________________
આપ્તવાણી-૨
૪૨૭
૪૨૩
૪૨૮
આપ્તવાણી-૨
ભક્તિ અને જ્ઞાત ! પ્રશ્નકર્તા : દાદા, ભક્તિ અને જ્ઞાન વિષે સમજાવો.
દાદાશ્રી : ભક્તિના અર્થ બધા બહુ છે, એકથી માંડીને સો સુધી છે. ૯૫ થી ૧૦૦ સુધીનો અર્થ આપણે કરવાનો છે. આ ‘અમારું’ નિદિધ્યાસન એ જ ભક્તિ છે. લોક કચાશવાળા છે એટલે ભક્તિ ઉપર ભાર મૂકો એમ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. જ્ઞાન એકલાથી તો લોક દુરૂપયોગ કરે, કાચો પડી જાય તો પછી માર પડે ભારે; એ હેતુથી ભક્તિ ઉપર વધારે ભાર મૂક્યા છે. “જ્ઞાન” શું છે ? જ્ઞાન એ જ આત્મા છે અને ‘હું શુદ્ધાત્મા છું' એ છેલ્લી ભક્તિ છે. ‘જ્ઞાની'નું નિદિધ્યાસન એ જ “શુદ્ધાત્મા છું રૂપ છેલ્લી ભક્તિ છે.
કોઇની ય છાયા ના પડે એવી તને દુનિયા બાજુએ મૂકતાં આવડે તેનું નામ સમર્પણ ભાવ. એટલે કે “જ્ઞાની પુરુષ'નું જે થાય તે મારું થાવ, પોતાનો મછવો તેમનાથી છૂટો જ ના પડવા દે, જોડેલો ને જોડેલો જ રાખે, છૂટો પડે તો ઊંધો પડે ને ? માટે જ્ઞાનીની જોડ જ પોતાનો મછવો જોડેલો રાખવો.
જ્ઞાન ‘જ્ઞાન-સ્વભાવી’ ક્યારે કહેવાય દેહમાં આત્મા છે તે ‘આત્મા-સ્વભાવી’ રહે ત્યારે. આપણે ભક્તિ કહીએ તો લોક તેમની ભાષામાં લઇ જાય. એમની જાડી ભાષામાં ના લઈ જાય, તેથી આપણે જ્ઞાન ઉપર વિશેષ ભાર દઈએ છીએ.
જાગૃતિ એ જ જ્ઞાન. ‘હું શુદ્ધાત્મા છું' એમ રહ્યા કરવું એ ભાવ નથી, પણ એ લક્ષ-સ્વરૂપ છે; અને લક્ષ થયા વગર ‘હું શુદ્ધાત્મા છું' તેવું રહે જ નહીં. ‘શુદ્ધાત્મા'નું લક્ષ બેસવું એ તો બહુ મોટી વાત છે ! અતિ કઠિન છે !! લક્ષ એટલે જાગૃતિ અને જાગૃતિ એ જ્ઞાન જ છે, પણ તે છેલ્લું જ્ઞાન નથી. છેલ્લું જ્ઞાન એ તો આત્માનો સ્વભાવ જ છે. કેવળજ્ઞાન સ્વભાવી આત્માનું લક્ષ બેસીને તેની જાગૃતિરૂપના જ્ઞાનમાં રહેવું તે ઊંચામાં ઊંચી અને છેલ્લી ભક્તિ છે; પણ અમે તેને ભક્તિ નથી કહેતા, કારણ કે બધા પાછા સહુ સહુના જાડા અર્થમાં લઇ જાય. ‘જ્ઞાની
પુરુષ'ની કૃપા પ્રાપ્ત કરી લેવા જેવું છે, કૃપાભક્તિ જોઇએ.
જ્ઞાનીઓનો ‘પ્રતિષ્ઠિત આત્મા’ ભક્તિમાં છે અને જ્ઞાન “જ્ઞાન”માં છે, “પોતે’ ‘શુદ્ધાત્મામાં રહે અને ‘પ્રતિષ્ઠિત આત્મા” પાસે એના ‘પોતાના’ ‘શુદ્ધાત્મા’ની અને આ ‘દાદા'ની ભક્તિ કરાવે, એ ઊંચામાં ઊંચી છેલ્લી ભક્તિ છે !
ભગવાને જાતે કહ્યું છે કે, “અમે જ્ઞાનીને વશ છીએ !” ભગતો કહે કે, અમને ભગવાન વશ છે.” તો તે કહે, “ના, અમે તો જ્ઞાનીને વશ થયા છીએ.” ભગતો તો ગાંડા કહેવાય, શાક લેવા નીકલે ને ક્યાંક થબાકા પાડવા બેસી જાય. છતાં ભગતમાં એક ગુણ છે કે બસ, ‘ભગવાન, ભગવાન' એક જ ભાવ, એ ભાવ એક દહાડો સત્યભાવને પામે છે, ત્યારે ‘જ્ઞાની પુરુષ' મળી જાય, ત્યાં સુધી ‘તુંહી તુંહી’ ગાયા કરે અને “જ્ઞાની પુષ' મળી જાય તો ‘હુંહી હુંહી બધે ગાય ! ‘તું'ને “હું” જુદા છે ત્યાં સુધી માયા છે અને “તું” “હું ગયું, ‘તારું મારું’ ગયું એટલે અભેદ થઇ ગયા ! ભગવાન તો કહે છે કે, “તું ય ભગવાન છે. તારું ભગવાન પદ સંભાળ, પણ ના સંભાળે તો શું થાય ?” પાંચ કરોડની એસ્ટેટવાળો છોકરો હોય, પણ હોટલમાં કપ-રકાબી ધોવા જાય ને એસ્ટેટ ના સંભાળે તેમાં કોઇ શું કરે ? ! મનુષ્ય ‘પૂર્ણ રૂપે થઇ શકે છે, મનુષ્ય એકલો જ - બીજા કોઇ નહીં, દેવલોકો ય નહીં !”
ભગવાન એટલે શું? ભગવાન નામ છે કે વિશેષણ છે? જો નામ હોત તો આપણે તેને ભગવાનદાસ કહેવું પડત; ભગવાન વિશેષણ છે. જેમ ભાગ્ય ઉપરથી ભાગ્યવાન થયું, તેમ ભગવત ઉપરથી ભગવાન થયું છે. આ ભગવદ્ ગુણો જે પણ કોઇ મનુષ્ય પ્રાપ્ત કરે તેને ભગવાન વિશેષણ લાગે.
અપદ' એ મરણપદ છે. ‘હું ચંદુભાઈ છું’ એ ‘અપદ' છે. અપદમાં બેસીને જે ભક્તિ કરે તે ભક્ત અને ‘હું શુદ્ધાત્મા’ એ “સ્વપદ' છે. “સ્વપદીમાં બેસીને “સ્વ”ની ભક્તિ કરે એ “ભગવાન.'
આ એ.એમ.પટેલ મહીં પ્રગટ થઈ ગયેલા ‘દાદા ભગવાન'ની રાત