________________
આપ્તવાણી-૨
અવતારમાં ચારે ય ગતિમાં જઇ શકે છે, અને મોક્ષ પણ આ મનુષ્ય ગતિમાંથી જ મળે એમ છે. જે મોક્ષ આપે, મુક્તિ આપે તે ધર્મ સાચો,
બાકી બીજા તો અધર્મ જ છે.
૪૪૩
ભગવાને કહ્યું કે ‘આ કાળમાં, મોક્ષ બંધ છે પણ મોક્ષમાર્ગ બંધ નથી થયો, મોક્ષમાર્ગ ચાલુ છે.' લોકોએ જાણ્યું કે મોક્ષ બંધ થઇ ગયો, એટલે આડા માર્ગે ચાલવા માંડયું છે. એકવીસ હજાર વર્ષ જેનું શાસન છે, તો મોક્ષમાર્ગ બંધ થઇ ગયો હોત તો તે શાસનની જરૂર જ શી છે ?! તે સમજયા નહીં. અહીં ‘કારણ-મોક્ષ’ થઇ જાય છે. મોક્ષમાર્ગથી ‘કાર્યમોક્ષ' નથી થતો, તે મોક્ષ ૯૯,૯૯૯ સુધી પહોંચે છે, લાખ પૂરા થતા નથી. મોક્ષ બે પ્રકારના છે : (૧) કાર્ય-મોક્ષ (૨) કારણ-મોક્ષ. આ કાળમાં ‘કારણ-મોક્ષ’ ચાલુ છે અને ‘કાર્ય-મોક્ષ’ બંધ છે. ‘કારણ-મોક્ષ’ થયા પછી એક અવતાર કરવો પડે. અમે કલાકમાં ‘કારણ-મોક્ષ’ આપીએ છીએ. અત્યારે તો ગજબનો મોક્ષમાર્ગ ચાલુ છે. ‘અમે’શાસનના શણગાર છીએ !
સમતિનો દરવાજો આવે ત્યાં બધા ધર્મો એક થઇ જાય છે. પછી મોક્ષનો મોટો દરવાજો આવે. મતભેદ મટે તો સમકિત થાય. મતભેદને લઇને સમકિત નહીં થાય, એમ ભગવાને કહ્યું છે. સાધુઓએ વિષયો જીત્યા છે, પણ વિષયો તો સ્વતંત્ર છે. અનંત અવતારથી મતનો મોહ કે જેના આધારે લટકયો છે તે તો જીવતો છે ! મતિયો થઇ ગયો છે ! નથી જીતવાનો તેને જીતે છે અને જીતવાનો છે તેને જાણતા નથી. આ બધાએ મોહ પણ જીત્યા છે, પણ એક પોતાના મતનો મોહ જીત્યો નથી !!! મતાભિનિવેષ થઇ ગયા છે ! મતાભિનિવેષથી સંસારમાં પાપ ઊભાં રહ્યાં છે. ‘જ્ઞાની પુરુષ’ અને તેમના મહાત્માઓ ન હોય ત્યાં મતાભિનિવેષ અવશ્ય હોય જ અને મતાભિનિવેષ હોય ત્યાં આત્મા શોધ્યો ય ના જડે. આત્મા પોતે જ મતાભિનિવેષથી ઢંકાઇ ગયેલો છે. કોઇ મતના આગ્રહથી
છૂટતા નથી. ભગવાને વિષયોને મોહ નથી કહ્યો, મતને મોહ કહ્યો છે.
વીતરાગ માર્ગ વિરોધ વિહીન !
વીતરાગનો માર્ગ હોય ત્યાં વિરોધ ના હોય.
આપ્તવાણી-૨
પ્રશ્નકર્તા : આ મહાવીર જયંતી ઉજવાય છે તેમાં કેટલાક વિરોધ કેમ કરે છે ?
૪૪૪
દાદાશ્રી : જ્ઞાનીઓ કશાનો વિરોધ ના કરે, ચાલતી ગાડીને અટકાવે નહીં. આ કંઇ બધા જ્ઞાનીઓ છે ? એ તો બધા મતાંધો છે, મતનું પૂંછડું પકડી રાખે, પોતાનો અહંકાર પોષવા માટે ! આ તો ખોટી મમત છે, તેથી કાગનો વાઘ કરી મૂકે છે ! વીતરાગ માર્ગ ઉપર આચાર્ય કેવા હોય તેની વ્યાખ્યા કહું. ગમે તેની, ગમે તેવી વાત હોય તો તે સાંભળવા તૈયાર થાય, કોઇ કંઇ સંભળાવવા આવે તો શાંત ભાવે કહેશે કે, ‘હા, વાત કરો. આ અમારી વાત જરા કઠણ પડશે, પણ જો તમારે મોક્ષે જવું હોય તો આવડું આવડું, મોટું મોટું, તોલી તોલીને અમારે આપવું પડશે; અને જો તમારે મોક્ષે ના જવું હોય ને સંસારમાં રહેવું હોય તો અમે તમને ફૂલહાર ચઢાવીએ. માટે તમે જ નક્કી કરીને જે જોઇએ તે પસંદ કરજો.
તમારી આડાઇ જ મોક્ષે જતાં નડે છે. પોતાની જાતની આડાઇ જ
નડે છે, બીજું કશું જ આ જગતમાં નડતું નથી, વિષયો નડતા નથી. માટે પાંસરો થઇ જા. સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે. મોક્ષની ગલી એટલી બધી સાંકડી છે કે ત્યાં તું આડો ચાલીશ તો નહીં નીકળાય, સીધા સરળ થવું જ પડશે ત્યાં તો ! તમારે જો ખરેખર મોક્ષે જવું હોય તો મારા કઠણ શબ્દો સાંભળવા પડશે. અનંતકાળનો રોગ તે ડૂંટીથી માંડીને ઠેઠ ગળા સુધી ભરાઇ ગયો છે, હવે મારે ઓપરેશન કરીને, મહીં ચીપિયો નાખીને એ રોગ કાઢવો પડશે. માટે પહેલેથી બોલી દેજો, એક વાર ચીપિયો નાખ્યા પછી ઓપરેશન અધૂરું નહી મુકાય, પછી ‘ઓ ઓ’ કરશો તો નહીં ચાલે. માટે તમારે શું જોઇએ છે ? મોક્ષ કે સંસારનો વૈભવ ? જે જોઇએ તે અમે આપવા તૈયાર છીએ.
પ્રશ્નકર્તા : અમારે તો મોક્ષ જ જોઇએ છે.
દાદાશ્રી : તો આ અમારા શબ્દો પચાવવા પડશે, સમજવા પડશે. આ વીતરાગના સાધુઓ તો કેવા હોય ? બધા મતભેદમાં પડયા હોય તો તે મતભેદ દૂર કરે. સંઘપતિ, સાધુ, સંન્યાસી, જૈનો બધા ભેગા મળીને