SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ આપ્તવાણી-૨ જ તીખાં હોય. અત્યારે કળિયુગમાં એક તીખો, બીજો ખાટો, તો ત્રીજો વળી કડવો એમ જુદી જુદી પ્રકૃતિના માણસો હોય તેથી એડજસ્ટમેન્ટ જ ના થાય. આ ધણી વહેલો ઊઠે અને બૈરી મોડી ઊઠે, તે પછી સવારના પહોરમાં કકળાટ ઊભો થાય. ને આવી રીતે સંસાર ખારો કરી મૂકે. પણ જો પ્રકૃતિને એડજસ્ટ થતાં આવડી જાય તો કામ થઇ જાય. “ભજિયાં સારાં છે', એવું તો બોલાય પણ નાટકી ભાષામાં, તે ય સામાને સારું લાગે એટલા માટે કહીએ. કઢી ખારી થઇ હોય પણ એમ કહીએ કે, “ખારી થઇ છે', તો સામાના અહમને ડંખ પહોંચે. જો કહેતાં આવડે તો કહેવું, નહીં તો બીજો રસ્તો કાઢવાનો. ધીમે રહીને પાણી નાખીને કઢી પી લઇએ. આ તો “જ્ઞાન” છે, માટે જગત જે આપે તે બધું ઘોળીને પી લઇએ. એવું છે, મહીં તો ગજબની શક્તિ પડેલી છે ! કઢી ખારી હોય તો પ્રકૃતિ તો ખારી કઢી પણ પી જશે. “આપણે” તો ‘જાણનાર' છીએ. પ્રકૃતિની બહાર કોઇ માણસ ચાલતો નથી. ‘અમારે” “જ્ઞાન” થતાં પહેલાં પણ બધાં જ એડજસ્ટમેન્ટનું જ્ઞાન હાજર રહેતું કે અહીં શું કરવા યોગ્ય છે. એ બધું ઓન ધી મોમેન્ટ હાજર રહે. જગત છે માટે બધું જ હોય. કાંકરા ના ફાવતા હોય તો શું ઘઉં નહીં લાવવાના ? ના, એ તો ઘઉં લાવવાના અને કાંકરા વિણવાના! જયાં આગળ પ્રકૃતિ અંતરાય ત્યાં ઓસ્ટ્રક્ટ થાય. એટલે પ્રકૃતિ જયાં જયાં અંતરાય ત્યાં ત્યાં ટૉર્ચ લાઇટ મૂકવી પડે, ને જોઇ લેવાનું! ‘પોતાની’ ભૂલો તો સેન્ટ પરસેન્ટ દેખાવી જોઇએ. મહાવીર ભગવાન પણ માત્ર પોતાની જ પ્રકૃતિને ‘જો, જો’ કરતા હતા કે પ્રકૃતિ શું શું કરે છે ને શું શું નથી કરતી. જે વ્યવહાર એક ફેર આપણે ના કરવો હોય છતાં કરવો પડે, તો જાણીએ કે આપણી ઇચ્છા નથી છતાં ય થાય છે. માટે પ્રકૃતિ આપણી પર સવાર થઇને બેઠી છે. આ તો સવાર થવા દેવાની ના હોય, તેથી આપણે પ્રકૃતિને ઘોડો બનાવીએ અને “આપણે” એની ઉપર સવાર થઇએ. પ્રકૃતિ-થોડો ના ચાલેને તો હંટર મારીએ; કહીએ, ચાલ, એટલે પછી એ ચાલે. આ તો અનંત અવતારની કુટેવ પડેલી, અટકણ પડેલી. તેથી પ્રકૃતિ સવાર થઇ બેસે છે. પણ આત્મા તેવો નથી. આ તો પ્રકૃતિ પોતે કહે છે કે ભગવાન, તમે ઉપર બેસો. પણ આ નહીં સમજાવાથી પ્રકૃતિને માથે ચઢાવે છે. રૂપિયા બે હજારનો વિક્ટોરિયા ગાડીનો ઘોડો હોય પણ કબરનું લીલું કપડું જુએ ને અટકી જાય એ અટકણ છે. એવા લોકો અટકણવાળા થઇ ગયા છે. અટકણ તો કાઢવી પડે ને ? પ્રકૃતિને સવાર ના થવા દેવી. પ્રકૃતિને સવાર થવા દેવી એ કાંઈ રીત છે ? એના કરતાં તો નિરાંતે તમે એની ઉપર સવાર થાવ ને ! અમને કોઈ કહે કે ચાલો છેલ્વે સ્ટેશને, તો અમે તૈયાર ને કહે કે ચાલો લગનમાં, તો ય અમે તૈયાર. આપણી પ્રકૃતિ તૈયાર રહેવી જોઇએ. આ તો કલાક સુધી નક્કી કરે કે નથી કરવું આ કામ. પણ પછી કરવું પડે તો તેના કરતાં સરળ થઇ જા ને. આ ‘વ્યવસ્થિત’ છોડે તેમ નથી. માટે સરળ થઇ જા. કવિએ શું કહ્યું છે : અટકણથી લટકણ, લટકણથી ભટકણ, ભટકણની છટકણ પર છાંટો ચરણ-રજ કણ.” – નવનીત ‘આ’ અટકણ છે, એવું આપણે જાણ્યું એટલે એ અટકણ તૂટતી જાય. પ્રકૃતિ તો અજાયબી છે ! પણ ભાન ના રહ્યું કે, કેવી રીતે કામ કાઢવું. પોતે પ્રકૃતિ સ્વરૂપ થઇ ગયો ! તેથી ઘોડો આમ નાસે તો પોતાને તેમ નાસવું પડે. એના કરતાં પ્રકૃતિને લગામ નાખીને નિરાંતે ઘૂમોને ! પ્રકૃતિ નિયમવાળી છે. મનનો સ્વભાવ અનિયમવાળો છે. કોઇનું પાકીટ કાપીને ૩૦ રૂપિયા હાથમાં આવે તો પાંચ રૂપિયા ‘પતિયાને દાન આપે અને પચીસ રૂપિયા બહેનને આપી દે, આવું છે ! મનનો સ્વભાવ ઘડીમાં દાન આપે અને ઘડીમાં ચોરી કરે. મનનો સ્વભાવ વિરોધાભાસવાળો છે. પ્રકૃતિ નિયમવાળી છે. પ્રકૃતિ ઓળખાય તો વશ થાય એવી છે. માટે પ્રકૃતિને પૂરેપૂરી ઓળખી લેવી જોઇએ. પ્રકૃતિમાં જે લોકનિંઘ કાર્ય નથી એનો વાંધો નથી. આ ચા-પાણી,
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy