________________
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
વિશ્વાસ ના આવે, સંશય થયા કરે. પોતાને ધીરવું હોય અને પેલા દેવાદારો પર સંશય થયા કરે, તો એ માણસ મરેલો જ છે. અહીં છોડીઓ કોલેજમાં જતી હોય, તો “ફાધર'મનમાં થાય કે ‘ઉંમરલાયક થઈ, હવે આ છોડીઓ શું કરતી હશે ? એ શું કરે છે ? કોણ મિત્ર કરે છે ?” એમ સંશય કર્યા જ કરે. તે મરી ગયેલો જ છે ને !
સંશય તો કામનો જ નહીં. સંશય તો, આ ચપ્પ લઈને મારવા જતાં હશે, એને જરા ય સંશય ના હોય ત્યારે તો એ મારવા જાય ! અને મરનારાને ય જરાય સંશય ના હોય ત્યારે મરે. પણ એ એક જ વખત મરે અને આ સંશયાત્મા, એ કાયમને માટે મરેલો જ છે.
‘નેસેસિટી’ પૂરતી બુદ્ધિ છે, એને પાંચ છોડીઓ હોય તો ય પણ એ વિચાર જ આવે નહીં, વિચાર આવે તો શંકા આવે ને ?
પ્રશ્નકર્તા : એટલે વધારે બુદ્ધિ હોય તો જ આ ડખલ થાય ?
દાદાશ્રી : વધારે બુદ્ધિ જ આ ડખલ કરે. કારણ કે આ કાળની બુદ્ધિ વિપરીત ગણાય છે, વ્યભિચારિણી બુદ્ધિ કહેવાય છે, એટલે પછી માર જ ખવડાવ ખવડાવ કરે.
પ્રશ્નકર્તા અને જરૂર પૂરતી બુદ્ધિવાળાને વિચાર જ ના આવે, એમ ?
દાદાશ્રી : હા. જરૂર પૂરતી બુદ્ધિવાળા કેટલાંક હિન્દુસ્તાનમાં હોય છે કે એને પછી બીજો વિચાર જ ના આવે. અક્કલવાળા એટલે વધુ વિચારવાળા, વધુ બુદ્ધિવાળા. અક્કલવાળા પર અમને એમ થાય ને, કે માર કેટલો ખાઈશ તું તે ? એટલે જયારે કંઈક દુઃખ ભોગવવાનું થાય, ખરેખરું દુઃખ ભોગવવાનું થાય ત્યારે શંકા ઉત્પન્ન થાય.
સંશયાત્મા વિનશ્યતિ ! પ્રશ્નકર્તા : ગીતામાં કહ્યું છે કે “સંશયાત્મા વિનશ્યતિ.” તો તેમાં આત્માસંબંધી સંશય થાય કે બીજો કોઈ સંશય થાય ?
દાદાશ્રી : સંશય બધાને હોય. એમાં સંશય વગરનો કોઈ માણસ હોય નહીં. એને તો આ જગતમાં કોઈ જગ્યાએ વિશ્વાસ જ ના બેસે. સંશય જ થયા કરે અને સંશયથી એ મરી જાય, મરેલો જ છે ને !
પ્રશ્નકર્તા : વ્યવહારમાં સંશય કે નિશ્ચયમાં સંશય ? કયો સંશય ?
શંકા જુદી, જિજ્ઞાસા જુદી ! પ્રશ્નકર્તા : શંકા અને જિજ્ઞાસા, એ બેમાં ફેર શું ?
દાદાશ્રી : શંકાને અને જિજ્ઞાસાને શું લેવાદેવા? શંકા ને જિજ્ઞાસા, એ બે કુટુંબી તો નહીં, પણ પિતરાઈ યે ના થાય.
પ્રશ્નકર્તા : આ વૈજ્ઞાનિકો છે, તે લોકો શોધખોળ કરે, તેમાં પોતે શંકા રાખીને જ આગળ વધે.
દાદાશ્રી : કોઈ એવો વૈજ્ઞાનિક પાક્યો નથી કે જે શંકામાં એક મિનિટથી વધારે ઊતરે. નહીં તો એ વિજ્ઞાન જતું રહે, ખલાસ થઈ જાય. કારણ કે શંકા એટલે આપઘાત ! જેને શંકા કરવી હોય તે કરે.
પ્રશ્નકર્તા : વૈજ્ઞાનિકો શંકા વગર માની લેતાં નથી. એ લોકો શંકા કરે છે એટલે કંઈ શોધખોળ કરે છે.
દાદાશ્રી : એ શંકા નથી. એ ઉત્કંઠા છે, જાણવાની. એમને શંકા હોય નહીં.
પ્રશ્નકર્તા : તમે માણસ ઉપર શંકા કરવાનું ના કહો છો ?
દાદાશ્રી : માણસ શું, કોઈ પણ જગ્યાએ શંકા ના કરાય. આ પુસ્તકમાં ય શંકા ના કરાય. શંકા એટલે આપઘાત !
દાદાશ્રી : નિશ્ચયમાં તો સંશય આખા જગતને હોય જ. એ તો કાયદેસર હોય. કૃષ્ણ ભગવાને વ્યવહારમાં સંશયાત્મા વિનશ્યતિ' લખેલું છે. જે માણસને જ્યાં ને ત્યાં શંકા પડે, બૈરીમાં શંકા પડે, બાપમાં શંકા પડે, મામાં શંકા આવે, ભાઈમાં શંકા આવે, એ માણસ મરેલો જ છે ને ! બધામાં શંકા આવે, એ માણસ જીવે જ શી રીતે ? આખું જગત આત્માના સંશયમાં છે જ જાણે છે, એને કશું મરવાનું નથી. પણ જે વ્યવહારમાં સંશયવાળો છે તે મરી જાય, એ મરેલો જ છે. એ માણસને કોઈ પર