________________
ઉપોદ્ધાત
ડૉ. નીરુબહેન અમીત
બની જાય છે. પોતાને જ્યાં જ્યાં દુઃખમય પરિણામ વર્તતાં હોય, ગૂંચામણ થતી હોય, મૂંઝવણ થતી હોય, કંઈ અનુભવની ઝાંખી થતી ન હોય, કઈ ગ્રંથિ હેરાન કરે છે, તે સર્વ કાંઈ વિગતવાર જ્ઞાની પુરુષને આલોચના કરે તો સત્સંગ દ્વારા જ્ઞાની પુરુષ મહીંલા દોષોને ખોતરી કાઢી આપે. જ્ઞાની પ્રકાશ ધરે, ને તે પ્રકાશમાં દોષો દેખી શકાય અને દોષોથી છૂટકારો પામી શકીએ તેવો માર્ગ જડે.
| મુખ્ય વાત તો એ છે કે આ દોષો ગ્રંથિસ્વરૂપે રહેલા હોય છે. તે ગ્રંથિ હંમેશાં ‘અંડર ગ્રાઉન્ડ'-ભોંયમાં દટાઈ રહેલી હોય છે. સંજોગો મળતાં, પાણી છંટાતાં જમીનમાં રહેલી ગાંઠમાંથી કુંપળો ફૂટે અને પાંદડાડાળાં વૃદ્ધિને પામે એ પરથી ગ્રંથિનું સ્વરૂપ ઓળખાય કે ગાંઠ શેની છે, કયો રોગ મહીં પડ્યો છે ? પણ દોષનું સ્વરૂપ નથી ઓળખતો ત્યાં સુધી એ દોષો પોષાયા જ કરતાં હોય છે. જ્ઞાની પુરુષના સત્સંગમાં આવ-આવ કરવાથી, એમની વાણી સાંભળ-સાંભળ કરવાથી, વાતને સમજ-સમજ કરવાથી કંઈક જાગૃતિ ઉત્પન્ન થાય અને નિજદોષો ઓળખવાની, જોવાની શક્તિ આવે. એ પછી કૂંપળો ઊખેડવા સુધીની જાગૃતિ ઉત્પન્ન થયે કાર્યકારી રીતે પુરુષાર્થ માંડે તો એ ગાંઠનું નિર્મુલન થાય. પણ એ સર્વ સાધના જ્ઞાની પુરુષની આજ્ઞાપૂર્વક અને જ્ઞાની પુરુષ એને દોષો વિગતવાર ઓળખાવે તેમ તેમ એ દોષોનું સ્વરૂપ પકડાય, એ જડે, પછી એ દોષોથી છૂટવા માંડે.
આમ મોક્ષમાર્ગની પૂર્ણાહુતિ થાય.
પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ જ્ઞાનાત્મસ્વરૂપ સંપુજ્ય દાદાશ્રીની વાણીમાંથી પ્રગટ થયેલા મોક્ષમાર્ગના બાધક કારણોની સુંદર તલસ્પર્શી હૃદયભેદી છણાવટ મોક્ષમાર્ગીઓની સમક્ષ થઈ છે તે અત્રે સંકલિત થાય છે, જે સાધકને પ્રત્યેક પગથિયે પડવામાંથી ઉગારનારું નીવડશે. ગ્રંથમાં સુજ્ઞ વાચકને ક્ષતિ-ત્રુટિ ભાસતી હોય તો તે જ્ઞાની પુરુષની વાણીને કારણે નહિ પણ સંકલનાની ખામીને કારણે છે. તે બદલ ક્ષમા પ્રાર્થના.
ડૉ. નીરુબહેન અમીન
જય સચ્ચિદાનંદ
અનાદિકાળથી પ્રકૃતિ સ્વાભાવિક રીતે સંસારભાવમય જ બંધાયેલી છે. અને જ્યારે પોતાને ‘જ્ઞાની પુરુષ' પ્રાપ્ત થાય ત્યારે પોતે અધ્યાત્મમાં પ્રવેશે છે. પણ પૂર્વભવે બંધાયેલી સંસારી સ્વભાવમય પ્રકૃતિ સંજોગોના ભીડામાં ઉદયમાન થયા વિના રહેવાની નથી. અને આવાં દુષમકાળમાં એ પ્રકૃતિમાં ઉદયકર્મો મોક્ષમાર્ગની વિમુખતાવાળાં જ-મોક્ષમાર્ગમાં બાધકતાવાળાં જ પ્રાયે વિશેષ હોઈ શકે. તેવાં કાળમાં પ્રકૃતિમાં વણાયેલો સંસાર-અભિમુખ માલ અને પોતાની આત્મસાધનાના અધ્યાત્મિક પુરુષાર્થના સંઘર્ષમાં પોતે મુક્તિદશાને વિજય પામવાની અનેક અનુભવીસમજણોનો જ્ઞાની પુરુષ અત્રે ફોડ પાડી આપે છે.
૧. આડાઈ : રિસાવું ઃ ત્રણે સીધો ને સરળ મોક્ષ તો સીધા ને સરળ હોય એને જ મળે. બધી રીતે પાંસરા થયેલા જ્ઞાની પુરુષના ત્રિકાળસિદ્ધ વચનો જેને સમજાઈ જાય, તેને મોક્ષ હાથવેંતમાં છે. જ્ઞાની પુરુષ તો કહે છે કે મોક્ષે જતાં આડાઈઓ જ નડે છે ને પાંસરા થવાય તો પરમાત્મપદ પ્રાપ્ત થાય. લોકોના માર ખાઈને પાંસરા થવું એના કરતાં જાતે સમજીને પાંસરા થવું શું ખોટું ?
પોતાની આડાઈઓના સ્વીકારથી તે જાય ને અસ્વીકારથી વધારે મજબૂત બને. આમ આડાઈઓને જુએ-જાણે અને કબૂલે તો જ આડાઈ જીતાઈ જાય.
પોતાની આડાઈઓ જોવાનો અધિકાર છે. તે પણ નિષ્પક્ષપાતી દ્રષ્ટિ થાય તો જ પોતાની આડાઈઓ દેખાય. નહીં તો આપણી આડાઈઓને કોઈ ચીંધે તો એ પોતાને પોતાની આડાઈઓની તપાસ કરવાનો ને કાઢી નાખવાનો સ્કોપ મળ્યો કહેવાય. નહીં તો પછી બીજાંની આડાઈઓ દેખી, તે પણ એક જાતની પોતાની આડાઈ જ ગણાય.
આડાઈઓ સંપૂર્ણ જાય ત્યારે ભગવાન થાય. પોતાની આડાઈઓને