________________
આપ્તવાણી-૯
૨ ૧૧ લોભિયાનો વાંધો નહીં. તો ય લોભિયો કોઈ દહાડો જીતે. પણ લાલચુ ના જીતે.
લોભિયા કરતાંય લાલચુ બહુ ભારે હોય. લોભિયો સારો કે ધૂતારા ભૂખેય ના મરવા દે. ધૂતારા ભૂખ્યા કોણ રાખે ? બીજાં બધાં મરવા દે. પણ આ લોભિયો ના મરવા દે.
પ્રશ્નકર્તા: તો લોભિયામાં ને લાલચમાં ફેર શો છે ?
દાદાશ્રી : લાલચુ તો બધામાં લાલચુ ! લોભિયો તો, તેને લોભ એક જ બાબતમાં. પૈસા એકલામાં જ લોભ ! અને પૈસાના અંગે, જેમાંથી પૈસા પ્રાપ્ત થાય એ વસ્તુઓનો લોભ ! જ્યારે આ લાલચુને તો જે આવ્યું તે ! જરા ભાંગ આવે ને તો ય લાલચ, ગાંજો આવે તો ય લાલચ !! જેમાં ને તેમાં સુખ લે, ભોગવી લેવાની લાલચ !! લાલચુ માણસ વકરે એટલે ત્રાગાં કરે. ‘હું મરી જઈશ, આમ કરીશ કે આપઘાત કરીશ” એમ બીવડાવી મારીને ભોગવી લેવા ફરે, ને વકરે પાછો.
પ્રશ્નકર્તા : ત્યાં એને કઈ લાલચ છે કે જેથી એ વકરે છે ?
દાદાશ્રી : સુખ ભોગવી લેવાની. પેલાં ભોગવવા ના દેતાં હોય તે આવું વકરે કે ‘આપઘાત કરીશ, હું તો આમ કરીશ.”
પ્રશ્નકર્તા : લાલચ ખાસ કરીને વિષય માટે હોય ? દાદાશ્રી : વિષય માટે, ને બીજાં બધાં માટે ય હોય. પ્રશ્નકર્તા: એટલે બીજું, માન, પૂજાવાની કામના એવું બધું પણ ખરું? દાદાશ્રી: હા, એય હોય. અને દારૂ બહુ ના પીવા દે, તો ય આવું કરે. પ્રશ્નકર્તા : લાલચ વસ્તુની હોય કે વસ્તુમાંથી આવતા સુખની હોય ?
દાદાશ્રી : સુખનું જ છે ને ! “ વસ્તુનું નહીં. વસ્તુને તો શું કરવાનું ! વસ્તુમાંથી આવતા સુખની લાલચ છે.
પ્રશ્નકર્તા : લોભિયાને પણ એવું જ હોય ને ?
૨૧૨
આપ્તવાણી-૯ દાદાશ્રી : લોભિયો સારો, લોભ તો એને અમુક જ જાતનો હોય. બીજી કંઈ ભાંજગડ નહીં. એને તો સ્ત્રીની ભાંજગડ ઘણા ફેરો હોતી ય નથી, બીજાં સુખોની ય ભાંજગડ નથી હોતી. આ લોભની એકલી જ ભાંજગડ !
પ્રશ્નકર્તા : લોભિયા અને લાલચમાં ભારે કોનું કહેવાય ?
દાદાશ્રી : લાલચનું ! લાલચુને તો છૂટવાનો વારો ય ના આવે. સીધા માણસોને આવી તેવી ડિફિકલ્ટીઓ નથી આવતી. જ્યારે લાલચ માણસને અપમાન ભરેલી ‘લાઈફ’ રહેવાની.
પ્રશ્નકર્તા : તો ય એને અપમાનનું દુઃખ ના લાગે ?
દાદાશ્રી : એવું લાગે તો તો એ લાલચુ રહે નહીં ને ! વધુ લાલચને નફફટ કહે લોક !
પ્રશ્નકર્તા : એટલે જેને માનની પડેલી હોય તો તેને લાલચની પડેલી ના હોય ?
દાદાશ્રી : માનની પડેલી હોય તો તેને અવગુણો બહુ પેસે નહીં. અપમાનના ભયથી જ ના પેસે.
પ્રશ્નકર્તા : પણ માનની લાલચ પેસી જાય તો ?
દાદાશ્રી : હા, એય લાલચ હોય છે. એ જ લાલચ ! એને માનની ભીખ કહીએ છીએ અમે.
પ્રશ્નકર્તા : પણ લોભિયો એ પણ લાલચુ હોઈ શકે કે નહીં ?
દાદાશ્રી : નહીં. લોભિયામાં ને લાલચમાં બહુ ‘ડિફરન્સ' ! લોભિયો એટલે લોભિયો ને લાલચુ એટલે લાલચુ ! લોભિયો બેભાન ના હોય, લાલચુ બેભાન હોય. લાલચુ તો પોતાનું અહિત જ કર્યા કરે, નિરંતર અહિત કર્યા કરે.
પ્રશ્નકર્તા : એને પોતાને એમ ખબર પડતી હોય કે આ હું અહિત કરું છું ?