________________
આપ્તવાણી-૨
આપ્તવાણી-૨
કહે ત્યારે ચોટલી બાંધીને જાગે. અલ્યા, સહજ થઇ જા ને ! ‘સહજ’ એટલે પ્રકૃતિ પ્રેરણા આપે તેમ ચાલે. પ્રકૃતિ વિષયી નથી, વિષયી હોત તો આ જનાવરમાં ય તે દેખાત. વિષયી એ પોતાનો વિકૃત સ્વભાવ છે. પ્રકૃતિ તો સહજ સ્વભાવમાં છે. એને ખાવા, પીવા દાળભાત જોઇએ. એ કંઇ ઢોકળાં નથી માંગતી. ખટ(છ) રસ માગે છે. તે સહજ રીતે મળી જાય તેમ છે, ત્યારે આ બટાટાવડાં માગે ! સહજમાં કોઇ દોષ નથી, વિકૃતમાં દોષ છે. ‘જ્ઞાની પુરુષ' પોતે પોતાના સ્વભાવમાં રહે અને પ્રકૃતિને પ્રકૃતિમાં રાખે.
ઘર - પ્રકૃતિઓતો બગીચો આ જગતમાં જે થાય તે પ્રકૃતિના ગુણોથી થાય છે, આત્માના ગુણોથી નથી થતું. માટે દરેક પ્રકૃતિના ગુણોને ઓળખી લેવા જોઇએ. પ્રકૃતિના દોષથી સામેવાળો દોષિત લાગે. આપણે પોતે પ્રકૃતિ ગુણોને જ જોવાના. એથી શું થાય કે ‘પેલા’ દોષોને જાડા થવાનો અવકાશ જ ના મળે.
અમારે આટલાં બધાં હજાર મહાત્માઓ છે છતાં કેમ બધાં સાથે ફાવે છે ? કારણ કે બધી પ્રકૃતિઓ ઓળખીએ. એના કાંટાને અમે ના અડીએ; અમે તો એનાં ફૂલોને જ જોઇએ !
ગુલાબની જો ચંપો ભૂલ કાઢે કે, ‘તારામાં કાંટા છે, તારામાં ભલીવાર નથી’, તો ગુલાબ એને કહેત કે ‘તું તો ઠંડા જેવો દેખાય છે' ને ઝઘડો થઇ જાય. અને જો બગીચામાં આ પ્રકૃતિઓ બોલતી હોત તો આખા બગીચામાં વઢવઢા થઇ જાય. તેમ આ સંસાર બગીચો જ છે. આ પ્રકૃતિ બોલે છે તેથી બીજાની ભૂલ કાઢીને વઢવઢા થઇ જાય છે.
મનુષ્યની પ્રકૃતિ જાતજાતની હોય છે. પહેલાં સત્યુગમાં બધાં ઘરનાં ગુલાબ જેવાં હોય. અત્યારે તો એક મોગરો, એક ચંપો, એક ગુલાબ એવું જુદું જુદું આ કળિયુગમાં ભેગું થાય ! બધી જુદી જુદી પ્રકૃતિ ભેળી થાય. આ નાનાં, મોટાં બધાં ભેગાં થઇ જાય તેમ. તેમાં આ બાપને થાય કે મારા જેવાં બધાં ગુલાબ થાય. પણ જો ચંપો થાય તો બાપ કહેશે
કે ના ચાલે, બધાં ગુલાબ જ જોઇએ. અલ્યા, આ પ્રકૃતિનો બગીચો તો જો ! બધાં જ ગુલાબ થાય તો તો બગીચો શી રીતે કહેવાય? એ તો ગુલાબનું ખેતર કહેવાય ! તારે બગીચો ખીલવવો છે કે ખેતર?
કળિયુગમાં બાપ ઝીણો હોય, મા ઝીણી હોય ને છોકરો લાફો હોય તો મા-બાપ છોકરાને લાફો કહે. અલ્યા, જરા ધીરજ તો રાખ. આ લાફાપણાની પ્રકૃતિને કુલાં આવશે. આ ‘દાદા'ની દ્રષ્ટિ મળી જાય તો પ્રકૃતિભેદ ના પડે ને વઢવાડો ના થાય. દરેક પ્રકૃતિને ફૂલ આવશે. માટે રાહ જુઓ. આ તો લોક શું કરે કે ગુલાબને ફૂલ આવ્યાં હોય ને ચંપાને ના આવ્યાં હોય તો ચંપાનો દાંડો કાપી નાખે. પણ ધીરજ રાખે તો ફૂલ સુંઘવા મળે. દરેકની પ્રકૃતિને ફૂલો આવશે. આ ગુલાબનો છોડ જુએ અને ફૂલ ના જુએ તો કહે કે આ કાંટાળો છોડ છે, માટે ઉખેડી નાખો. ના અલ્યા, આ કાંટા છે માટે એની સામે બીજા કોઇ સારા ગુણ હશે, એવો કુદરતમાં નિયમ છે. તેથી રાહ જુઓ. ધીરજથી જુઓ. તે કાંટાળા છોડમાં ગુલાબ નીકળશે.
એક બાપ એના છોકરાને મારતો હતો. અલ્યા, ના મરાય. જો ઠપકો આપીએ અને જો એ સાંભળે એવો હોય તો ઠપકો અપાય. નહીં તો કળિયુગમાં ઠપકો આપીએ તો છોકરાં અવળે રસ્તે ચઢી જાય. એને તો વાળવાના પ્રયત્ન કરાય.
આપણામાં ભલીવાર હશે તો ‘હાથીઆ થોરમાં ય પ્રગટે સુવાસ.' આ પ્રકૃતિ એક બાજુ રાશી હોય તો બીજી બાજુ ઊંચી હોય એવું છે.
આ તો એવું છે ને કે બેન્ડમાં એકલો રામ ઢોલ જ હોય તો એને બેન્ડ કેમ કહેવાય ? એમાં તો એક રામઢોલ, એક પીપૂડીવાળો, એક વાજાવાળો એમ બધા જુદા જુદા વગાડનારા જોઇએ. તો જ તે બેન્ડ ખીલે. કયારે કઇ પ્રકૃતિને કેવાં ફૂલ આવે એ કહેવાય નહીં. માટે ધીરજ ધરવી
બધામાં શક્તિ જુદી જુદી હોય ને ખોડ પણ જુદી જુદી હોય. આ સત્યુગમાં કેવું હતું કે ઘરમાં એક તીખી પ્રકૃતિનો હોય તો ઘરનાં બધાં