________________
વ્યવહારિક સુખ-દુ:ખ સમજ !
આ સંસારનાં સુખ-દુઃખ છે એને ભગવાને સુખ-દુઃખ કહ્યું નથી. ભગવાને આને વેદનીય કહ્યું છે. સુખને શાતા વેદનીય કહી અને દુઃખને અશાતા વેદનીય કહી.
પ્રશ્નકર્તા : વેદનીય કેમ કહ્યું ?
દાદાશ્રી : કારણ કે એનું પ્રમાણ વધી જાય તો કંટાળી જાય. આ જમવાનું રોજ એક જ પ્રકારનું મૂકે તો કંટાળી જાય. તેથી તે ય વેદના જ છે ને ? પુણ્યકર્મથી શાતા વેદનીય અને પાપકર્મથી અશાતા વેદનીય છે. આ લગ્નમાં બધાં લોક આનંદમાં હોય ને ભાઇના મોઢા પર દિવેલ પીધું હોય. એમ કેમ દેખાય ? તો કે, ‘મહીં’ અશાતા વેદક છે. તે એ આમથી ગોદા મારે અને તેમથી ગોદા મારે અને ગમે તેવાં દુ:ખનાં સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સીસ ભેગા કરી આપે અને ભાઇને દુઃખ આપે. આ ઉપર ભગવાન કે ગ્રહો કોઇ દુઃખ આપે નહીં. ઉપર કોઇ બાપો ય નવરો બેઠો નથી તમને દુઃખ આપવા ! આ તો મહીં પેલો વેદક છે એ કરાવે છે. આમાં આત્મા નથી. આત્મા સિવાય બીજી વસ્તુ છે. આ તો આખું લશકર મહીં છે. પોલીસવાળો, ફોજદાર, એનો ઉપરી એ બધા ય આ લશ્કરમાં છે !
આપ્તવાણી-૨
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને આ બે વેદક ના હોય ને, દાદા ?
દાદાશ્રી : ના, ‘જ્ઞાની’ને પણ હોય. પણ જ્ઞાની જુએ અને જાણે. કંઇ અપજશ મળે તો આપણે કહીએ કે આ તો તમારો હિસાબ તેથી અપજશ મળ્યો. આપણે તો જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદી, તે પાડોશીની જેમ રહેવાનું. આ તો બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ છે. કોઇને દાઢ દુઃખવા આવે તો એ કેમ એમ નથી વિચારતો કે આ કાયમ દુઃખતી રહેશે તો ? આ બધાંનો ટાઇમ હોય. કાળ પાકે એટલે દુઃખતું બંધ થાય. એક અવસ્થા અડતાલીસ મિનિટથી વધારે ટકે નહીં એવા નિયમવાળું જગત છે !
૧૭૨
અવસ્થામાં સુખ હોય નહીં. અવસ્થા તો નિરંતર ફર્યા કરવાની. બગીચામાં સુખ હોય તો પાછું ઘેર આવવું પડે છે, એના કરતાં આ દુઃખના હાંલ્લામાં પડયા રહીએ કે જે જગ્યાએ દુઃખ છે ત્યાં જ પડયા રહીએ તો સુખ થાય. દુઃખ સહન કરનારને સુખ ઓટોમેટિક આવ્યા કરે, કારણ કે તાપમાં ચાલેલાને બાવળિયા નીચે સુખ આવે જ, અને જો કોઇને બાવળિયા નીચે સુખ ના આવતું હોય તો તેને ચાર-પાંચ કલાક તાપમાં ફેરવીએ તો ત્યાં ય તેને સુખ લાગશે. આ સંસારની કલુષિત ક્રિયાને એનાં ફળ રૂપે સુખ ઉત્પન્ન થાય છે ! પછી એ ઘેર જઇને પંખો ફેરવીને બેસે તો ‘હાશ, સુખ થયું’ કહે ! પછી એ નિરાંતે ચા-પાણી પીએ. અને આખો દા'ડો ઘરમાં બેસી રહેલા શેઠને પંખો ફેરવે તો ના ફાવે, ચા-પાણી ના ગમે. આ સંસારમાં કોઇ પણ સુખ છે એ થાક્યાનાં ફળ રૂપે છે. તાત્વિક સુખ-સનાતન સુખ આવે પછી ક્યારે ય પણ જાય નહીં !
કેટલીક જગાએ ઓરત ધણીને દુ:ખ આપે તો કોઇ જગ્યાએ ધણી ઓરતને દુઃખ આપે. પણ એ દુઃખ શાથી લાગે છે ? તો કે’ પ્રમાણથી ઓછું દુ:ખ આપે છે, તેથી. જો પ્રમાણથી વધારે દુઃખ પીરસે તો સુખ લાગે. ત્યારે અહીં જ્ઞાન શું બોલે કે આ તો વાગ્યા જ કરશે. તે પછી સુખ ઉત્પન્ન
થઇ જાય !
આ ચક્રવર્તી રાજાઓને મહેલોમાં સુખ ના લાગ્યાં ને આ ગરીબોને ઝૂંપડીમાં સુખ લાગ્યા કરે છે એ જ અજાયબી છે ને ? સુખ તો ટકાઉ