________________
આપ્તવાણી-૨
પ૭
૫૮
આપ્તવાણી-૨
બેઠેલી હોય તેને પણ શુકલ ધ્યાન ના હોય. કારણ કે આ કાળમાં ‘ક્રમિક માર્ગમાં કોઇ સાતમા ગુઠાણાથી આગળ જઈ શકે નહીં.
“અક્રમ માર્ગ'માં “જ્ઞાની પુરુષ’ ‘ક્ષાયક સમક્તિ’નો તાંતો નાખી આપે છે એટલે પેલો કષાયનો તાંતો રહેતો નથી. ‘આ’ તાતો હોય તો પેલો (કષાયોનો) ના હોય ને પેલો (કષાયોનો) તાંતો હોય તો ‘આ’ ના હોય !
‘ક્રમિક માર્ગ'માં ગાઢ સમકિત, શુદ્ધ સમકિત થાય ને ત્યાર પછી બે ભાગ પડી જાય. દર્શન મોહનીય બંધ થઇ જાય અને પછી ધંધા બધું રહે. એ ચારિત્ર મોહનીય રહે. તે ચારિત્ર મોહનીય ખપાવ ખપાવ કરે. પણ અત્યારે તો આ લોકો શું કરે છે ? દર્શન મોહનીય કાઢયા વગર ચારિત્ર મોહનીયને મારીને કાઢવા માગે છે, એ શી રીતે જાય ?
આપણે અહીં “અક્રમ માર્ગ'માં ચારિત્ર મોહનીયનો ‘નિકાલ કરીએ છીએ. અમે “જ્ઞાન” આપીએ છીએ ત્યારે દર્શન મોહનીય ઉડાવી દઇએ છીએ અને ચારિત્ર મોહનીયને નિરસ કરી નાખીએ અને એનાંથી નવો રસ ઉત્પન્ન ના થાય ને નવો દર્શન મોહ રહે જ નહીં. રસ ઉત્પન્ન થાય છે તેથી તો દર્શન મોહનીય ઊભી છે; નિરસથી ચાર્જ બંધ થાય.
‘ક્રમિકવાળાને ચારિત્ર મોહનીય નિરસ કરવી પડે. તેથી તો તપત્યાગ ભારે કરવાં પડે. તેનાથી ચારિત્ર મોહનીય નિરસ થાય. ‘ક્રમિક' વાળાને એના માટે બાહ્ય તપ કરવાં પડે. જયારે આપણે અહીં “અક્રમમાં આંતરિક તપ હોય. તે હૃદય તપીને ૮૦ ડિગ્રી, ૮૫ ડિગ્રી, ૯૦ ડિગ્રી, ૯૫ ડિગ્રીએ પહોંચે અને તેને આપણે જાણીએ કે ૯૯ ડિગ્રીથી આગળ વધવાનું નથી. કારણ કે ઓછો દેવતા છે તે સળગવાનો ? ! તે ધીમે ધીમે પાછું ઠંડું થઇ જાય. આપણને તપે ત્યારથી તે ઠંડું થઇ જાય ત્યાં સુધી બધાંને, બધી અવસ્થાને, જાણીએ. એટલે આપણને અંતરતા હોય. તેનાથી ચારિત્ર મોહનીયનો નિકાલ થઇ જાય.
આ “અક્રમ માર્ગથી એકાવતારી થાય એટલી સત્તા હોય છે. હવે પછી એક જ અવતાર બાકી રહે. ને પંદરથી વધારે સોળમો ભવ ના હોય
આ જ્ઞાન પછી ! હું તો કહું છું કે દસ બાકી રહ્યા હોય તો ય શો વાંધો છે ? અને તે એવા જાહોજલાલીવાળા અવતાર હોય ! આવા કદરુપા ના હોય. ‘આ’ સત્સંગમાં આવ્યો ને ‘જ્ઞાની પુરુષની કૃપાથી મોક્ષનો સિક્કો વાગ્યો તો કેવા જાહોજલાલીવાળા અવતાર થવાના ! અને આ ભવ પણ જાહોજલાલીવાળો જાય. તેવો આ “અક્રમ માર્ગ' છે.
એક સંસાર માર્ગ અને એક અધ્યાત્મ માર્ગ- બે જ માર્ગ છે. સંસાર માર્ગમાં ડૉક્ટરનું વકીલને ના પુછાય ને વકીલનું ડૉક્ટરને ના પુછાય. અને અહીં તો અધ્યાત્મ માર્ગ છે એટલે અમારી પાસે બધું જ પુછાય. અહીં જે પૂછવું હોય તે પુછાય અને બધા જ ફોડ-ખુલાસા મળે તેમ છે. તમારે કહેવું કે, ‘અમે તમારી પાસે આવ્યા છીએ ને તમારી પાસે જે હોય તે અમને ના મળે તો એનો અર્થ શો ?” એક માત્ર સંસારથી નિસ્પૃહ થઇને સાચું શોધવા જે નીકળ્યા હોય તેને અહીં ‘અમારી’ પાસેથી સર્વ કાંઇ મળે તેમ છે ! માગો, માગો તે આપું તેમ અહીં છે. પણ તમને માગતાં ય નથી આવડતું. એવું માંગજો કે જે ક્યારે ય પણ તમારી પાસેથી જાય નહીં. પરમેનન્ટ વસ્તુ માંગજો. ટેમ્પરરી માંગશો તો તે કયાં સુધી પહોંચશે ? એવું કંઇક માંગો કે જેથી તમને કાયમની શાંતિ થાય, ચિંતા-ઉપાધિથી કાયમની મુક્તિ મળે. અહીં તો મોક્ષ મળે છે. અહીં બુદ્ધિ નહીં વાપરો તો ‘આ’ પામશો. આપણો સત્સંગ દસ દસ વરસથી ચાલે છે. તેમાં વાદ હોય પણ વિવાદ ના હોય. આ એક જ સ્થળ છે કે જયાં બુદ્ધિ કામ નહીં કરે.
આ ‘અક્રમ માર્ગ છે એટલે ખુલ્લમ્ ખુલ્લું હોય, બધી વાતોનો તરત ફોડ મળે. જયારે ‘ક્રમિક માર્ગમાં કેવું હોય ? આ જરી-કસબ વણે છે ને એમાં એક મણ રૂમાંથી વણેલા સૂતરમાં એક તોલો સોનું પરોવે છે. એવું ગૌતમ સ્વામીએ, ભગવાન મહાવીર બોલ્યા તે બધું સૂત્રોમાં પરોવ પરોવ કર્યું. પણ આ કાળના લોકો તે મણ સૂત્રમાથી તોલો ‘સોનું' શી રીતે કાઢી શકે ? એવું કોઇનું ગજું જ નહીં ને ! આ “અમે તો સીધું ‘સોનું' જ આપ્યું છે. ‘અમે' અજ્ઞાનથી ‘કેવળજ્ઞાન’ સુધીના બધા જ ફોડ આપી દીધા છે. ચાર્જ કેવી રીતે થાય છે ? ડિસ્ચાર્જ કેવી રીતે થાય છે ? આ બધું, જગત શી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ? તમે કોણ ?