________________
સમર્પણ
અનંત અવતાર ચઢ્યા પરમપદ પામવા, મથ્યા, હાંફયા, થાક્યા, ને અનંતીવાર પછડાયા,
સાધક સીધી વાટ મેલી, લીધી બાધક ગલી, સો કમાવા જતાં, કષાયો થતાં બસો ખોટ મલી.
આપોપું, કપટ, મમતા, લોભ, લાલચ, ચતુરાઈ, માન, સ્પર્ધા, ટીકા, ગુરુતા, અહમ્ ને જુદાઈ.
કાચાકાન, પારકું સાંભળવું, પૂજાવાની કામના, આરાધના અટકાવી કરાવે કંઈ વિરાધના.
આવડતનો અહમ્, લાલચ, પલટાવે પાટો, ‘હું જાણું છું’ કેફ, જ્ઞાનીના દોષ દેખી ખાય ખોટો.
આડાઈ, સ્વચ્છંદ, શંકા, ત્રાગું, રિસામણ, ઉદ્વેગ મોક્ષમાર્ગી સાધકોનાં હેલ્થી મનમાં પ્રસારે ‘પ્લેગ’
મોક્ષમાર્ગનાં બાધક કારણોને કોણ બતાડે ? કોણ છોડાવે ? કોણ પાછો ત્યાંથી મૂળ માર્ગે વાળે ?
માર્ગના ‘ભોમિયા’ પ્રકાશે સર્વ બાધક કારણ, સૂક્ષ્મ ફોડકારી ‘આપ્તવાણી' સાધકોને સમર્પણ !
܀܀܀܀܀
3
ત્રિમંત્ર