SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૨૪૭ ૨૪૮ આપ્તવાણી-૨ મોટામાં મોટા રાત-દા'ડો જોડે જ સૂઇ રહેનારા સંયોગ-મન, વચન, કાયાના સંયોગ એ જ દુઃખદાયી થઇ પડયા છે, તો પછી બીજો કયો સંયોગ સુખ આપશે ? આપણને તો આ સંયોગ છોડે તેમ નથી, પણ ત્યાં સમભાવે નિકાલ કરવાનો છે ! આમાં કેવું છે કે જેમ અવળા સંયોગ વધારે હોય તેમ આ જ્ઞાન વધારે ખીલે તેમ છે ! છતાં, અવળા સંયોગ વેચાતા લાવવા જેવું નથી, જે છે તેનો નિકાલ કરી નાખવાનો છે! સંજોગ સુધારીને મોકલો ! દાદાશ્રી : કેમ છે તમારાં બાની તબિયત ? પ્રશ્નકર્તા : આમ તો સારું છે પણ કાલે જરા બાથરૂમમાં પડી ગયાં, પૈડપણ ખરું ને ! દાદાશ્રી : સંયોગોનો નિયમ એવો છે, કે નબળા સંયોગ આવે એટલે બીજા નબળા સંયોગ દોડતા આવે અને જો સબળો સંજોગ ભેગો થાય તો બીજા સબળા સંજોગ ભેગા દોડતા આવે. આ પૈડપણ એ નબળો સંયોગ છે તેથી તેમને બીજા નબળા સંયોગ ભેગા થાય; જરાક ધક્કો વાગે તો ય પડી જવાય, હાડકાં તૂટી જાય. નબળા પાછળ નબળા સંયોગ આવે. આ તો જયાંથી ત્યાંથી ઉકેલ લાવવાનો છે ! દુનિયાના માણસો કેવા હોય ? જે દબાયેલો ભેગો થાય તેને ટૈડકાવ ટૈડકાવ કરે. ભગવાને કહ્યું કે અલ્યા, તું જેટલા બીજાના સંયોગ બગાડે છે તે તું તારા પોતાના જ બગાડે છે, તે તને જ એવા સંયોગ ભેગા થશે. સંયોગો એ તો ફાઇલ છે અને એનો સમભાવે નિકાલ કરવાનો છે. આ તો અનંત અવતારથી સંયોગો ને તરછોડ માર માર કરેલા તેથી અત્યારે આ કાળમાં લોકોને જયાં ત્યાં તરછોડ મળે એવા જ સંયોગ ભેગા થાય છે ! સંયોગો તો વ્યવસ્થિતના હિસાબી પરમાણુથી જ ભેગા થાય. કડવા લાગે તેવા સંયોગોને લોક કાઢ કાઢ કરે ને તેને ગાળો આપે. સંયોગ શું કહે છે કે, ‘અમને વ્યવસ્થિતે મોકલ્યા છે. તું અમને ગાળો દે છે પણ પછી તને વ્યવસ્થિત પકડશે.’ અને જયારે મીઠો સંયોગ આવે છે ત્યારે લોક “આવ બા ! આવ બા ' એમ કરે. આ કેવું છે કે જો તું સંયોગો સાથે રહીશ તો સંયોગો તો વિનાશી છે, તે તું પણ વિનાશી થઇ જઇશ અને સંયોગોથી છૂટો ‘વ’માં રહીશ તો તું અવિનાશી જ રહીશ. આ તો કેવું છે કે, કડવા સંયોગને ‘ના’ કહીએ તો ય એ આવે ને મીઠાને ‘આવ, આવ’ કહીએ તો ય એ ચાલ્યા જાય ! આમ કરી કરીને તો અનંત અવતાર બગાડ્યા, કુષ્માન કર્યા. મોક્ષ જોઇતો હોય તો ‘શુકલધ્યાનમાં રહેજે અને સંસાર જોઇતો હોય તો ‘ધર્મધ્યાન રાખજે, કે કેમ કરીને બધાંનું ભલું કરું. ‘ધર્મધ્યાન' તો, ક્યારેક કોઇ માણસ અવળું બોલે તો એને પોતે માને કે મારો હિસાબ કંઇ બાકી હશે, એથી આવો કડવો સંયોગ મળ્યો ! ને તે પછી તે કડવા સંયોગને મીઠો કરે, સંયોગ સીધો કરે. કોઇ માણસ લઢતો આવે કે, ‘તમે મને ૨૫ રૂ. ઓછા આપ્યા, તો તેને ૨૫ વત્તા ૫ બીજા આપીને રાજી કરીને જે તે રસ્તે એ સંયોગ સુધારીને મોકલવો. સંયોગને અજવાળીને મોકલે તો આવતે ભવે સવળા સંયોગ મળે. જયાં જયાં ગૂંચો પડી છે ત્યાં ત્યાં તે સંયોગ ગૂંચીવાળો આવે, એ જ નડે છે. માટે અવળા સંયોગને અવળા ના જોઇશ, પણ એને સવળા અને મીઠા કરીને મોકલ કે જેથી તે આવતે ભવે ગૂંચ વગરના સંયોગ મળે. આ લોકોએ કહ્યું કે, ‘તમે શાન્તાબહેન, આના વેવાણ, આની મા” અને બધું તમે માની લીધું અને પાછાં તેવા થઇ ગયાં ! માણસ બહુ વિચાર કરતો હોય તો ય પોતાનું નામ ભૂલ્લી જાય તેવું છે, તેમ આ સંયોગોથી ઘેરાયો ને ‘પોતાને ભૂલી ગયો; આનું નામ સંસાર ! આમાં અજ્ઞાનતાનું જ એગ્રીમેન્ટ અને અજ્ઞાનતાની જ પુષ્ટિ કરી ! તે કહે કે, ‘આનો જમાઇ ને આનો સસરો !” અલ્યા, તું જમાઈ શાનો ? તો કહે કે, “મે શાદી કરી ને ” આ તો માર ખાઇને ભોગવે તે શાદી. એવું છે, આ શાદી એ તો એક ભવ માટેનું એગ્રીમેન્ટ, પણ આને તો કાયમનું માની બેઠો ! અને ઉપરથી ઇનામમાં એક જ ભવમાં પાર વગરના માર ખાવાના ! આ તો ભગવાન પોતાનું ભાન ભૂલ્યા તેનાથી સંસાર ઊભો થઇ ગયો ! ‘આ સંયોગો સારા અને આ ખરાબ” તેથી સંસાર ઊભો છે, પણ
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy