________________
આપ્તવાણી-૯
૪૨૧ કરવાનો હેતુ છે. એ ભાવના કંઈ નકામી જતી નથી.
આપણે શું કહીએ છીએ કે સર્વ દુઃખોના ક્ષય કરો. આ દુ:ખો અમારાથી જોવાતાં નથી. છતાં અમને ‘ઇમોશનલ'પણું થતું નથી. એટલા જોડે જોડે વીતરાગ છીએ. છતાં સામાના દુઃખું અમારાથી સહન ના થઈ શકે. કારણ કે અમે અમારી સહનશક્તિ જાણીએ છીએ. અમારાથી દુઃખ સહન કેવું થતું હતું તે જાણીએ ને, તો એવું આ લોકો કેવી રીતે સહન કરી શકતા હશે એ અમને ખ્યાલ છે એનો અને એ જ કારુણ્યતા છે. અમારી !
[૯] પોતાપણું : પરમાત્મા
અભેદતા, આખા વિશ્વ સંગે ! અહીં તો અભેદભાવ છે. તમે ને હું બધા એક જ છીએ આપણે. મને તમારા કોઈથી જુદાઈ લાગતી જ નથી. અને આ આટલા પચાસ હજાર માણસો છે છતાં તેમની જોડે ય મને જુદાઈ નથી ને આ દુનિયા જોડે ય મને જુદાઈ લાગતી નથી. આ તો તમને જુદાઈ લાગે છે.
એટલે એક તો, આ પચાસ હજાર માણસો છે તેમાં અભેદ રહું છું અને ‘સેકન્ડરી', આખા જગત જોડે અભેદ રહું છું. મારે બીજી કોઈ જગ્યાએ ભેદ નથી, કોઈ જોડે. એટલે પેલું ‘સેકન્ડરી અભેદ છું અને આ ‘ફર્સ્ટ’ અભેદ આટલો છું. મારે બીજું કશું જોઈતું નથી. મારે બુદ્ધિ જ નથી. એટલે અમને અભેદ લાગે, બધું પોતાનું જ લાગે. બુદ્ધિ હોય ત્યાં સુધી જ ભેદ પડે. બાકી બુદ્ધિ નહીં, ત્યાં ભેદ શો ? બુદ્ધિ તો ભેદ પાડે, દેખાડે જુદાઈ કે “આ મારું ને આ તારું.” જ્યાં બુદ્ધિ જ નથી, ત્યાં “મારુંતારું' રહ્યું જ ક્યાં છે ?! આ તો ભેદબુદ્ધિ ઉત્પન્ન થઈ છે – ‘હું જુદો ને આ જુદો.”
પ્રશ્નકર્તા ઃ અલગ થયો એટલી જ વાર. તો જ જુદાઈ લાગે ને ! દાદાશ્રી : અને અલગ થયો એટલે ઊંધો થયો. અમારે તમારી જોડે