________________
આપ્તવાણી-૨
જંગલીપણું. પ્રપંચ ! પ્રપંચ ! પ્રપંચ ! ધર્મમાં જ વેપાર કરેલા! વેપાર કયાં શરૂ કરી દીધેલા ? ધર્મની અંદર જ વેપાર ! એટલે આવું જે જૂનું ડેવલપમેન્ટ હતું, તે કાઢી નાખવા જેવું હતું. તે બિલકુલ ખલાસ થઇ ગયેલું સ્ટ્રક્ચર છે, એને પડી જવા દો, નવું ઊભું થઇ રહ્યું છે ! નહીં તો મોક્ષની વાત તો સાંભળવા જ ના મળે !
૨૩૫
જેમ જેમ આ કલ્ચર્ડ થતું જશે તેમ તેમ એ પુસ્તકો ઊંચે મૂકી દેશે, પસ્તીમાં જતાં રહેશે. કારણ કે જયાં સુધી ડેવલપ ના હોય ત્યાં સુધી એની કિંમત. ગીતાને સમજવાવાળા અને વેદાંતને સમજવાવાળા નીકળશે હવે ! હવે ડેવલપ થઇ રહેલ છે, આમાં નિમિત્ત બન્યા છે અંગ્રેજો. આ સારી બાબતમાં અંગ્રેજો નિમિત્ત બન્યા છે.
પ્રશ્નકર્તા : તેમણે જ્ઞાનનો ઉઘાડ કર્યો ?
દાદાશ્રી : ના, જ્ઞાનનો નહીં. પણ લોકો જે એબ્નોર્મલ થઇ ગયા હતા તેમાં બેકિંગ લેવડાવ્યું, તે નોર્માલિટી ભણી લાવ્યા! આપણા લોકોએ શું કહ્યું કે, ‘આ લોકો આપણો ધર્મ ને આપણા આચાર નષ્ટ કરવા આવ્યા. તે એમણે એટલો નષ્ટ કર્યો તેથી તો આ નોર્માલિટી પર આવી રહ્યા છે. આપણા લોકો શી બૂમો પાડતા હતા ? કે આ લોકો ધર્મ ને આચાર બધો તોડી નાખશે ને આપણું બધું ખલાસ કરી નાખશે ! ના, એટલું બાદ કર્યું. ૮૫ ડિગ્રી એબ્નોર્મલ પ્રમાણ થઇ ગયું હતું ને આપણને નોર્માલિટી માટે ૫૦ ડિગ્રી જોઇએ, તે આ લોકોએ આવીને ૩૦-૩૫ ડિગ્રી કાઢી નખાવ્યા, જડ બનાવ્યા, જડ એટલે દારૂ પીતાં શીખવ્યા, માંસાહાર કપડાં-લત્તાં બધું મોહનીય બનાવ્યું, એટલે ‘પેલા’ દુર્ગુણો જતા રહ્યા ! જે તિરસ્કારના દુર્ગુણો હતાને તે ખલાસ થઇ ગયા, ફ્રેક્ચર થઇ ગયા. એ બહુ સારામાં સારું કામ કર્યું આ લોકોએ.
અંગ્રેજોનો એક ઉપકાર !
અંગ્રેજો આવ્યા ને એમની ભાષા લાવ્યા, તે એમના પરમાણુ સાથે આવે. હંમેશા દરેક ભાષા પોતાનાં પરમાણુ લઇને આવે એટલે એમના જે ગુણો હતા ને સાજિક ગુણો, ટાઇમ-બાઇમ બધું એક્ઝેક્ટ જોઇએ,
આપ્તવાણી-૨
તે સાજિક ગુણો નવેસરથી ચાલુ થઇ ગયા. આ તો બધા સ્વાર્થી થઇ ગયેલા. પોતાના ઘર પૂરતી જ ભાંજગડ, બીજા બધાનાં ઘર બળતાં હોય તો સૂઇ રહે મઝાના. પ્રપંચી, સ્વાર્થી ! બધી રીતે તિરસ્કારવાળાં, યુઝલેસ થઇ ગયાં હતાં.
૨૩૬
બ્રાહ્મણો દેશને આખા ખાઇ જવા ફરતા હતા. બ્રાહ્મણો કહેતા હતા
કે, ‘ભગવાનનું મુખ અમે છીએ ને આ ક્ષત્રિયો છાતી સુધી છે અને આ બધા વૈશ્યો ને આ બધા શૂદ્રો છે, તે નીચલા છે !' દુરૂપયોગ ને દુરૂપયોગ જ કર્યો ! જેનો સદુપયોગ કરવાનો હતો, તેનો જ દુરૂપયોગ કર્યો. અમે બ્રાહ્મણો એટલે મુખારવિંદ, એટલે અમે જે કહીએ એનો વાંધો તમારે ગણવાનો નહીં. તે એમણે એ પાવર-વીટો પાવર વાપર્યો તેને લઇને તેઓ ભયંકર યાતનામાં સપડાઇ ગયા. આ પ્રજાનું તો જે થવાનું હશે તે થશે, પણ એ વીટો વાપર્યો તેને લઇને આજે તેમના પગમાં ચંપલ નથી મળતાં, ચંપલ પણ જતાં રહ્યાં ! એમની વેલ્યુ પણ જતી રહી ને ચંપલ પણ જતાં રહ્યાં ! બેઉ સાથે જતાં રહ્યાં !! એમની વેલ્યુ હોત ને ચંપલ ના હોત તો ચાલત, અગર તો ચંપલ રહ્યા હોય ને વેલ્યુ ગઇ હોત તો ય ચાલત! આ તો ચંપલે ય ગયાં ને વેલ્યુ પણ ગઇ. દુરાચારોને લઇને તેમની દશા તો જુઓ ?
લાલચુ છે એનો માર ખાય છે આ જગત. લાલચ શી હોવી જોઇએ માણસને ? લાલચ દીનતા કરાવરાવે ને દીનતા પેઠી કે મનુષ્યપણું ગયું.
જૂના જમાનાની પ્રજાએ હિરજન ઉપર ભયંકર અત્યાચારો કર્યા. રિજનને રસ્તા પરથી જવું હોય તો એણે છાતીએ કોડિયું અને પાછળ ઝાડુ બાંધવું ! કોડિયું એટલા માટે કે થૂંકવું હોય તો રસ્તા ઉપર ના થૂંકાય, કોડિયામાં થૂંકવાનું !! અને પાછળ ઝાડુ એટલા માટે કે રસ્તા પરનાં એનાં પગલાં ભૂંસાઇ જાય !!! આ તો ‘કરપ’ કરાવે ! મારા જેવા હાજરજવાબી હોયને તો તે માથું ફોડી નાખે એવો જવાબ આપે કે આ કૂતરાંને થૂંકવાની ને બીજી બધી છૂટ, એનાં પગલાં ચાલે અને આ માણસના ના ચાલે ? આ કઇ જાતના મેન્ટલ થઇ ગયા છો ? આ તો એકસેસમાં ગયું હતું.
છોકરીઓ જન્મે ને તરત જ દૂધ પીતી કરતાં, મારી નાખતા. રજપૂત