________________
આપ્તવાણી-૨
૨૪૫
૨૪૬
આપ્તવાણી-૨
હોય તો કહે, ‘આ ક્યાં ચા પીવા આવ્યો ?” અને ઇષ્ટ સંયોગ આવ્યો હોય તો ના પીવી હોય તો ય પરાણે એને ચા પીવડાવે. આની પાછળ રૂટ કોઝ શું છે ? ‘આ સારું અને આ ખોટું’ એમ કહે છે તે ? ના, પણ પેલી મિથ્યાત્વ દ્રષ્ટિ છે તેથી આમ કરે છે. મિથ્યાત્વ દૃષ્ટિને લીધે ખરું શું ને ખોટું શું એનું ભાન જ નથી.
આત્મા અને સંયોગ બે જ છે અને તેમાં સંયોગો અનંત છે, તે સંયોગો આત્માને ભળાવે છે. તે કેવી રીતે, તે હું તમને સમજાવું. આ એક હીરો હોય તે સફેદ અજવાળું આપે, પ્રકાશમાં તેમાથી કિરણો સફેદ નીકળે. હવે એની નીચે લાલ કપડું મૂકયું હોય તો આખો હીરો લાલ દેખાય અને લીલું કપડું મૂક્યું હોય તો હીરો લીલો દેખાય અને પ્રકાશ ય લીલો નીકળે. આત્મા એવો જ છે, પણ સંયોગો આવે છે તેવો થઇ જાય છે. આ ક્રોધ આવે ત્યારે ગરમ ગરમ થઇ જાય છે, ખરી રીતે તો પોતે ‘શુદ્ધાત્મા’ તો ક્યારે પણ બગડયો જ નથી. તેલ ને પાણીને ભેગું કરીને ગમે તેટલું હલાવ હલાવ કરે તો ય તેલ ને પાણી કયારે ય પણ એક થતાં નથી, તેમ આત્મા કયારે ય પણ બગડયો જ નથી. અનંત અવતારમાં આત્મા કપાયો નથી, છુંદાયો નથી, સાપમાં ગયો કે બિલાડીમાં ગયો કે ગમે તે યોનિમાં ગયો પણ પોતે અંશ માત્ર બગડયો નથી, માત્ર ઘાટ ઘડામણ ગઇ છે !
ત્યારે જે મણનું હતું તે પછી ૩૮ શેર થાય, ૩૬ શેર થાય, પછી ક્રમશઃ તે પૂરું થાય.
સંયોગો કમ્પ્લીટ વિયોગી સ્વભાવના છે. એ તો એક આવે ને અગિયાર ને પાંચ મિનિટ થાય તો ઠંડતો થાય ! એને કહીએ કે ‘લે, ઊભો રહે, જમીને જા.’ તો ય એ ના ઊભો રહે. એનો કાળ પાકે એટલે ચાલતો જ થાય. પણ આ તો કેવું છે કે બે મિનિટ પછી વિયોગ થવાનો હોય ત્યાં તે રાહ જુએ કે ‘હજી નથી ગયો, હજી નથી ગયો, કયારે જશે ?” તે બે મિનિટની એને દસ મિનિટ લાગે ! આ રાહ જોવાથી તો કાળ લાંબો લાગે છે ! બાકી સંયોગ તો વિયોગી સ્વભાવના જ છે.
દરેક સંયોગોમાં આપણે પોતે ભળવા જેવું નથી, એના તો ફક્ત જ્ઞાતા દ્રષ્ટા માત્ર છીએ. સંયોગોની સાથે આપણે ઝઘડો કરવાની ય જરૂર નથી કે તેની સાથે બેસી રહેવાની ય જરૂર નથી. કોઇ પણ સંયોગ આવે તો કહી દઇએ કે, ‘ગો ટુ દાદા.” દરેક સંયોગ તો નિરંતર બદલાયા જ કરવાના અને આપણે તેનાથી ભિન્ન છીએ. વિચાર આવ્યો એ સંયોગ અને તેમાં ભળીને હાલી જાય તે ભ્રાંતિ છે, તેને તો માત્ર જોવા ને જાણવા જોઇએ.
કેટલાકને દિવસ ફાવે ને રાત ના ફાવે, પણ આ બંને સંયોગો રીલેટિવ છે. રાત છે તો દિવસની કિંમત છે અને દિવસ છે તો રાતની કિંમત છે !
વીતરાગ ભગવાન શું કહે છે કે, “આ બધાં સંયોગો જ છે, બીજો આત્મા છે, એ સિવાય ત્રીજું કશું જ નથી.’ એમને ખરું-ખોટું, સારું-નરસું કશું જ ના હોય. ‘વ્યવસ્થિત’ શું કહે છે કે, “આ સંયોગોમાં તો કોઇનું કિંચિત્ માત્ર પણ વળે નહીં, બધો જ પાછલા ચોપડાનો હિસાબ જ માત્ર છે.” વીતરાગોએ શું કહ્યું કે બધા સંયોગો એક સરખા જ છે. આપવા આવ્યો કે લેવા આવ્યો, બધું એક જ છે, પણ અહીં બુદ્ધિ ડખો કરે છે. સંયોગોના માત્ર ‘જ્ઞાતા-દ્રષ્ટા' જ રહેવા જેવું છે. આ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. ભેળા થવાના સંયોગ પુરા થાય એટલે વિખરાય
સંસારમાં રીલેટિવમાં ભય માથે આવે ત્યારે આખો આત્મામાં પેસી જાય ને આત્માનો અનુભવ થઇ જાય ! આ નાનો બાબો હોય તે આમ તો પોતાનું રમકડું છોડે નહીં, ખસેડવા જાય તો હઠે ભરાય ! ને એટલામાં બિલાડી આવે તો બીને બધું છોડીને નાસી જાય ! જેને સ્વરૂપ જ્ઞાન મળ્યું હોય તેને જો કદી મોટો ભય આવે ને, તો તો એને સંપૂર્ણ આત્મ અનુભવ કેવળ જ થઇ જાય ! આપણને પણ સંયોગ આવે છે; છતાં આપણે કયાં સંયોગ પસંદ કરવાના કે જે રીયલમાં હેલ્પ કરે તે, રીયલનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ કરવાના, રીલેટિવનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ નહીં કરવાના. જગતના લોકો સંયોગોના બે ભાગ પાડે : એક નફાના ને બીજા ખોટના; પણ આપણે તો જાણીએ કે નફો-ખોટ એ કોની સત્તા છે ? એ ના હોય આપણી સત્તા ! આપણે તો સત્સંગ મળે એ સંયોગ પસંદ કરવા યોગ્ય ! બીજા તો બધા સંયોગો તે સંયોગો જ છે. અરે,