________________
આપ્તવાણી-૨
૨૬૩
આટલી બધી જંજાળોમાં ય તમને મહાત્માઓને અહીં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઇ જાય છે. બટાકાનું ફોડવું તો આવે, પણ એને ધીમે રહીને કોઇ ના જાણે તેમ નાખી દેવાનું, સમતાથી. પણ જેને વિષમ સ્થિતિ થઇ જાય એ શું કહે ? ‘કંઇથી લઇ આવ્યો આ ? જા નાખી દે.’ અમારી દાળમાં માંસનો ટુકડો આવી જાય, તો અમે તરત જ તે કાઢીને ધીમે રહીને ઓટીમાં ઘાલી દઇએ. ભલે લૂગડું બગડે, પણ અમે બીજાને હલાવીએ નહીં, હલાવીએ તો એ દાળ જે ખાય તે રોગિષ્ઠ થઇ જાય. આ લોક તો આવા કેટલાય વાંદા ને કેટલીય ગિલોડીઓ ખાઇ ગયા છે; તેના પછી રોગ થાય, કોઢ થાય, બીજું થાય. બહારનું જે બધું ખાય છે એમાં બાપો ય તપાસ રાખતો નથી, તે મહીં જીવડાં પડે ને લોક ટેસ્ટથી ખાય. અમે તો માંસનો ટુકડો સંતાડી દઇને ‘વ્યવસ્થિત’ ઉપર છોડી દઇએ, જાણે કશું જ બન્યું ના હોય તેમ વર્તીએ અને શેઠનું તો લોહી બળી જાય, બૂમાબૂમ કરી મૂકે તે ઘરનાં બૈરાં-છોકરાં સ્થંભિત થઇ જાય, અમે તો સમજીએ કે આ બઇએ કંઇ જાણી જોઇને માંસનો ટુકડો નાખ્યો હશે ? ના. એ તો કશુંક લેવા ગઇ હશે ને ઉપરથી કાગડો રોટલીનો ટુકડો લેવા આવ્યો હોય ને તેના મોઢામાં માંસનો ટુકડો હોય તો તે દાળમાં પડયો. એવિડન્સ કેવા કેવા બને છે ?! માટે માણસે બધી તૈયારી રાખવી જોઇએ, શું શું બને એ બધું જ લક્ષમાં રાખવું જોઇએ ને?
જેટલો ત્યાગ કર્યો એટલો અહંકાર વધે ને એટલો ક્રોધ જબરજસ્ત વધે. ‘મૈં, મૈં’ કરે એનાં કરતાં તો વિલાસી સારો, તે કહે કે, મને તો આમાં કંઇ સમજણ પડતી નથી.’ દરેક માણસ જાતિભેદ જુએ કે, ‘આ તો ત્યાગી છે. તે બધું કરી શકે છે ને આપણે તો સંસારી.’ એ લિંગભેદ રહે, ને લિંગભેદમાં તો સંસારી કામ શી રીતે કાઢે ? તે એના માટે ય દાખલો લેવા અમે છીએ. અમે પણ ગૃહસ્થલિંગ છીએ. ઇન્કમટેક્ષ ભરીએ છીએ. એટલે તમને લિંગભેદ ના રહે ને હિંમત આવે !!
ભગવાને ત્યાગીઓનો ય મોક્ષ ના કહ્યો ને ગૃહસ્થીઓનો ય મોક્ષ ના હ્યો. એક માણસને ચાનો ત્યાગ નથી અને એ ચા ગ્રહણ કરે છે, તો એ ગ્રહણ કરવાનો અહંકાર કરે છે. જયારે બીજો ચાનો ત્યાગ કરે છે અને ચા ગ્રહણ કરતો નથી, તો એ ત્યાગ કરવાનો અહંકાર કરે છે. આ
આપ્તવાણી-૨
બંને જે કરે છે એ ઇગોઇઝમ છે અને ઇગોઇઝમ છે ત્યાં સુધી મોક્ષમાર્ગ નથી. છતાં, પેલા માર્ગે, ક્રમિક માર્ગે અહંકારથી અહંકાર ધોવાનો છે. સાબુ પોતાનો મેલ રાખે ને કપડું ધોવાય, પણ સાબુનો મેલ કાઢવા ટિનોપોલ નાખવો પડે; ત્યારે ટિનોપોલ પોતાનો મેલ રાખે ને સાબુનો મેલ કાઢે, એમ ઠેઠ સુધી ચાલે. ગુરૂ પોતાનો મેલ શિષ્ય પર રાખતો જાય, એ તો ગુરૂનો મેલ પોતાને ચઢયો હોય તેથી મેલથી મેલ કાઢવો જ પડે ને ! કારણ કે ગુરૂ એ ય મેલા જ ને ! જયારે ‘જ્ઞાની પુરુષ’ એ સંપૂર્ણ શુદ્ધ હોય, એટલે કોઇ મેલ ચઢે નહીં. ક્રમિક માર્ગમાં ગુરૂ હોય તો શિષ્ય પર મેલ ચઢાવતા જાય અને અહીં ‘અક્રમ માર્ગ’માં સીધું શુદ્ધ જ પ્રાપ્ત થઇ જાય છે. જેનો સંગ કર્યો તે તેનો મેલ તો ચઢાવે જ. પણ ‘જ્ઞાની પુરુષ' એકલા જ સંપૂર્ણ શુદ્ધ હોય એટલે મેલ ના ચઢે.
૨૬૪
સાચો ત્યાગી !
સંસારીઓનાં દુ:ખો પોતાને હો અને પોતાનાં સુખો સંસારીઓને હો- એવી ભાવના રહેતી હોય તે ત્યાગી કહેવાય. જો પોતે જ અશાતામાં
રહેતો હોય તો તે બીજાને સુખ શી રીતે આપે ? આ ધર્મમાર્ગ હોય તો
ય શાંતિ રહે.
જગત ભોગવવા માટે છે તે ભોગવો, પણ કોઇને દુઃખ ના દેશો અને જેને ત્યાગી થવું હોય તો થાવ પણ કોઇને દુઃખી ના કરીશ. બૈરી પાસેથી સાઇન કરાવી લે કે, ‘મારી સંપૂર્ણ રાજીખુશીથી ભાઇ જાય છે,’
પણ આ તો મારી ઠોકીને સાઇન કરાવી લે. બધાંને રાજી કરીને જ ત્યાગ લેવાય.
ભગવાને શું કહ્યું કે ખરો ત્યાગી પુરુષ કેવો હોય ? કે જેનું મોઢું જોતાં જ આનંદ થાય આપણને, તેમને પગે લાગવાનું મન થયા કરે, એમને જોતાંની સાથે જ ઇન્કમટેક્ષની ચિંતા હોય તો ય ભૂલી જઇ આનંદ આવે, દિલ ઠરી જાય.
આત્મા એક ક્ષણવાર અનાત્મા થયો નથી, એને એક ક્ષણવાર પણ અનાત્માની ઇચ્છા થઇ નથી. આત્માને ત્યાગ નથી, જપ નથી, તપ નથી.