા કાઢી અને બીજાને પણ શંકા બધી કાઢી આપે. નહીં તો બીજો કોઈ કાઢી આપે નહીં. માણસથી જાતે શંકા ના નીકળે. એ તો મોટામાં મોટું ભૂત છે, એ તો ડાકણ કહેવાય.
તમે આમ ગયા હોય ને આમથી કોઈક માણસ આવતા હોય. એ માણસ કોઈક બેનના ખભે હાથ મૂકીને ચાલતા હોય ને તમારા જોવામાં આવે તો શું થાય તમને ? એ હાથ શાથી મૂક્યો એ તો એ જાણે બિચારાં. પણ તમને શું થાય ? અને એ શંકા પેસીને, એટલે કેટલાં બીજ ઊગે પાછાં ! બાવળિયો, લીમડો, આંબો, મહીં તોફાન ! આ શંકા તો ડાકણ કરતાં ય ભૂંડી વસ્તુ છે. આ ડાકણ તો વળગેલી સારી કે ભૂવો કાઢી આપે. પણ આ શંકા કોણ કાઢે ? અમે કાઢી આપીએ તમારી શંકાઓ ! બાકી કોઈ શંકા કાઢી આપે નહીં.
પ્રશ્નકર્તા : પાછલું યાદ કરીએ તો શંકા આવે.
દાદાશ્રી : એ યાદ જ કરવું નહીં. ગઈ ગુજરી ભૂલી જવાની. ગઈ તિથિ તો બ્રાહ્મણે ય વાંચે નહીં. બ્રાહ્મણને કહીએ, ‘અમારી છોડી પંદર દહાડા ઉપર રાંડી હતી કે નહીં ?” તો બ્રાહ્મણ કહે, ‘એવું કોઈ પૂછતા હશે કંઈ ? એ તો જે રાંડી એ ગઈ.'
પ્રશ્નકર્તા: પણ કોઈક વખત શંકા આવે.