________________
આપ્તવાણી-૨
૨૩૩
૨૩૪
આપ્તવાણી-૨
રાંડેલી એ તો ગંગાસ્વરૂપ કહેવાય, એનું નામ કેમ દેવાય ? પાછા કહે શું ? ગંગાસ્વરૂપ. અને રાંડેલી સામે મળે તો કહે કે, “મને અપશુકન થયાં, સારું કામ કરવા જતો હતો ને મને અપશુકન થયાં !' આવા જંગલી ! આવા જંગલીને તો ફાંસીએ ચઢાવવા જોઇએ. પણ ભગવાને શું કહ્યું કે, ‘તમે ફાંસીએ ના ચઢાવશો, આ અધિકાર તમારા હાથમાં લેશો નહીં.” ભગવાન મનુષ્યને કહે છે કે, ‘આ અધિકાર તમે તમારા હાથમાં લેશો નહીં.” નેચરલ નિયમ જ છે. નેચર કહે છે કે, ‘એવાંને અમે ફાંસીએ લઇ લઇએ છીએ જ, અમારી નિયમ જ છે, એ અધિકાર તમે લેશો નહીં.' અને આજે બહુ કષ્ટો સેવી રહ્યાં છે ! આ બધાં જે સેવી રહ્યાં છે એ પોતાનાં જ કષ્ટો સેવી રહ્યાં છે. અને આ તો ડેવલપ થઇ રહેલ છે, અંડર ડેવલપ નથી. છતાં આપણે વાત આચારની કરવી જોઇએ કે, “બહેન, ઉંમરલાયક થયાં, આ જગત ફસામણવાળું છે. જો તમને સુખ જ જોઇતું હોય તો વિચારીને પગલાં મૂકજો ને પગલાં મૂકો તો અમને પૂછજો. પૂછવામાં વાંધો નહીં ઉઠાવું, પૂછજો અને સલાહ તરીકે.’ આ વકીલની સલાહ લઇએ છીએ તો શું વકીલ કરતાં બાપ ગયો ? વકીલ કરતાં તો બાપ ઉપર વધારે વિશ્વાસ હોય ને ?
હિન્દુસ્તાન સુધરેલું નહોતું, મનમાંથી કાઢી નાખવા જેવું હતું, પોઇઝનસ હતું બધું. ઝેરી હતું બધું. આ દેશની દશા તો જુઓ કેવી થઇ ગઇ ? પણ તેમાં કોઇનો દોષ નહોતો. માણસ કોઇ દોષિત હોતું નથી. એવિડન્સ ઊભા થાય છે, એમાં સરકમસ્ટેસીસ ઊભા થાય છે. હવે આ ફેરફાર થવા માંડયો છે.
- હવે આ ઊંચી જાતનું રહ્યું છે, અજાયબ સ્થળે જઇ રહ્યું છે વર્લ્ડમાં આજે ! હિન્દુસ્તાન વર્લ્ડમાં અજાયબ સ્થળે જઇને ઊભું રહ્યું છે ! નહીં તો મોક્ષની વાત કરવાની હોય ? મોક્ષ તો લખવા માટે નહોતો, કોઇને મોક્ષ લખવાનો ય અધિકાર નહોતો. આ બધા આચાર્યો, મહારાજો, સાધુઓ હતાને તે બધા ઓવરવાઇઝ થઇ ગયેલા હતા; તેમાં બે-પાંચ એકસેશન કેસ હોઇ શકે ખરા. બાકી તો ઓવરવાઇઝ એટલે ચણતરના ય કામમાં ઇંટ કામ ના લાગે તેવી, ડીફોર્મ થઈ ગઈ હોય તેવી ખેંગાર
ઇટ જેવા ! ઓવરવાઇઝ છે તેને ખેંગાર કહેવાય. ઇંટ કાચી હોય, અંડરવાઇઝ તેને આમરસ કહેવાય.
ભગવાનને ત્યાં તો ડહાપણ સુધીની જરૂર, તે બધું ઓવરવાઇઝ થઇ ગયું હતું અને જાનવર કરતાં ય ભૂંડા આચાર થઇ ગયા છે. કારણ કે જાનવરમાં દુરાગ્રહ ના હોય, કદાગ્રહ ના હોય, હઠાગ્રહ ના હોય, તે મનુષ્યમાં તો હોવાં જ ના જોઇએ. અને હોય તો અમુક પ્રમાણ હોય ત્યાં સુધી મનુષ્યપણું છે, કારણ કે ડેવલપ છે. એટલે જાનવરો કરતાં આમનામાં આગ્રહ વિશેષ હોય, તેનું પ્રમાણ જળવાય ત્યાં સુધી બરોબર છે, નહીં તો પછી જાનવર કરતાં ય ભૂંડા કહેવાય. આને મનુષ્યપણું કેમ કહેવાય ? ખોટી પકડો પકડવી, ખોટા દુરાગ્રહ, ખોટા કદાગ્રહ, પોતાના જ વિચારોથી ધર્મને માનવો અને મૂલવવો. ધર્મ તો કેવો હોવો જોઇએ? કે નાના બાળક પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ, જાનવરો પાસેથી પણ જાણવાનો પ્રયત્ન જોઇએ કે આનામાં કેવા કેવા ગુણ છે ?
આ કૂતરાને એક જ દા'ડો પૂરી આપી હોય, તે ત્રણ દા'ડા સુધી આપણને જયારે દેખે ત્યારે પૂંછડી હલાવી હલાવ કર્યા કરે. એમાં હેતુ લાલચનો કે ફરી આપે તો સારું – પણ એ ઉપકાર તો ભૂલતો નથી ને ! એ ઉપકારને લક્ષમાં રાખીને લાલચ રાખે છે, ને મનુષ્યો ?! ગમે તે હો પણ આજે તો આ ભારત ડેવલપ થયું છે, નહીં તો મોક્ષની તો વાત સાંભળવાની હોય ? અરે, સમકિતનું જ ઠેકાણું નહોતું ને ! આજે બબ્બે હજાર વર્ષથી ઠેકાણું નહોતું, મહાવીર ગયા પછી અને તેમના પહેલાં ય નહોતું. ભગવાન જન્મ્યા ત્યારે ૨૫૦ વર્ષના કાળમાં બે વખત લાઇટ ઝબકી ગઇ, પાર્શ્વનાથ ને મહાવીર - બે. તે વખતે અમુક માણસનું બસ કામ નીકળ્યું, બીજા કોઈને લાભ-લાભ મળેલો નહીં. ભગવાનનો લોકોએ પ્રભાવ તોડવા બહુ બહુ ઉપાય કર્યા, ભગવાન ચાલે ત્યાં આગળ કાંટા આમ ઊભા રસ્તામાં વેર્યા, તે બાવળિયાના કાંટા આમ ઊભા મૂક્યા હોય ને ભગવાન ચાલે તો કાંટા આમ વાંકા થઇ જાય, પ્રત્યક્ષ દેખાય છતાં પણ હિન્દુસ્તાનના બીજા ધર્મના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહીં, કહેશે, ‘આ તો જાદુ છે, આ વિદ્યા છે” એવો સ્વીકાર કર્યો. પણ સત્યનો સ્વીકાર ના કર્યો, આવો ગજબનો સાયન્ટિસ્ટ તેનો સ્વીકાર ના કર્યો ! બહુ જ