________________
આપ્તવાણી-૨
૨ ૭૩
૨૭૪
આપ્તવાણી-૨
એવરી ક્રીએચરની અંદર ભગવાન જોને તો તને ક્રીએચર મારવાનો ભાવ પણ ઉત્પન્ન નહીં થાય, અને તો તું ભાવહિંસાથી બચીશ. નિરંતર ભાવહિંસા જ કરી રહ્યો છે. ક્રોધ, માન, માયા, લોભ એટલે શું? કે ભાવહિંસા; તેમાં જ અહિંસક થવાનું કહ્યું છે ભગવાને. ત્યારે આ લોકો તો ઠેઠ ગાયોન-બાયોને, હાથી બચાવવાને નીકળી પડ્યા ! હાથીને બચાવનારો તું કોણ પાક્યો છે ? ત્યારે આનો જન્મદાતા કોણ હશે ? મોટો બચાવવાવાળો આવ્યો છે ! કોઇએ મોઢે એમ ના કહેવું જોઇએ કે આ માકણોને હું મારવાનો છું.’ ‘માકણને હું મારીશ' એવો ભાવ કાઢી નાખજે, નહીં તો તારા આત્માની જ હિંસા તું કરી રહ્યો છું. માકણ તો મરવાનો હશે ત્યારે મરશે, અને મારવાનો અધિકાર કોને છે ? કે જે એક માકણ બનાવી શકે તેને. ભગવાને શું કહેલું, ‘જેટલું તું કન્સ્ટ્રક્ટ કરે તેટલું તું ડિસ્ટ્રક્ટ કરી શકે. કન્સટ્રકશન તારું જેટલું હોય તેટલાના ડિસ્ટ્રયનમાં અમે હાથ ઘાલતા નથી, એથી તું માકણને ડિસ્ટ્રક્ટ ના કરીશ.’ આવી તો સાદી ભાષા સમજાય એવી છે ને ? એક માકણ બનાવવો હોય તો તે બની શકે તેવી વસ્તુ નથી. એમાં આ ડફોળો ફાવે તેમ કરે છે, કેટલાંય જીવડાં મારી નાખે છે ! નરી જીવાત મારી નાખે છે.
એ તો ભાવ જ કરેલો ‘નહીં મારવાનો’ તે જ અત્યારે કામ કરે છે.
જીવડાં કોઇ બચાવતું જ નથી, તેમ જીવડાંને કોઈ મારતું જ નથી. એ તો જીવડાંને મારવાનો ભાવ છે તે યોગ જ એને ભેગો થઈ જાય, કારણ કે ટાઇમિંગ હોય છે. દરેક જીવમાત્રનું ટાઇમિંગ આવ્યું હોય છે, એના મરણકાળ પહેલાં કોઇ જીવ મરી શકે એમ છે જ નહીં. જીવના મણકાળ પહેલાં જો કોઈ તેમને મારી શકતું હોય તો તેને મારે છે એમ કહી શકાય. પણ ના, મરણકાળ પહેલાં કોઇ મારી શકે જ નહીં. એ તો એનો કાળ પાકે ત્યારે ચંદુલાલને ભાગે આવે. અક્કરમીને ‘અક્કરમી ભાવવાળું” ભાગે આવે અને સત્કર્મીને ‘સત્કર્મી ભાવવાળું’ ભાગે આવે.
પ્રશ્નકર્તા : ચંદુલાલ નિમિત્ત બન્યાને પણ ?
દાદાશ્રી : હા, ચંદુલાલ નિમિત્ત બને, ફક્ત નિમિત્ત બને. મારવાના ભાવ કર્યા હતા એટલે પેલો નિમિત્ત બને. બાકી જીવડાના જન્મ પહેલાં મરણ કયારે થશે તેનો હિસાબ છે-તમામ જીવમાત્રનો. આ તો ખોટો અહંકાર કરે છે.
ભગવાન શું કહે છે કે, “કોઇ માણસ કોઇ જીવને મારી શકતો જ નથી, ભાવ-મરણ કરે છે એટલું જ છે.” જેટલાં જીવડાં હોય એટલાં જીવડાં મારવાં છે એમ નક્કી કરે એ ભાવ-મરણ છે. ખેતરમાં ચાર સાપ છે એ મારવા છે; મારવાના થાય કે ના ય થાય, એનું કંઈ ઠેકાણું નહીં. એ ઘાટમાં આવે કે ના ય આવે, પણ પોતે ભાવ કર્યા ત્યાંથી પોતાના આત્માનું જ મરણ થઇ રહ્યું છે, પછી પેલા તો મરવાના હશે ત્યારે મરશે, એનો ટાઇમિંગ હશે તો મરશે. માટે જ અમે એક જ વાક્ય કહીએ છીએ કે જીવ બંધા જન્મતાં પહેલાં કયારે કરવાના છે એ નક્કી છે. હવે આટલી વાત જો સમજે તો તો કામ જ નીકળી જાય ને ! જન્મતાં પહેલાં જ જેનું મરણ નક્કી થઇ ગયેલું છે અને આપણે કોણ મારનારા ? એ તો જેણે જેણે મારવાના ભાવ કરેલા હોય, ‘સાપ મારવા જ જોઇએ” એવા ભાવ નક્કી કરેલા હોય, તે ગામમાં સાપ નીકળે તો એવા બે કે ત્રણ જણ સાપ મારનારા ગામમાં જન્મેલા હોય જ. એટલે તમારે તો બૂમ જ પાડવાની છે કે, “મારે ઘેર સાપ નીકળ્યો છે'; એટલે પેલા દોડતા આવે, કારણ કે
જેવો ભાવ-તેવું નિમિત બતાય ! આ ભવમાં તો ભાવ કરવા સિવાય બીજું કશું નવું બનતું નથી. પણ ભવોભવ ભાવ કરવાથી હવે જે જીવાત મરવાની હોય છે ને, તે આને ભાગે આવે છે ! બીજું કશું બનતું નથી. જીવાતનો મરવાનો ટાઇમિંગ થાય, ત્યારે ભાગે કોને આવે ? જેણે મારવાનો ભાવ કર્યો હોય તેને ભાગે આવે. કોઇને મારવાની સત્તા છે જ નહીં, પણ દરેક જીવોને મરવાનો તો ટાઇમ હોય ને ? કેટલાક માકણ સત્તર દહાડા જીવે છે, કેટલાક ત્રણ મહિના માટે જીવે છે ને કેટલાક પાંચ વર્ષ માટે ય જીવે છે. એ બધાંના મરણનો ટાઇમિંગ ખરો ને ? તે એ મરવાનો થાય એટલે ચંદુલાલને ભાગે આવીને ઊભો રહે, કારણ કે ચંદુલાલે નક્કી કરેલું, દુકાન માંડેલી કે ‘આપણે મારવા જ સારું છે... અને જૈનોએ ‘નહીં મારવા’ એવું નક્કી કર્યું તો એને ભાગે ના આવે - એટલું જ છે. એનો અહંકાર કરવા જેવો નથી.