________________
૪૧૧
આપ્તવાણી-૯ વાતચીત બનતાં સુધી કરવી નહીં. લોકોને આ જ્ઞાન સમજાવવા ના જશો. નહીં તો ઓળનું થઈ જશે ડોળ ! એક શબ્દ વીતરાગની વાણી બોલવી ને, એ તો બહુ મોટામાં મોટી મુશ્કેલી !
લોક તો ચોંટી પડે, લોકને શું ? લોક તો જાણે કે આપણને કંઈક માલ મળશે. કંઈક મળે એટલા માટે લોક ચોંટી પડે કે ના ચોંટી પડે ? પણ લોકોને કહી દેવું કે, ‘મારું આમાં કામ નહીં.’ અક્ષરે ય બોલાય નહીં. નહીં તો એમાં પોતાને ઓળનું થઈ જાય ડોળ !
પ્રશ્નકર્તા : પણ જે અનુભવ થયા હોય, એ કહેવાય ને ?
દાદાશ્રી : અનુભવ હોય નહીં. આ તો વાત બધી નીકળે, એ શબ્દો અમારા કહેલા નીકળે. તે શબ્દો ઊગી નીકળે બધા. બાકી, અનુભવ વસ્તુ તો ધીમે ધીમે થાય.
એટલે આખું વીતરાગ વિજ્ઞાન હાજર થવું જોઈએ. વિજ્ઞાનનો અંશ કોઈને ખબર છે નહીં. આ તો અમારી વાણી પેઠેલી એ નીકળે છે. અને કોઈક મોટો તીસ્મારખાં આવે ને, તો તોડી જ પાડે, ત્રણ જ શબ્દમાં તોડી પાડે. બુદ્ધિગમ્ય ચાલે નહીં ને ! બુદ્ધિગમ્ય તો જગતની પાસે નથી ? અરે, મોટાં મોટાં શાસ્ત્રોના શાસ્ત્રો મુખપાઠવાળા છે. એ એક શબ્દ બોલે તો ગૂંચાઈ જશો.
આ તો અમારું આપેલું ‘જ્ઞાન’ પરિણામ પામ્યું, તો પરિણામ પામીને એને ફરી ઉગે પાછું આ. અમારું આપેલું બીજ રૂપે પડ્યું હોય, તે ફરી ઊગે. ત્યારે ‘દાદાજી એમ કહેતા હતા’ એમ વાત કરો. પણ જે આમ વાણી સૂરે, તે થોડા દહાડા તો એમ લાગશે કે આ ‘દાદાજી' જેવું જ બોલી રહ્યા છે. પછી કયે ગામ લઈ જશે ! થોડા દહાડા પછી પછાડે, એ તો છોડે નહીં ને !!
બાળક બનવું, ‘જ્ઞાતી'તાં ! બીજા કોઈક આમ સુંવાળું બતાડે ને, કે ‘તમે બહુ સરસ બોલ્યા, તમે તો બહુ સરસ બોલ્યા.” ત્યારે કહેવું કે, ‘હું તો બાળક છું દાદાનો.'
૪૧૨
આપ્તવાણી-૯ એટલું જ ચેતવાનું. બીજી ભાંજગડમાં નહીં ઊતરવાનું.
એ અમારા શબ્દો પચી ને ઊગે ત્યારે વાણી નીકળશે. એ વાત જુદી છે. પણ એ શબ્દ શબ્દ હોવો જોઈએ. બાકી, કપોળ કલ્પિત ના બોલાય. અત્યારે આપણે ઉતાવળે શું છે ? ‘દાદા'ના બાળક રહેવું છે કે મોટા થવું છે ?
પ્રશ્નકર્તા : દાદાના બાળક રહેવું છે.
દાદાશ્રી : બસ. એ બાળક રહેવામાં મઝા છે. ‘સેફસાઈડ” ખરી ને જોખમદારી નહીં. ‘દાદા'ને ઊંચકવો પડે. અને એ કહેશે, ‘હું મોટો થયો.” ત્યારે કહીએ, ‘હા, તો ફરવા જા બહાર.’ અમે કહીએ કે “મોટો ના થઈશ.’ એવી પહેલી સમજણ પાડીએ. છતાં ય એ કહે કે, “ના, મારે મોટા થવું છે.' તો થવા દઈએ. ‘થા ત્યારે. ટપલાં વાગશે એટલે પાછો આવશે.” આપણું જ્ઞાન એવું છે કે ટપલું માર્યા વગર રહે નહીં. “આપણે” તો એમ કહેવું કે “હે ચંદુભાઈ, અમે તમને જાણીએ છીએ કે તમે કેવા છો. માટે અમને ફસાવશો નહીં.” એવી ‘આપણે વાતચીત કરીએ. ‘તમને આવડત આવે તો અમે તમારી જોડે છીએ, પણ અમને ફસાવ્યા તો આવી બન્યું જાણજો', કહીએ.
આમ કરતાં કરતાં જ મોટા થયેલાં ને ! બાબો ચઢે, પડે, ઊભો થાય એમ કરતાં કરતાં પહેલું ગાડી ધકેલે, એમ કરતો કરતો ચાલતો થાય ને ! એટલે એ રીતે ચલાય ને !! રસ્તો જ એ છે ને !!!!
માટે જો પૂર્ણ કામ કરવું હોય ને, તો એક જ વાત યાદ રાખવી કે કોઈ પૂછે તો કહીએ, ‘હું ના જાણું, દાદાજી પાસે જાવ.”
પૂર્ણતા વિતા પછાડે ‘ઉપદેશ' ! જયાં સુધી પૂર્ણાહુતિ ના થાય ત્યાં સુધી બોલવાની વાતમાં પડશો નહીં. એ પડવા જેવી વસ્તુ નથી. હા, આપણે કોઈને એટલું કહી શકીએ કે, ‘ત્યાં આગળ સત્સંગ સારો છે. આમ છે, તેમ છે, ત્યાં આગળ જાવ.” આટલી વાતચીત કરવી. ઉપદેશ તરીકે ના અપાય. એ ઉપદેશ આપવા જેવી વસ્તુ હોય. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે.