________________
આપ્તવાણી-૨
૧૫૩
૧૫૪
આપ્તવાણી-૨
તેનો કોર્ટમાં કેસ ચાલે ને પછી ન્યાય થાય. જે જે ભૂલો કરેલી તે તે ગુનો ભોગવવો પડે, તે ભૂલો ભોગવવી જ પડે. એ ભૂલોનો આપણે સમતાભાવે નિકાલ કરવાનો. એમાં કશું જ બોલવાનું નહીં. બોલે નહીં તો શું થાય? કાળ આવે એટલે ભૂલ આવે અને તે ભોગવાઇ ને નીકળી જાય. મોટી નાતોમાં આ બોલવાથી જ તો બધી ગૂંચો પડેલી છે ને ! માટે તે ગૂંચો ઉકેલવા મૌન રાખે તો ઉકેલ આવે એવું છે.
‘જ્ઞાની પુરુષ'ની વાણી તો પ્રત્યક્ષ સરસ્વતી હોય અને તે સાંભળતાં સાંભળતાં બધું આવડી જાય. જે જે નિમિત્ત આવે તે તે ભૂલનો ભોગવટો આપીને જાય. આ સુખ મળે છે તે નિમિત્તથી જ સુખ મળે છે ને દુઃખે ય નિમિત્તથી જ મળે છે !
જે ગાંઠથી બીજ પડે છે તે ઊડી જાય. જેટલી વખત પ્રતિક્રમણ કરે તેટલાં પડ ઊખડે. પ્રતિક્રમણ કર્યું એટલે પડ ઉખડયે છૂટકો. ‘દાદા'ની હાજરીમાં આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવાનાં એટલે દોષો ધોવાઇ જાય ને ફરી ભૂલ થાય તો ફરીથી પ્રતિક્રમણ કરવાનું. છતાં, જગતના લોકો કહેશે કે, ‘ફરી ફરી એનાં એ જ કર્મ કરે છે અને ફરી ફરી પ્રતિક્રમણ કરે છે.’ હા, એનું નામ જ સંસાર છે !
લાલ વાવટો ? - થોભો !
“જ્ઞાની પુરુષ' ગૂંચો પાડેલી નહીં, તેથી તેમને અત્યારે બધું આગળ ને આગળ વૈભવ મળ્યા કરે. અને તમને બધાંને અત્યારે આ અવતારમાં ‘જ્ઞાની પુરુષ' મળી ગયા છે, માટે પાછલી ગૂંચોનો સમભાવે નિકાલ કરી, નવી ગૂંચો ફરી ના પાડશો, તો ફરી એ ગૂંચો નહીં આવે અને ઉકેલ આવી જશે.
કોઇ આપણી સામે લાલ વાવટો ધરે તો તે આપણી ભૂલ છે. જગત વાંકું નથી. આપણા વાંકથી એ લાલ વાવટો ધરે છે. માટે આપણે પૂછીએ કે, “ભઇ, અમારી શી ભૂલ થઇ છે ?” તો એ કહે કે, ‘આ તમે દસ દિવસ પછી જવાના હતા ને સાતમે દિવસે કેમ જાવ છો ?” તો અમે ખુલાસો કરીએ, પછી તે લીલો વાવટો ધરે ત્યાર પછી જ અમે જઇએ. ભૂલને તો ભૂલ કહી ભાંગવી તો પડશે જ ને ! એ ભૂલ જો સામો ના ભાગે તો આપણે જ ભાંગવી પડશે ને ? અમને કોઇ લાલ વાવટો ના ધરે ને ધરે તો અમે પૂછીએ કે ‘શી વિગત બની ? શાથી લાલ વાવટો ધરે છે ?” લોકો તો લાલ વાવટો ધરે એટલે બૂમાબૂમ કરે, ‘અલ્યા, જંગલી છે તું? શું કામ ઊંધું કરે છે ?” આ લાલ વાવટો ધર્યો, માટે ધેર ઇઝ સમથિંગ. અમને તો નાનાં છોકરાં પણ દબડાવી શકે. જગતના લોકો લાલ વાવટો ધરનારને કહે કે તારામાં આમ નથી ને તું તો આવો છે, અક્કલ વગરનો છે. ને આ મોટા અક્કલના કોથળા ! વેચવા જાય તો ચાર આના ય ના આવે. અમારામાં પહેલેથી અક્કલ ઓછી. અમે તો અબુધ કહેવાઇએ. આ તો આપણી ભૂલ છે તેથી લાલ વાવટો ધરે છે. એને ખુલાસો કરીએ તો તો તે પછી જવા દે.
ગ્રંથિ-ટેવ, સ્વભાવમય ! પોતાના બધા જ દોષો દેખાવા જોઇએ, એટલે દોષ કહે, ‘આપણે આ ઘર છોડો.” આ દોષ દેખાયો પછી જયારે ત્યારે એને ગયે જ છૂટકો. કેટલાક દોષો તો આ ડુંગળીના પડની પેઠે હોય. ડુંગળીને આઠ, દસ પડ હોય, તેમ દોષોને ય તેટલાં પડ હોય. કેટલાક દોષોને બે, પાંચ તો કેટલાકને સો સો પડ હોય ! માટે ‘અમે કહ્યું છે કે, “મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું ને મારા સ્વ-સ્વભાવને પણ ‘હું' જાણું છું.”
હવે સ્વભાવ એટલે શું ? કે કોઇને દસ પડવાળી ડુંગળી હોય, કોઇને સો પડવાળી ડુંગળી હોય અને કોઇને લાખ પડવાળી હોય ! મન, વચન, કાયાની ટેવોનો ફેરફાર ના થાય. ટેવોનો વાંધો નથી. ટેવોનો ફેરફાર ના ય થાય. કારણ કે પ્રકૃતિનો ફેરફાર ના થાય, પણ સ્વભાવ ઊડી જાય.
યથાર્થ લૌક્કિ ધર્મ ! જગતના લોકોને અમે લૌકિક માર્ગ બહુ સરળ આપીશું. આ ક્રિયાકાંડના તોફાન નહીં આપવાનાં. કોઈ ગામડાનો માણસ આવે તેને કહીએ કે ‘સત્ય બોલજે, ચોરી કરીશ નહીં, દયા રાખજે, જૂઠું કરીશ નહીં.”