________________
આપ્તવાણી-૨
દાદાશ્રી : આ બધો હઠાગ્રહીઓનો માર્ગ છે, જેને માર ખાવાની ટેવ પડી હોય તેણે આવો માર્ગ પકડવો. અલ્યા, તારે તે શી જરૂર પડી આની ? જીભ અને તાળવું પુદ્ગલ છે, રસ ટપકશે એ પણ પુદ્ગલ છે, એ ન હોય આત્મા, એ તો મહેનતનું ફળ છે. આઇસ્ક્રીમવાળા કોઠીનું હેન્ડલ મારે છે તો તેને મહેનતનું ફળ આઇસ્ક્રીમ ખાવા મળે ને ? જગતનાં સાધુ, સંન્યાસી બધાંની મહીં વિષનાં નિરંતર ટપકાં પડતાં જ હોય છે અને વાણી પણ વિષમય હોય અને ‘અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ ત્યારથી નિરંતર અમૃતનાં ટપકાં પડે !' આ તો કોના જેવું ? કે બીજો કોઇ સાચો રસ્તો ના મળ્યો એટલે ગારામાં પડયા ! આત્મા જ્ઞાનસ્વરૂપ હોય. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ એ મોક્ષનો માર્ગ છે, એ સિવાયના બીજા બધા જ અન્ય માર્ગ છે; નહીં તો જીભને તે વળી તાળવે લગાડવી પડતી હશે ? આ બધું શાથી કરવું પડે છે ? આ બહાર આટલો બધો તાપ છે તે પછી તળાવડીમાં માથું બહાર રાખીને પડી રહે છે, તેના જેવું છે ! પણ આત્મા જાણ્યા વગર ઉકેલ આવે તેવું નથી ! જ્યાં સુધી જ્ઞાન ના મળે ત્યાં સુધી કો'ક ખૂણામાં પડી તો રહેવું જોઇએ ને ? પણ એ બધો હઠાગ્રહીનો માર્ગ છે, એ મોક્ષનો, વીતરાગનો માર્ગ નથી.
૩૮૭
આ કેટલાક ‘અહં બ્રહ્માસ્મિ' એમ બોલ્યા કરે છે, તેનો તો ઊલટાનો ભ્રમ વધ્યો છે, કારણ કે બ્રહ્મને જાણ્યા વગર ‘અહમ્ બ્રહ્માસ્મિ' બોલ્ટે શું વળે ? આ હિંદુસ્તાનમાં કઇ દુકાન ના ચાલે ? આ જગતમાં તો બધી જ દુકાનો ચાલે. આજથી બે હજાર વર્ષ ઉપર એવો ધર્મ નીકળેલો કે દેવું કરીને ઘી પીઓ, લૂંટબાજી કરો તો ય વાંધો નથી ! એ લોકોનું પણ ચાલ્યું ! આ જગતમાં બધી જ દુકાનો ચાલે !
હિંદુસ્તાનમાં જુદાં જુદાં દેવ-દેવીઓને માને છે તે શાથી ? કારણ કે દરેકના વ્યુ પોઇન્ટ જુદાં હોય છે, બુદ્ધિના ફેરફાર, મતિના ફેરફાર હોય છે. મનુષ્યોમાં ૧૪ લાખ થર હોય છે, તે દરેક ઘરના મનુષ્યોનું ડેવલપમેન્ટ જુદું જુદું હોય અને દરેકને તેના ડેવલપમેન્ટના હિસાબે ધર્મ અને દેવ મળી રહે. ધર્મોના ભેદ શાથી ? ઘણા પુનર્જન્મમાં માને છે ને ઘણા નથી માનતા, દરેક માણસ જુદી જુદી ડિગ્રીમાં હોય છે તે પ્રમાણે મત ધરાવતા હોય છે.
३८८
આત્મભાત, તે બિન્દુ સંયુક્તમ્ !
પ્રશ્નકર્તા : હિંદુઓને જયારે તકલીફ પડે છે ત્યારે જાતજાતની
બાધા-આખડી રાખે છે, તે સારું છે ?
આપ્તવાણી-૨
દાદાશ્રી : જેને આ વાતમાં શ્રદ્ધા છે તેને માટે વાત સારી છે, ન માને તેને મારી ઠોકીને બેસાડી ન શકાય. પૂર્વનું નિમિત્ત, પૂર્વના કનેકશન્સ હોય તો નિમિત્તથી કામ થઇ જાય; માટે માનતા રાખનારની નિંદા ન કરવી.
કવિરાજે ગાયું છે,
‘બિન્દુ સંયુક્તમ્’ૐકારનું લક્ષ
પ્રત્યક્ષ કલ્પવૃક્ષ મોક્ષાર્થી આતમ.’- નવનીત
કલ્પવૃક્ષ કયારે કહેવાય ? કલ્પવૃક્ષ એટલે મોક્ષે જવાનું થયું ત્યારે બિંદુ સંયુક્તમ્ ૐકારનું લક્ષ થાય. ‘શુદ્ધાત્મા’નું લક્ષ બેસે ત્યારે મોક્ષે જવાની તૈયારી થઇ ! આ લોકો કહે છે કે, ‘કપાળે બિંદુનું ધ્યાન કરીએ છીએ;’ એથી તો એકાગ્રતા વધે, પણ ‘ૐ શું છે?’ એ જાણે નહીં ત્યાં સુધી કશું વળે નહીં. આ તો પ્રત્યક્ષ ૐૐ જોઇએ, ‘જ્ઞાની પુરુષ’ જોઇએ. પાછું ૐૐ એકલાથી કામ વળે નહીં, ‘બિંદુ સંયુક્તમ્' જોઇએ, એટલે કે ‘હું શુદ્ધાત્મા છું’નું જ્ઞાન મળી જાય, લક્ષ બેસી જાય તો ‘ૐૐકાર બિંદુ સંયુક્તમ્' કહેવાય, ત્યારે મોક્ષ થાય !
‘ૐૐકાર બિંદુ સંયુક્તમ્ નિત્યમ્ ધ્યાયન્તિ યોગિનઃ' મોક્ષે જનારા યોગીઓ હતા એ નિત્ય ધ્યાન કરતા અને પહેલાંના કાળમાં ‘ક્રમિક માર્ગમાં' એ હતું; હવે આ કાળમાં ‘અક્રમ માર્ગ’માં ‘ૐકાર બિંદુ સંયુક્તમ્'નું ધ્યાન અહીં શરૂ થયું છે !
વેદાન્તે જીવ, ઇશ્વર અને પરમેશ્વર એમ ત્રણ ભાગ પાડયા. ઇશ્વરની શક્તિ કેવી ? અરધા પરમાત્મા જેવી શક્તિ છે ! મનુષ્યમાં આવ્યો એટલે ઇશ્વર જેવો થયો કહેવાય ! આ મનુષ્યપણું એ તો ઐશ્વર્ય કહેવાય ! ત્યાં તો બધાં જ, ગાયો, ભેંસો પોતાને માટે દૂધ આપે, આંબો