________________
આપ્તવાણી-૨
૨૩૯
૨૪૦
આપ્તવાણી-૨
આજનાં છોકરાંઓએ તો ઊલટા વાળ વધારીને ઓપન કર્યું કે, વાળ જે કપાવે છે તે મેન્ટલ હોસ્પિટલના લોક છે અને અમે મેન્ટલ હોસ્પિટલની બહારના છીએ અને મેન્ટલ હોસ્પિટલના લોકો આમને કહે પાછા કે, “આ મેન્ટલ છે !” માટે હિન્દુસ્તાનને કોઇ ખોટ જવાની નથી. આ ‘જ્ઞાની પુરુષ’ના આશીર્વાદ છે.
કુરતમાં બુદ્ધિ તા લાખો ! - ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ, ઇટસેલ્ફ પઝલ થયેલું છે. તેમાં આ લોકો શું એનું માપ કાઢી શકવાના હતા ? આ લોકો આ પઝલનું માપ કાઢ કાઢ કરે છે. કહે છે કે, “૧૯૭૪માં વસતિ આટલી છે તો ૨000માં આટલી થઇ જશે !' અરે ! ચક્કર, ઘનચક્કર ! પહેલી સાલ એક છોકરું. હતું, ત્રીજી સાલ બીજું થયું એટલે ૮૦ વર્ષની ઊંમરે તો ૩૦-૪૦ થઈ જશે ?! શું કાઢે છે હિસાબ ? મેર ગાંડીઆ ચક્કર છો કે શું ? ઘનચક્કરો! કેક્યુલેશન ના કઢાય, મનુષ્યોના અને આ બધા ગણિત કાઢવા બેઠા છે, એ બધા ઘનચક્કરો . છોકરો પાંચ વર્ષનો હતો ત્યારે સવા બે ફૂટનો હતો ને સોળ વર્ષે પોણા પાંચ ફૂટનો ઊંચો છે, માટે ૮૦ વર્ષે આટલો ઊંચો થઇ જશે ! હે ઘનચક્કરો, હિન્દુસ્તાનના મનુષ્યોનું શું કરવા તોલ તોલ કરો છો ? બે હજારમાં આમ થઇ જશે ને ત્રણ હજારમાં આટલા થઇ જશે. જો તમે ૨000માં આટલા થઇ જશે એમ કહો છો તો આજથી પાંચ હજાર વર્ષ ઉપર કેટલા હતા એ કહી આપો ને ! જો તમને આ ગણતરી કાઢતાં આવડતી હોય તો કહી આપો કે ત્યારે કેટલા માણસ હતા. ત્યારે એ કહેશે કે, “એ અમને ખબર નથી.” ત્યારે મેર ગાંડીઆ તને વહુના ધણી થતાં નથી આવડતું, તે વહુને બા કહે જઇને ! ઘનચક્કરો, કેવા પાક્યા છો તે ! તારી વહુને બા કહેજે એટલે તારે ચાલ્યું ! છોકરો બા કહે ને તું ય બા કહેજે, એટલે ધણી બૈરી ના જોઇએ રસ્તામાં ! ઘનચક્કરો ! વસતિ કાઢવા નીકળ્યા છે, કેક્યુલેશન કરવા બેઠા છે કે ૧૯૮૦માં આટલું ને ૧૯૯૦માં આટલું થઈ જશે ને ૨૦OOમાં આટલું થઇ જશે ! તે એમને કોઇ પકડનારે ય નથી નીકળતા !! સરકારે ય એક્સેપ્ટ કરે છે. આવી વાત જે કરે ને, જે વાત નોન-સેન્સ લાગતી હોય એવાને તો
પકડવા જોઇએ અને જેલમાં ઘાલી દેવા જોઇએ. કેમ વાત આવી મૂકે છે ? તો તો પબ્લિક ખરાબ થઇ જાય.
હિન્દુસ્તાનનું બગડવાનું નથી અને જે દેશમાં સંત પુરુષો છે, સત્ પુરુષો છે અને પ્રગટ ‘જ્ઞાની પુરુષ' છે ત્યાં આગળ શું બગડવાનું છે ? આ ત્રણની હયાતી હોય ત્યાં કશું બગડે નહીં, ઊલટું બગડેલું સુધરવા માંડયું છે. ભયંકર બગડી ગયેલું, હિન્દુસ્તાન જેવો બીજો કોઇ દેશ આ દુનિયામાં આટલી અધોગતિમાં ગયો નહોતો, ભયંકર બગડી ગયો હતો. અનાચારને જ સદાચાર માન્યા હતા ને સદાચારને તો દેશવટો જ દીધો હતો, એસ્પોર્ટ !! તે હવે એસ્પોર્ટ થયેલો ઇમ્પોર્ટ થઇ રહ્યો છે. આ વાળ વધારે છે તેથી ! આ વાળ વધારે છેને તે ઇમ્પોર્ટ કરી રહ્યા છે ! આ વાળ કાપીને એસ્પોર્ટ કરી નાખ્યું હતું.
આખું વર્લ્ડ મેન્ટલ હોસ્પિટલ થઈ ગયું છે, તે છોકરા અત્યારે મેન્ટલ જ કહેવાય છે ને ? ત્યારે શું થાય ? આખી હોસ્પિટલ જ મેન્ટલ ત્યાં આગળ ‘જ્ઞાની પુરુષ' પણ ‘બહારમાં’ તો મેન્ટલ જ કહેવાય ને ? આખી હોસ્પિટલ જ મેન્ટલ ત્યારે ‘જ્ઞાની પુરુષ’ મહીં આવ્યા ને ? કારણ કે “જ્ઞાની પુરુષ'નો દેહે ય મેન્ટલના જમાનામાં જન્મ્યો, માટે મેન્ટલ તો ખરો જ ને ? બધું મેન્ટલ કહેવાય, મેન્ટલ હોસ્પિટલ જ છે આ તો ! તે હવે આ પરિવર્તન આવી રહ્યું છે.
હિન્દુસ્તાન ૨૦૦૫માં આખા વર્લ્ડનું કેન્દ્ર થઇ ગયું હશે ! હવે ૩૧ વર્ષ રહ્યાં બાકી. ત્યારે આ છોકરાં પ૬-૬0 વર્ષનાં થશે, ત્યારે એમનામાં મેન્ટલપણું રહેવાનું નહીં. એમના આ લાંબા વાળ હતા ને તેનાથી એક દા'ડો મેન્ટલપણું નીકળી જશે એટલે એક દા'ડો કપાવી નાખશે. એક છોકરો લાંબા વાળવાળો મોટરમાં મારી આગળ બેઠો હતો. તે મેં એને કહ્યું કે, “ભઇ, તે એટલા બધા વાળ કેમ વધાર્યા કે જેથી કરીને ઊડીને પાછળવાળાને હરકત થાય ?” જો કે તેના વાળ મને હરકત નહોતા કરતા, પણ મેં સહેજમાં કહ્યું. તે એ છોકરો તરત ને તરત જ વાળ કપાવીને આવ્યો ને મને નમસ્કાર કરી ગયો, ને પાછો એણે દ્રઢ નિશ્ચય કર્યો કે ફરી નહીં વધારું !