________________
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૬૫ લાધે નહીં, ત્યાં સુધી આ ભાઈ આવા ને આવા રહે. ત્યાર હોરું પાંચ વાગે કોઈ ‘ફ્રેન્ડ’ આવે કે, “ચંદુભાઈ ઊઠો.” ત્યારે ‘ચંદુભાઈને હિંમત આવી જાય. શું કહેશે ? કે હું તો આજે ગભરાઈ ગયો હતો.' પેલો ‘ફ્રેન્ડ કહેશે કે, “મહીં જુઓ તો ખરા, શું છે ?” પછી જુએ ત્યારે ખબર પડે કે આ તો ઉંદરડાએ પાડ્યું, આ ડબ્બો પાડી નાખ્યો, આ પ્યાલો પાડી નાખ્યો, આ પાડી નાખ્યું. એટલે વહેમ પેઠેલો, તે નીકળી જાય. એટલે આ તો સમજણ ફેરને લઈને ઊંઘ નથી આવતી ને ! પ્યાલો ઉંદરડાએ ખખડાવ્યો અને ભૂતનો વહેમ પેઠો, એટલે એ સમજણને લઈને ઊંઘ નથી આવતી ને ! પણ એ વહેમ નીકળી જાય, એવી પોતાની પાસે દવા હોય, તો આખી રાત ઊંઘ આવે ને ? એટલે માણસ સુખી થઈ જાય. સહેજ સમજણમાં આવ્યો, તે સુખી થઈ જાય !
એ તો પરમાણુઓ પ્રમાણે ! એટલે વહેમ આવે, તે મહીં ભરેલો માલ છે. વહેમી જે છે ને, તે સ્ત્રીત્વ ગણાય છે. કારણ કે દરેક મનુષ્યમાં આ ત્રણ જાતના પરમાણુ હોય છે. એક સ્ત્રીના પરમાણુ હોય છે, પુરુષના પરમાણુ હોય છે અને નપુંસકના પરમાણુ. આ ત્રણ જાતના પરમાણુથી આ શરીર બનેલું છે. તેમાંથી પુરુષના પરમાણુ વધારે હોવાથી પુરુષમાં જન્મ થાય છે. સ્ત્રીના પરમાણુ વધારે હોય તો સ્ત્રી અને નપુંસકના પરમાણુ વધારે હોય તો તેવું થાય છે. આ ત્રણે ય પ્રકારના પરમાણુ અંદર વધતા-ઓછા છે જ. એટલે આ વહેમ, સંદેહ, શંકા એ બધું સ્ત્રીના પરમાણું છે. એને આપણે કહીએ, ‘અમે પુરુષ છીએ, તું ગેટઆઉટ !' અમારામાં એવાં પરમાણુ ના હોય, એટલે અમને કોઈ જગ્યાએ સંદેહ ના પડે.
“પ્રિયુડિસ' પરિણમે શંકામાં ! એટલે માણસે શંકા તો ક્યારેય પણ ન કરવી. આંખે દીઠું હોય તો ય શંકા ના કરવી. શંકા જેવું એકેય ભૂત નથી. શંકા તો કરવી જ નહીં. મૂળથી, શંકા ઉત્પન્ન થાય ત્યારથી જ કાઢી નાખવી કે ‘દાદાએ ના પાડી છે. કોઈ કહે, ‘મેં જાતે જોયું હોય તો ? કે આ માણસ કાલે ગજવામાંથી રૂપિયા લઈ ગયો છે, ને આજે ફરી આવ્યો છે.” તો ય એની
પર શંકા ના કરાય. એની પર શંકા કરવા કરતાં આપણે આપણી ‘સેઈફ સાઈડ કરી લેવી. કારણ કે એને ‘પ્રિજડિસ' કહેવાય છે. આજે એ આવો ના પણ હોય. કારણ કે કેટલાંક કાયમના ચોર નથી હોતા. કેટલાંક સંજોગવશાત્ ચોર હોય છે, બહુ જ અડચણ પડી હોય તો કાઢી લે, પણ ફરી છ વર્ષ સુધી ના દેખાય. ગજવામાં મૂકી જાવ તો ય એ ના અડે, એવાં સંજોગવશાત્ ચોર !
પ્રશ્નકર્તા અને ઘણાં રીઢા હોય, એ ચોરી કરવાનો ધંધો જ લઈને બેઠા હોય.
દાદાશ્રી : એ ચોર, એ જુદી વસ્તુ છે. એવા ચોર હોય ને, ત્યાં તો આપણે કોટ છેટો મૂકી દેવો. છતાંય એને ચોર ના કહેવો, કારણ કે એ તો આપણે કંઈ એને મોઢે ઓછા ચોર કહીએ છીએ ?! મનમાં જ કહીએ છીએ ને ? મોંઢે કહે તો ખબર પડી જાય ને ! મનમાં કહીએ તેનું જોખમ આપણું, મોંઢે કહીએ તેનું જોખમ આપણું નહીં. મોંઢે કહીએ તો માર ખાય તેનું જોખમ. અને પેલું મનમાં કહે એ આપણું જોખમ. એટલે શું કરવું જોઈએ આપણે ?
પ્રશ્નકર્તા : મનમાં ય નહીં રાખવું ને મારેય નહીં ખાવો.
દાદાશ્રી : હા, નહીં તો મોઢે કહી દે તે સારો, પેલો બે ગાળો ભાંડીને જતો રહે. પણ આ મનમાં રહ્યું, એ જોખમદારી આવે. એટલે ઉત્તમ કયું ? મનમાં યે રાખવું નહીં, ને મોઢેય કહેવું નહીં, એ ઉત્તમ. મનમાં રાખવું અને ભગવાને ‘
પ્રિયુડિસ' કહ્યું છે. કાલે કર્મનો ઉદય હોય ને એણે લીધું, અને આજે કર્મનો ઉદય ના પણ હોય, કારણ કે, જગત જીવ હૈ કર્માધીના !' એટલે એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને.
દાદાશ્રી : તો ય પણ આપણા લોકો શંકા રાખવામાં બહુ પાકા, નહીં ? અમે તો શંકા રાખીએ જ નહીં, અને શંકા પહેલેથી જ બંધ કરી દઈએ, તાળું જ મારી દીધેલું ને ! શંકા કાઢી નાખે એ “જ્ઞાની' કહેવાય. એ શંકાના ભૂતથી તો આખું જગત મરી રહ્યું છે. કહેશે, ‘અહીંથી રહીને