________________
આપ્તવાણી-૨
પ૯
આપ્તવાણી-૨
આ બધાં કોણ ? એ બધાનો ફોડ અમે અહીં આપીએ છીએ.
‘આ’ શ્રુતજ્ઞાન કેવું કહેવાય છે ? અપૂર્વ. પૂર્વે જે નહોતું સાંભળ્યું તેવું અપૂર્વ ! શું આ શ્રુતજ્ઞાન વીતરાગોનું ન હોય ? એ જ છે, વીતરાગો જે સ્ટેશને લઇ જતા હતા તે જ સ્ટેશને ‘આ’ પણ લઇ જાય છે. પણ રસ્તો નિરાળો છે ! પેલો રસ્તો ‘ક્રમિક’ અને ‘અક્રમ’. ‘આ’ તો કામ કાઢી લેવાની જગ્યા છે, ‘આ’ કોઇ ધર્મનું સ્થળ નથી. પોતાનું બધી જ રીતનું કામ થાય. મોક્ષ હાથમાં આવી જાય ત્યાં કામ પૂર્ણ થાય. જયાં સર્વ સમાધાની જ્ઞાન છે કે જે કોઇ પણ સંજોગોમાં, કોઇ પણ સ્થિતિમાં સમાધાન આપે. સમાધાન થવું જ જોઇએ. જો આ જ્ઞાન સમાધાન ના કરાવે તો એનો અર્થ એ કે તમને સમાધાન કરતાં આવડતું નથી. નહીં તો સમાધાન અવશ્ય થવું જ જોઇએ. અમારી આજ્ઞામાં રહે તો સમાધાન થાય છે. અહીં આવડત, અનૂઆવડતનું જોવાનું નથી. આવડતવાળાને આવડતની ખુમારી રહે છે. પંડિતોને પંડિતાઇની ખુમારી હોય, ત્યાગીને ત્યાગની ખુમારી હોય, તપસ્વીને તપની ખુમારી હોય; એ જ તો મોટો રોગ, મહારોગ છે ! એ મહારોગી બીજાનાં રોગ કાઢવા જાય તો શી રીતે બીજાનો રોગ જાય ? આ ડિરેક્ટ વીતરાગીની વાત છે. અહીં ઇન્ડિરેક્ટ એક પણ શબ્દ નથી ! ચોવીસે ય તીર્થકરોની વાત અહીં નીકળે છે. આ ઉપદેશ સર્વકાળને અનુસરીને નીકળે એટલે ચોવીસે ય તીર્થંકરોનો ભેગો ઉપદેશ ‘આ’ છે ! સાધુ-સંન્યાસીઓને ખુમારી ચઢે એ તો રોગ ‘ક્રોનિક રોગ” કહેવાય. આવા કષ્ટસાધ્ય રોગની દવા ના હોય. એ તો અમારે કડક શબ્દોથી ઓપરેશન કરવું પડે. અહીં કોઇને ખોટું લાગે નહીં, કારણ કે બધા સમભાવે નિકાલ કરવાવાળા મહાત્માઓ છે અને દસ-બાર વર્ષથી આ મહાત્માઓ અહીં છે. પણ બધાનો એક જ મત અને એક જ અભિપ્રાય. કયારે ય પણ મતભેદ જ નહીં. જાત્રાએ જઇએ તો ય એક્ય મતભેદ જ નહીં. વિભક્ત નહીં, અવિભક્ત! ‘અમે’ ઔરંગાબાદ સત્સંગાથે જઇએ તે એક જ મકાનમાં એંસીથી સો માણસો હોઇએ. છતાં, કોઇનો એક અવાજ પણ ના હોય, એક મતભેદ ના હોય. બધા જમે, કરે પણ કોઇને ખબર ના પડે કે ઘરમાં કેટલા જણ છીએ ! અને ચાલે સરસ રેગ્યુલર, આવું તો જોયું જ ના હોય ને ! વર્લ્ડમાં કોઇ જગ્યાએ આવું
જોવાનું સ્થાન જ ના મળે ! આવું સ્થૂળભાવ જોવા મળે તો ય કલ્યાણ થઇ જાય. અને પાછું એકે ય લૉ નહીં. જયાં લૉ છે ત્યાં ‘વીતરાગી જ્ઞાન’ ના હોય. સંપૂર્ણ ‘વીતરાગી જ્ઞાન’ જયાં લૉ છે ત્યાં ના હોય, છતાં અહીં સંપૂર્ણ વિનયથી ચાલ્યા કરે. અને જેને પૈસા ખર્ચવા હોય તે ખર્ચ છતાં કોઇને એમ ના લાગે કે આ મોટું છે ને આ નાનું છે. બધાંને સમાનતા રહે. આ તો અજાયબ માર્ગ છે, આશ્ચર્ય માર્ગ છે, એટલે કામ કાઢી લેવાનું છે. અહીં દસ વર્ષથી અમારી વાણીનું લખાણ થાય છે. છતાં નહીં ઓફિસ કે નહીં સેક્રેટરી કે નહીં કાયદો. ગમે ત્યાં બોલાયું હોય પણ લખાઇ જાય અને પાછું બધું ઠેકાણે રહે ! ને ઓફિસવાળાનાં તો કાગળો રઝળતા હોય !
‘ક્રમિક માર્ગ’નાં જ્ઞાનીઓનો નિયમ એવો હોય કે ૮૦ ટકા સુધી જ્ઞાની પહોંચેલા હોય તો તે ૭૮ ટકાના જ્ઞાની પાસે પગે લાગવા ના જાય, ૮૨ ટકાવાળા પાસે જ જાય. જયારે “અક્રમ માર્ગ’ના જ્ઞાનીનું કેવું છે ? ‘અમે’ સો ટકાવાળા છીએ છતાં પાંચ ટકાવાળા પાસે જઇને અમે પગે લાગીએ. જેનો કેફ ઊતરી ગયો છે એને શો વાંધો આવે ? અમને તો આત્માની જ દ્રષ્ટિ હોય. અમે ઓછા ટકાવાળાને શા સારુ પગે લાગીએ ? એને ડાહ્યો બનાવવા કે “મહારાજ, આ તમારું સાચું નથી.’ અમારે તો કેફ ચઢે નહીં પણ એને કફ વધે એટલે અમે કારણ સિવાય જઇએ નહીં, નહીં તો એનો રોગ વધે.
ઋષભદેવ ભગવાનના વખતથી અત્યાર સુધી ‘ક્રમિક માર્ગ’નાં જ્ઞાની હોય તેને બે કે ત્રણ શિષ્યો હોય. એ ત્રણ શિષ્યોને સાચવે ને પોતે તપ-ત્યાગ કરે ને તે શિષ્યો પાસે ય કરાવે. આ ત્રણથી વધારે નહીં એવું ઇતિહાસ કહે છે. જયારે આ પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ માટે દસ લાખ વર્ષે ય આવો માર્ગ નીકળે છે ને! પ્રત્યક્ષ વગર કાંઇ વળે નહીં. ‘વીતરાગ વિજ્ઞાન' પ્રત્યક્ષ સિવાય કામ લાગે તેવું નથી ! અને આ તો “અક્રમ વિજ્ઞાન' તેમાં તો કેશ ડિપાર્ટમેન્ટ, કેશ બેન્ક અને ક્રમિકમાં તો ત્યાગ કરે પણ કેશ ફળ ના આવે અને આ તો કેશ ફળ!
આવું જ્ઞાન આ સાડાત્રણ અબજની વસતિમાં કોને ના જોઇએ ? બધાંને જોઇએ. પણ આ જ્ઞાન બધાંને માટે ના હોય. એ તો મહા