________________
આપ્તવાણી-૨
૨૯૭
૨૯૮
આપ્તવાણી-૨
એ પણ ટૂંક માર્ગે જઈને લઇ આવે એવી સમજણ હોય.
મનનું સ્વરૂપ ! પ્રશ્નકર્તા : મન શું હશે?
દાદાશ્રી : આ ‘ચંદુલાલ’ છે એ આરોપિત ભાન છે, પણ રીયલી આપણે” કોણ છીએ એ જાણવાની જરૂર છે. આ ‘ચંદુલાલ’ એ રીલેટિવ આત્મા છે. એ જે જે જુએ છે, જે જે કરે છે, એનાથી મનની ગાંઠો બંધાતી જાય છે. મનમાં વિચારો આવે છે એ ગાંઠોમાંથી જ આવે છે, પણ પાછું આરોપિત ભાવથી એને પુષ્ટિ મળે છે ને ગાંઠો મજબુત થતી જાય છે. મન એ તો જાતજાતના પેમ્ફલેટ્સ બતાવે, ઘડીમાં કહે, “બસમાં જઇશું.’ ઘડીમાં કહે, ‘ટેક્સીમાં જઇશું” મનનો શો સ્વભાવ છે ? પેમ્ફલેટ દેખાડવું અને તેનું ચિંતવન કર્યા કરવું. તે ટાઇમિંગ થાય એટલે પેમ્ફલેટ દેખાડે; પછી એનું એ જ ચિંતવન કર્યા કરે કે, “નહીં, બસમાં જ જવું છે.' પછી બુદ્ધિ એની મેળે ડીસીઝન આપે અને પછી અહંકાર એમાં ભળે, આ તો મહીં પાર્લામેન્ટની માફક કામ થાય છે. આ બધાંને ઓળખવું મહામુશ્કેલ વસ્તુ છે, આ તો મહીં પાર વગરની વંશાવલિ છે. એક કહેશે, ‘આની જોડે ડાયવોર્સ લેવા છે' અને બીજો દેખાડશે, “ના, ડાયવોર્સ નથી લેવા.” આ તો બંને દાઢી વગરનાં, તે શી રીતે ઓળખવા?! એકાદને દાઢી હોત તો ય આપણને ઓળખાણ પડત !
માઈન્ડ તો હોય છે જ ને ? નવું નવું માનવું એ તો મનનો ખોરાક છે. ઘડીમાં કહે, ‘મિયાંને પૈણ'ને ઘડીમાં કહે, ‘હિન્દુને પૈણ.” “આપણે” આવાને પૂછીએ કે, ‘ક્યાં રહો છો ?” એની તપાસ કરવી પડે કે કઇ પોળમાં રહે છે ?
પ્રશ્નકર્તા: આ મનની તપાસ કોણ કરી શકે ?
દાદાશ્રી : આ સંસારમાં મનોયોગી પુરુષો હોય તે મનની તપાસ કરી શકે, પણ એનાથી મનનો વિલય ના થાય, એ મન વધતું અટકાવી શકે. છતાં, એ લોકોને જેમાં ગમતું હોય તે ગાંઠો તો મોટી થતી જાય. મનનો વિલય કરવાની યથાર્થ દવા જોઇએ તો વિલય થાય.
એક બાજુ મન ડિસ્ચાર્જ થાય છે ને બીજી બાજુ ભ્રાંતિએ કરીને ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ મનને આંતરી ના શકાય. ‘જ્ઞાની પુરુષ' ચાર્જ થતા મનને સીલ મારી દે, પછી ડિસ્ચાર્જ મન ક્રમેક્રમે ઓગાળી શકાય, અને તે પણ માત્ર ‘જ્ઞાની પુરુષ'ના જ્ઞાનશસ્ત્રથી ! મન તો જ્ઞાનીઓને પણ હોય અને મહાવીર ભગવાનને પણ હતું, પણ તેમને ને મનને કેવું રહે ? આ લગ્નમાં માણસ દરવાજે ઊભો હોય, તો તેની પાસેથી એક એક માણસ જે જે કરતો જાય, તેમ જ્ઞાનીઓને મનની ગાંઠ ફૂટે ને વિચાર સ્વરૂપે એક એક વિચાર આવે ને સલામ કરીને જાય, અને બીજો આવે. જ્ઞાનીઓને વિચાર જોડે જ્ઞાતા-શૈય સંબંધ હોય, વિચારમાં પોતે તન્મય ના થઇ જાય, શાદી સંબંધ ના હોય. ‘જ્ઞાની પુરુષ' નહીં મળવાથી ફાવે એવા વિચારો આવવા માંડયા અને એ જ વિચારોમાં તન્મય થવાથી ગાંઠો બંધાઇ ગઇ તેના પાછા વિચારો આવ્યા જ કરે છે, અને એ જ પોતાને હેરાન કરે છે. પણ ‘જ્ઞાની પુરુષ' મળી જાય તો ગાંઠો શી રીતે ઓગાળવી તે બતાવે, એટલે ઓગળી જાય.
મતોલયનો માર્ગ પ્રશ્નકર્તા : મન રોજ નવું નવું માગે છે તે શું કરવું? દાદાશ્રી : તારે મનને મારી નાખવું છે કે જીવતું રાખવું છે ? પ્રશ્નકર્તા : દાદા મારું મન કાઢી લો.
દાદાશ્રી : ના અલ્યા, મન કાઢી ના લેવાય. આ શરીરમાંથી જો મન કાઢી લેવામાં આવે તો એબ્સન્ટ-માઇન્ડેડ થઇ જવાય અને એબસન્ટમાઇન્ડેડને તો ગાંડાની હોસ્પિટલમાં ય ના લે. કારણ કે ગાંડાઓને ય
મત પર કાબૂ ! પ્રશ્નકર્તા : મન ઉપર કન્ટ્રોલ કેવી રીતે લાવી શકાય ? દાદાશ્રી : મન પર તો કન્ટ્રોલ આવી શકે જ નહીં. એ તો કમ્પલીટ