________________
આપ્તવાણી-૨
કે એક ફેરો મહીં પેઠો તો ફરી નીકળે નહીં, એમાંથી છટકાય એવું છે નહીં. વીતરાગના માર્ગમાં આટલી ય પોલ નથી રાખી, કારણ કે
૪૦૧
વીતરાગો તો બહુ જ ચોખ્ખા; જેને કંઇક જ જોઇતું નહોતું, પ્રપંચ
નહોતો, જેનામાં રાગ નહોતો, જેને કોઇપણ પ્રકારની ઇચ્છા જ નહોતી, એવા વીતરાગ હતા !
ઇચ્છા કોને થાય છે ?
ખરી રીતે કોઇને ય ઇચ્છા નથી, જે જે આત્મા તરીકે છે એ કોઇને ય ઇચ્છા નથી. આ તો ભ્રાંતિ ઉત્પન્ન થઇ છે. આ તો જૈન ધર્મે આત્માને ઇચ્છાવાન ઠરાવી દીધો છે અત્યારે ! આત્મા ઇચ્છાવાન હોય ને તો તો પછી એ ભિખારી જ છે. આત્મા ઇચ્છા કરે જ નહીં. આત્મા તો પરમાત્મા છે, એને ઇચ્છા હોય ? આત્મા પોતે વીતરાગ જ છે પહેલેથી. આ તો ભ્રાંતિથી ઇચ્છા ઊભી થઇ છે. અહંકારમાં ઇચ્છા ઊભી થઇ છે, જયારે અહંકાર નહીં હોય તો ઇચ્છા ય નહીં હોય. આ તો અહંકારની ઇચ્છા છે, આત્માની ઇચ્છા હોતી હશે ? તો તો પછી આ વાઘરી ને એમાં ફેર રહ્યો નહીં. આત્મા પોતે પરમાત્મા છે અને એને કોઇ ચીજની જરૂર નથી; પહેલેથી ય નહોતી, અત્યારે ય નથી ને ભવિષ્યમાં પણ હશે નહીં. આ તો પોતે અંતરાયો છે. જો અહંકાર જતો રહે, એનો વિલય થઇ જાય તો કશું જ નથી, મોક્ષ જ છે, ઇચ્છા જ નથી પછી તો. અત્યારે તો જૈન માર્ગમાં ને બીજા બધા માર્ગમાં કહે છેને કે, આત્માને તો ઇચ્છા ખરી ને ?” અલ્યા ભાઇ, આત્માને જો ઇચ્છા હોય તો એ આત્મા જ કેમ કહેવાય ? આત્માને જો ઇચ્છાવાન કહો તો એ દ્રવ્યને જ જાણ્યું નથી તમે ! પિત્તળને અને સોનાને ઓળખતા નથી તમે, પિત્તળને સોનું કહો છો !! સોનું તો એના પોતાના ગુણધર્મમાં છે, પરમાત્માસ્વરૂપમાં છે, અત્યારે પણ પરમાત્માસ્વરૂપમાં બેઠેલું છે, એ પરમાત્માસ્વરૂપ એનું કોઇ દહાડો ય ચૂકયા નથી. ભલેને એ જંજાળમાં આવ્યા છે, પણ જંજાળમાં ય એ પોતે ચૂકયા નથી. એમાં એમનું જ્ઞાન અંતરાયું છે, બીજું કશું અંતરાયું નથી. જ્ઞાન, દર્શન અંતરાયું છે. તેનાથી એમને કંઇ નુકસાન નથી. જેને આ અહંકાર છે એને નુકસાન છે, એમને શું નુકસાન ? એમને
આપ્તવાણી-૨
તો મહીં પરમાનંદ છે, પોતે અનંત સુખનું ધામ છે. રાત્રે ઊંઘી જાયને તો ગાંડાને પણ સુખ આવે. જો સારો ઘસઘસાટ ઊંઘી જાયને તો ય એનામાં થોડોક, એનો (આત્માનો) અણસારો માલૂમ પડે કે, ‘મારું હારું, સુખ અંદર છે ! કારણ કે કોઇ વિષય રાત્રે આવ્યા નથી, કોઇ વિષય રાત્રે ઊંઘમાં ભોગવ્યા નથી, એમ ને એમ ઘસઘસાટ ઊંઘી ગયો તો શાથી સુખ આવ્યું ?' તે આ મશીનરી બધી બંધ થઇ ગઇ, અહંકાર બંધ થઇ ગયો, અહંકારરૂપી મશીનરી બંધ થતાંની સાથે સુખ ઉત્પન્ન થાય. એટલે પછી એને થયા કરે કે ‘બહુ સરસ ઊંઘ આવી હતી ! બહુ સરસ ઊંધ આવી હતી !’
૪૦૨
સચોટ ઇચ્છા, કેવી હોય ?
દાદાશ્રી : મોક્ષની ઇચ્છા છે કે બીજે ગામ જવું છે ? ઇચ્છા કઇ બાજુની રહે છે ?
પ્રશ્નકર્તા ઃ મુક્તિ સિવાય બીજું કંઇ ના જોઇએ.
દાદાશ્રી : મોક્ષની ઇચ્છા હોય અને જોડે જોડે બીજી ઇચ્છા દેખાયા કરતી હોયને તો આપણને ખબર પડે કે હજી આ કોઇ એક ઇચ્છા મહીં ભરાઇ રહેલી છે, કો'ક દહાડો આપણને દેખા દે. જેમ આપણા ઘરમાં બે માણસ હોય તો રોજ એકનો એક દેખાય, પણ કો'ક દહાડો બીજો દેખાય તો આપણે જાણવું કે કો'ક છે મહીં, એવું ખબર ના પડે ? એટલે બીજું કંઇ એવું મહીં દેખાય છે ?
પ્રશ્નકર્તા : દેખાય કો'ક વાર.
દાદાશ્રી : એકાદ છે કે બે જણ છે ?
પ્રશ્નકર્તા : ખબર નથી.
દાદાશ્રી : એ તો તપાસ કરવી પડે. એવું છેને કે મોક્ષની એકલી ઇચ્છા હોયને તો એને કોઇ રોકનાર જ નથી. જેને સચોટ એકલી મોક્ષની જ ઇચ્છા છે એને કોઇ રોકનાર નથી ! જ્ઞાની એને ઘેર જશે !!! એ