________________
આપ્તવાણી-૨
૧૫૧
૧૫૨
આપ્તવાણી-૨
પોતાની જ ભૂલ છે એમ જો ના સમજાય તો આવતા ભવનું બીજ પડે. આ તો અમે ટકોર મારીએ. પછી ના ચેતે તો શું થાય ? અને આપણી ભૂલ ના હોય તો મહીં સહેજ પણ ડખો ના થાય. આપણે નિર્મળ દ્રષ્ટિએ જોઇએ તો જગત નિર્મળ દેખાય અને આપણે વાંકું જોઇએ તો વાંકું દેખાય. માટે પ્રથમ પોતાની દ્રષ્ટિ નિર્મળ કરો.
મુક્ત પુરૂષ જ છોડાવે ! આ બધી ભૂલ તો ખરીને ? એની તપાસે ય નથી કરીને ?
પ્રશ્નકર્તા : આમાંથી નીકળવાની કોશિશ કરીએ છીએ, પણ વધારે ખેંચતા જઈએ છીએ.
દાદાશ્રી : ના, એવી કોશિશ જ ના કરશો. અહીં ખોદવાનું છે ને ભાઇ બીજે ખોદી આવે તો પછી એનું શું થાય ? ઊલટો દંડ થાય ! એવું આ લોકો ઊંધી કોશિશ કરે છે. એનાં કરતાં કોઇ છૂટેલો હોય તેની પાસે જા તો તારો છૂટકો કરી આપે. આ તો પોતે જ ડુબેલા તે બીજાને શી રીતે તારે ? જે ડોક્ટરો તરેલા નહીં, પોતે જ ડૂબકાં ખાતા હોય તે બીજાને શી રીતે તારે ? કોઇ ફેરો સંજોગ સારો બાઝયો નથી. હવે આ સારો સંજોગ જ્ઞાની પુરુષ'નો બાઝયો છે તો તમારું કામ નીકળી જશે. જયારે ત્યારે ભૂલ તો ભાંગવી જ પડશેને ? અતિ અતિ મુશ્કેલ શું છે ? “મોક્ષદાતા પુરુષ' ! અને “મોક્ષદાતા” મળ્યા પછી તમને બંધનમાં શું કામ રાખે ?
અમે તમને ‘સ્વરૂપ જ્ઞાન' આપ્યું તે પછી તમને જે દશા ઉત્પન્ન થઇ છે તે કૃષ્ણ ભગવાને કહેલી ‘સ્થિતપ્રજ્ઞ' દશા કરતાં ઘણી ઊંચી દશા છે. આ તો “પ્રજ્ઞા” કહેવાય !! તેનાથી રાગદ્વેષને નીંદી નાખવાના.
પ્રાકૃત ગુણોતો મોહ શો ? પ્રશ્નકર્તા : દાદા, આપણે દોષ નહિ જોવાના ને ગુણો જોવાના ?
દાદાશ્રી : ના. દોષો ય નહીં જોવાના ને ગુણો ય નહીં જોવાના. આ દેખાય છે એ ગુણો તો બધા પ્રાકૃત ગુણો છે. તે એકે ય ટકાઉ નથી. દાનેશ્વરી હોય તે પાંચ વર્ષથી માંડીને પચાસ વર્ષ સુધી એ જ ગુણમાં રહ્યો હોય, પણ સનેપાત થાય ત્યારે એ ગુણ ફરી જાય. આ ગુણો તો વાત, પિત્ત અને કફથી રહ્યા છે અને એ ત્રણેમાં મેલ થાય તો સનેપાત થાય ! આવા ગુણો તો અનંત અવતારથી ભેળા કર કર કર્યા છે. છતાં, આમાં પ્રાકૃત દોષો ભેગા ના કરવા જોઇએ. પ્રાકૃત સારા ગુણો પ્રાપ્ત કરે તો ક્યારેક આત્મા પ્રાપ્ત કરી શકશે. દયા, શાંતિ એ બધા ગુણો હોય તે પણ જો વાત, પિત્ત ને કફ બગડયાં તો તે બધાને માર માર કરે. આ તો પ્રકૃતિનાં લક્ષણ કહેવાય. આવા ગુણોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. તેનાથી કોઇક અવતારમાં ‘જ્ઞાની પુરુષ’ મળી આવે, તો કામ થાય. પણ આવા ગુણોમાં બેસી રહેવું નહીં, કારણ કે કયારે એમાં ફેરફાર થઇ જાય એ કહેવાય નહીં. એ પોતાના શુદ્ધાત્માના ગુણો નથી. આ તો પ્રાકૃત ગુણો છે. એને તો અમે ભમરડા કહીએ છીએ. આખું જગત પ્રાકૃત ગુણોમાં જ છે. આખું જગત ભમરડા છાપ છે. આ તો સામાયિક પ્રતિક્રમણ પ્રકૃતિ કરાવે અને પોતાને માથે લે છે, ને કહે છે કે “મેં કર્યું!” તે ભગવાનને પૂછે તો ભગવાન કહે કે, “આ તો તું કાંઈ જ કરતો નથી.’ આ કોઈ દિવસ પગ ફાટતો હોય તો કહે “હું શું કરું ?” પ્રકૃતિ પરાણે કરાવે છે ને કહે છે કે “મેં કર્યું !” અને તેથી તો એ આવતા અવતારનું બીજ નાખે છે. આ તો ઉદયકર્મથી થાય અને એનો ગર્વ લે. આ ઉદયકર્મનો ગર્વ લે એને સાધુ શી રીતે કહેવાય ?
આ જગત ‘વ્યવસ્થિત’ છે. તે ‘વ્યવસ્થિત શક્તિ', જે આપણી ગુનેગારી હતી તે પાછી આપણી પાસે મોકલે. તેને આવવા દેવી અને આપણે આપણા મોક્ષમાં રહીને તેનો નિકાલ કરી નાખવાનો. ગયા અવતારમાં જે જે ભૂલો કરેલી તે આ અવતારમાં આવે, તેથી આ અવતારમાં આપણે સીધા ચાલીએ તો ય તે ભૂલ્લ નડે, એનું નામ ગુનેગારી
ગુનેગારી - પાપ પુણ્યતી ! આ ગુનેગારી બે પ્રકારની છે : અમને ફૂલો ચઢાવે તે ય ગુનેગારી અને પથરા પડે તે ય ગુનેગારી ! ફુલો ચઢે એ પુણ્યની ગુનેગારી અને પથરા પડે એ પાપની ગુનેગારી છે. આ કેવું છે ? પહેલાં જે ભૂલો કરેલી