________________
આપ્તવાણી-૨
૨૦૭
૨૦૮
આપ્તવાણી-૨
‘જ્ઞાની પુરુષ' એ પોતે સત્ છે માટે એમનો સંગ એ સત્સંગ, અને એને ભગવાને પરમહંસની સભા કહી. અહીં તો રીયલની જ વાત હોય. હંસ જેમ ચાંચ બોળતાંની સાથે જ નીર ને ક્ષીર છૂટાં પાડી દે તેમ ‘જ્ઞાની પુરુષ’ પાસે ‘જ્ઞાન’ મળતાં જ આત્મા અને અનાત્મા બંને ય છૂટા જ પડી જાય, માટે એને ભગવાને પરમહંસની સભા કહી. જયાં આત્માની, દરઅસલ આત્માની વાતો નથી, છતાં પણ ધર્મની વાતો થાય છે, રીલેટિવ ધર્મની વાતો છે એ હંસની સભા છે. એ જગ્યામાં હિતાહિતનું બતાવે, એ શભનો ચારો ચણે છે અને તે કયારેક મોક્ષ પામશે. જયાં સમજુ માણસો ભેગા થતા નથી અને બસ વાદવિવાદ જ કર્યા કરે છે, એકબીજાનું સાંભળવા તૈયાર જ નથી એ સભાને કાગડાની સભા કહી છે ! આ હંસની સભામાં તો અનંત અવતારથી છે, પણ જો એક અવતાર ‘પરમહંસ’ની સભામાં બેસીશ તો મુક્તિ મળી જશે ! પરમહંસની સભામાં આત્મા અને પરમાત્માની બે જ વાત હોય અને અહીં તો નિરંતર દેવલોકો ય હાજર રહે. દરેક જીવમાત્રને આત્મજ્ઞાનની જ ઇચ્છા છેલ્લી છે. લોકો તપ અને ત્યાગ કરી કરીને મરી ગયા, પણ ભગવાન ભેગા થયા નથી. ભાવના સાચી હોય તેને જ ભગવાનનો ભેટો થાય. અહીં અમારી પાસે જે વસ્તુ જોઇએ તે મળે. જયાં બધી જ જાતના ખુલાસા થાય, તે પરમસત્સંગ. અમારો ઇલકાબ શો છે, ખબર છે ? અમે મોક્ષદાતા પુરુષ, તમે જે માગો તે અમે આપીએ ! તમને કામ કાઢતાં આવડવું જોઇએ!
દેખાતું નથી. આ સત્સંગ કરો છો માટે એ ઓવરડ્રાફટ પૂરાં થવાનાં જ.
અહીં મોક્ષફળ એકલું ના હોય, એમ હોય તો તો એક લુગડું ય પહેરવા ના મળે. પણ ના, મોક્ષફળ અને સંસારફળ બંને સાથે હોય.
રાજાને ત્યાં સર્વિસ નક્કી થાય અને રાજાને ત્યાં મળવા જઇએ તો દ્રષ્ટિફળ મળે. નોકરીનો પગાર મળે એ સેવાફળ. પણ દ્રષ્ટિફળ એટલે રાજાની દ્રષ્ટિ પડે અને ભાઇને પૂછે કે, ‘તમે ક્યાં રહો છો ?” તે જાણ્યા પછી એને સારી જગ્યા રહેવા મળે, તે દ્રષ્ટિફળ એક રાજાની દ્રષ્ટિથી આવું ફળ મળે છે ત્યારે ‘જ્ઞાની પુરુષ'ની દ્રષ્ટિથી શું ના મળે ? રાજા તો ઊણો છે, એને તો રાજ વધારવાની લાલચ છે; જયારે આ તો ‘જ્ઞાની પુરુષ’ જે સંપૂર્ણ નિરીચ્છક દશામાં વર્તે ! અને તેમની દ્રષ્ટિનું ફળ તો કેવું હોય ? અહીં સત્સંગમાં આવ્યો, એટલે અહીંથી એ દ્રષ્ટિફળ અવશ્ય લઇ જાય. સેવાફળથી તો રાજાના ૨૫૦ રૂપિયા મળે છે, રાજાને વંદીને આવ્યો તેથી તો દ્રષ્ટિફળ મળે !
‘જ્ઞાની પુરુષ'નાં દર્શન કર્યા તેથી તો ઊંચામાં ઊંચા ફળ અભ્યદય અને આનુષંગિક મળે છે અને તેથી તો શાંતિ ઊંચામાં ઊંચી રહે છે ! સંસારનું વિઘ્ન ના નડે અને મોક્ષનું કામ થાય, બંને ય સાથે જ રહે.
વીતરાગ ભગવાનનાં દર્શન જો કરતાં આવડે તો, ભલેને એ મૂર્તિ છે, છતાં અભ્યદય અને આનુષંગિક ફળ મળે ! પણ એ દર્શન કરવાનું તો ‘જ્ઞાની પુરુષ' સમજાવે તો આવડે. નહીં તો કોઇને આવડે નહીં ને ? ‘જ્ઞાની પુરુષ' મૂર્તામૂર્ત છે, એટલે એમનાં દર્શનથી તો બંને અભ્યદય અને આનુષંગિક ફળ મળે. ‘જ્ઞાની પુરુષ'નાં દર્શન માટે તો કોટી જન્મોની પુણ્યેનો ચેક વટાવવો પડે. હજારો વર્ષે ‘જ્ઞાની પુરુષ' પ્રગટ થાય, અને તેમાં ય આ તો અક્રમ જ્ઞાની; તે કશા જ જપ નહીં, તપ નહીં ને વગર, મહેનતે મોક્ષ ! ‘જ્ઞાની પુરુષ' પાસે દ્રષ્ટિફળ મળે અને એનાથી મોક્ષફળ મળે અને સેવાફળથી સંસારનો અભ્યદય થાય. અહીં સેવામાં પરમ વિનય એ જ સેવા. અહીં ‘જ્ઞાની પુરુષ'ને કંઇ ખોટ હોય ? એ કશાના ભિખારી ના હોય. ફૂલનો વિનય એ જ સેવા ! જેને સાંસારિક અડચણ હોય તે ‘જ્ઞાની પુરુષ'ને ફૂલાં ચઢાવે તો અડચણો દૂર થાય. ભગવાને ભાવપૂજા
અભ્યર્થ ને આનુષંગિક ફળ ! કવિરાજે ગાયું છે : ‘સત્સંગ છે પુણ્ય સંચાલિત, ચાહું અભ્યદય આનુષંગિક.'
- નવનીત ‘જ્ઞાની પુરુષ'ને મળે ત્યારથી બે ફળ મળે : એક ‘અભ્યદય’ એટલે સંસારનો અભ્યદય થતો જાય, સંસારફળ મળે અને બીજું ‘આનુષંગિક’ એટલે મોક્ષફળ મળે ! બંને સાથે ફળ મળે. જો બંને ફળ સાથે ના મળે તો તે ‘જ્ઞાની પુરુષ' નથી. આ તો પાર વગરનાં ઓવરડ્રાફટ છે તેથી