________________
આપ્તવાણી-૯
૪૧૫
જાય તો પછી નકામો થાય, ‘યુઝલેસ’ થાય અને વાગે ય બહુ. નીચે હોય ને પડે તો વાગે નહીં બહુ. બહુ ઊંચે દોડ્યો હોય ઉપર, તે પડે તો વાગે બહુ. એટલે જ્યાં છો ત્યાં રહેજો, નીચે ના ઉતરશો પાછાં.
ને સ્વતંત્ર શબ્દ કશું લાવશો નહીં. અહીંથી લઈ જઈને તે જ શબ્દ વાપરજો; સ્વતંત્ર નવો મૂકશો નહીં. નવું સ્ટેશને ય બાંધશો નહીં. કે બાંધ્યું છે ? પાયા ખોદયા નથી ? નથી બાંધ્યું ? ચેતવણી તો હોવી જોઈએ ને ! નહીં તો ક્યાંય જઈને ઊભાં રહેશો ! હજુ તો માર્ગ બહુ જુદી જાતનો છે આ. અને કેટલી બધી આમ લોભામણી જગ્યાઓ આવે છે ! કોઈ દહાડો જોઈ ના હોય એવી લોભામણી જગ્યાઓ આવે છે. તે મોટા મોટા છેતરાયા
ત્યાં તમારું શું ગજું ? એટલે આ ‘દાદા ભગવાન'ના માર્ગથી ચાલો બરાબર. હેય ! ‘ક્લિયર રોડ ફર્સ્ટ કલાસ' !! જોખમ નહીં, કશું નહીં ! મોક્ષમાર્ગતા ભયસ્થાનો
માટે મોક્ષમાર્ગને બાધક આવ્યું એટલે છોડી દેવાનું અને ચાલો પાછા. એ ધ્યેય પર કહેવાય ને ! પોતાનો ધ્યેય ચૂકે નહીં, ગમે તેવાં કઠણ પ્રસંગોમાં પણ પોતાનો ધ્યેય ચૂકે નહીં એવું હોવું જોઈએ.
તમારે ધ્યેય પ્રમાણે કોઈ દહાડો ચાલે કે ? અવળું નહીં કશું ? એ તો સહજ થઈ ગયેલું, નહીં ?
પ્રશ્નકર્તા : એટલે મહીં ‘હેન્ડલ’ મારવાનું ચાલુ રાખવું પડે. દાદાશ્રી : ચાલુ રાખવું પડે ? પણ એ મહીંવાળા માને ખરાં ? તરત જ ?
પ્રશ્નકર્તા : તરત જ.
દાદાશ્રી : તરત ? વાર જ નહીં ? એ સારું. જેટલું માને એટલું છૂટા થયાની નિશાની. એટલા એનાથી આપણે છૂટા જ છીએ એ નિશાની. પોતાને લાંચ કશી છે નહીં. લાંચ હોય ત્યારે એ વાત માને નહીં. એની પાસે ‘પોતે' લાંચ ખાતો હોય તો એ આપણી વાત માને નહીં પછી. ‘પોતે’ સ્વાદ લઈ આવે, પછી ‘પેલા’ ના માને.
આપ્તવાણી-૯
આ વ્યવહાર તો પેલી બાજુ જ લઈ જાય ને ! અનાદિથી એક આરાધેલો માર્ગ એ જ ને !! વ્યવહાર તો હંમેશાં એ બાજુનું ટેવાયેલો જ હોય ને ! એટલે એ બાજુ જાય તોય આપણે આપણા ધ્યેય પ્રમાણે હાંકવાનું. બળદ તો જૂનો રસ્તો દેખે તો એ રસ્તે જ ચાલ્યા કરે. આપણે હવે આપણા રસ્તે ધ્યેય પ્રમાણે જવાનું. આ રસ્તે નહીં, આ બીજે રસ્તે જવાનું. ‘આમ ગ્લેંડ’ કહીએ.
૪૧૬
એટલે પોતે લાંચ ના લે તો પેલાં કહ્યા પ્રમાણે તરત જ ફરે. પણ લાંચ લે તો એ પછી માર ખવડાવે, બધી બાબતમાં માર ખવડાવે. એટલે ધ્યેયમાં પાછું નહીં પડવું જોઈએ.
પ્રશ્નકર્તા : એ લાંચ કેવી હોય ?
દાદાશ્રી : ચાખી આવે. અને ચાખતી વખતે પાછું મીઠું લાગ્યું હોય ને, તે બેસે ત્યાં આગળ. ‘ટેસ્ટ’ કરી આવ્યો એટલે પછી ફરી થોડુંક એકાદ-બે બોટલ પી આવે.
આ બધી ચોર દાનત કહેવાય. ધ્યેય પર જવું છે એ અને ચોર દાનત, એ બે સાથે કેમ કરીને રહી શકે ? દાનત ચોક્કસ રાખવી જોઈએ, કોઈ પણ લાંચ-રૂશ્વત સિવાય. આ તો એ મસ્તી ચાખવાની ટેવ હોય છે, એટલે આમ ત્યાં બેસીને જરા એ મસ્તીના આનંદમાં રહે. પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિની મસ્તી ?
દાદાશ્રી : ત્યારે બીજી શી ? એ એમાં જ ટેવાયેલો છે ને ! એટલે ‘આપણે’ કહીએ કે, ‘ના, અમારે તો હવે આમ જવાનું છે. મારે મસ્તી નથી જોઈતી. અમારા ધ્યેય પ્રમાણે ચાલવાનું છે.' આ પ્રકૃતિની મસ્તીઓ તો ભૂલભૂલામણીમાં લઈ જાય.
ધ્યેય તોડાવડાવે એ આપણા દુશ્મન. આપણો ધ્યેય નુકસાન કરાવે એ કેમ પોષાય ?! નહીં તો બ્રહ્મચર્ય પાળવું હોય અને અબ્રહ્મચર્યનાં વિચાર કરવા, એના જેવું થાય. વિચારમાં મીઠાશ તો આવે, પણ શું થાય ? એ ભયંકર ગુનો છે ને ! પછી પોતાનાં ધ્યેયમાં ‘ટી.બી.’ જ થાય
ને ! સડો જ પેસવા માંડે ને !!