________________
આપ્તવાણી-૨
૧૭૧
૧૭૪
આપ્તવાણી-૨
જાણે કે મારે કશું ખાવાનું નહીં. એક ખેડૂતભાઈને રાતે સિનેમા જોવાનું મન થયું. તે બળદને ઘાસ-બાસ સરસ સરસ મૂકીને જતો રહ્યો, પણ શકી કાઢવાનું ભૂલી ગયો. બિચારો બળદ શું કરે ? પેટમાં ભૂખ લાગી પણ કરે શું ? કોને કહે ? રાતે બાર વાગ્યે ખેડૂત આવ્યો ને સૂઇ ગયો. બળદની કંઇ તપાસ-બપાસ કરી નહીં. બળદ તો જમીન પર પગ પછાડ પછાડ કરે આખી રાત ! તે સવારે જોયું તો ખબર પડી કે શીંકી કાઢવાનું ભૂલી જ ગયેલો!
હોવું જોઇએ, આવ્યા પછી જાય નહીં. સુખ તો ‘દાદા’ને છે તેવું હોવું જોઇએ, એક ક્ષણ પણ એ જાય નહીં, ‘દાદા'ને નિરંતર સહજ સમાધિ રહે !
પ્રશ્નકર્તા: જીવ બીજે સુખ શા માટે ખોળે છે ?
દાદાશ્રી : આ છોકરાને દાળભાત સરસ ખાવા મળે તો તે હોટલમાં ના જાય. પણ ઘેર જ સંતોષ ના રહે તો પછી એ બહાર ખાવા જાય, તેવું સુખમાં અસંતોષ છે એટલે સુખ ખોળે છે. જીવ અતીન્દ્રિય સુખને માટે ભટકે છે, પોતાનું સુખ કોઇએ ચાખેલું જ નહીં, આ કલ્પિત સુખ તો કેટલું ટકે ? ‘જ્ઞાની પુરુષ” મળી જાય તો અતીન્દ્રિય સુખ મળી જાય ! કલ્પિત સુખથી તો તૃપ્તિ ના થાય, સંતોષ થાય ખરો. જયાં સુધી જ્ઞાન ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી ‘અવળા-હવળા’નું ભાન મનુષ્યને હોય નહીં. બુદ્ધિ છે તો સંસારનાં હિતાહિતનું ભાન બતાવે પણ મોક્ષના હિતાહિતનું ભાન ના બતાવે. એ તો હું મરી જઇશ એવું બતાવે !
આ જગત ક્રમે ગોઠવાયેલું છે. પદ્ધતિસર જગત છે. કોઈને ય મનનાં દુઃખ નથી. એક મનુષ્ય નામના પ્રાણીને જ દુઃખ છે. પ્રાણી શાથી ? કે પ્રાણના આધારે જીવે છે. બીજા કોઇ જનાવરને મનનાં દુ:ખો નથી. ભૂખ લાગે તો તેમને વેદના થાય પણ જરાક ખોરાક મળે એટલે વેદના શમી જાય. એમને લોભ જ નહીં ને ! આ મનુષ્યોને જ લોભ છે. તે પોતાના ગમાણનું તો ખાય પણ જોડેનાની ‘ગમાણનું પડાવી લેવા ફરે ! લોભથી જ દુઃખો ઊભાં છે !
આ માણસોને પૈડપણમાં પગ દુ:ખે તો ડૉક્ટર પાસે દોડે, દવા કરાવે. પણ આ પક્ષીઓને કે માછલાંઓને છે ડૉક્ટર ? એમને ભોગવ્યા જ કરવાનું. એમને છે એકે ય વિષય ? આહારસંશા હોય તેથી ખાવા જોઇએ, પણ જીભના વિષય નહિ. એમને ય જો ખાવા-પીવાના વિષયો હોય તો તેમને ય કાઢો દુઃખત, ચશ્મા આવત. જનાવરોને ય પૈડપણમાં દુઃખો આવવાનાં, પણ મૂંગે મોઢે સહન કર્યા કરવામાં તેમને !
આ બળદને આખો દહાડો ખેતરમાં ખેતી કરાવે ને પોતાનો બળદ પોતાના ખેતરમાંથી કશું ખાઇ ના જાય તે માટે મોઢે શીંકી બાંધે, તે બળદ
જીવન - ઘાંચીના બળદ જેવા ! અનંત અવતાર ઘાંચીના બળદની જેમ મજુરી કરી, ફળમાં મળ્યું શું ? તો કે ખોળનું એક ઢેકું ! તેમ ભાઇ આખો દહાડો ઘાંચીના બળદની પેઠે મહેનત કરીને મરી જાય ત્યારે રાત્રે હાંડવાનું ઢેઢું મળે ! બહુ બધાં દુ:ખો ભોગવ્યા છે ! પાર વગરના માર ખાધા છે. આ તો કલ્પિત દુ:ખોને પાછા આમંત્રણ માટે પત્રિકા મોકલે. લગ્નમાં માસીના મામાજીના દીકરાને બોલાવે. જરૂર હોય એને કંકોતરી મોકલને ! પણ આ તો બધાંને આમંત્રણ આપે તે પછી બધાં આવે. આ દુ:ખને એવું નહીં કે આને ત્યાં જવું અને આને ત્યાં ના જવું, અને સુખને ય એવું નહીં કે આને ત્યાં જવું અને આને ત્યાં ના જવું. પણ જેને કંકોતરી મોકલે તે આવે. પછી કહે કે દુ:ખ કેમ આવ્યું ?
આ ગામડાનાં બૈરાં ભેગાં થાય ને પછી સુખદુઃખની વાતો કરે. બાયડી કહે કે મારે તો મારા ‘એમને” એક દહાડો ટેડકાવવા છે અને પુરુષો ભેગા થઈ ને વાતો કરે કે ‘મૂઇન બે ધોલ દેવી છે.” તે પછી જો. પેલી ટૈડકાવે અને પેલા એને બે ધોલ મારે એવો આ સંસાર છે ! આ સંસારમાં જરૂરની વસ્તુ કેટલી ? બે ટાઇમ ખાવા મળે ને નાહવાનું પાણી મળે તો ઠીક, પણ પીવાનું પાણી તો જોઇએ. આવડા નાના વાળ હોય તો ખોડો થાય કશો ? આ તો વાળ વધારે ને પછી ખોડો થાય. આ તો જરૂર વગરનાં દુઃખો નોતરે છે.
સંસાર એ તો નર્યો દુ:ખનો ભંડાર છે. તેમાં બોલાય નહીં, કહેવાય નહીં ને સહેવાય નહીં ! ને ગળ્યા કરવાનું ! આ બળદિયાને તો આખી