________________
આપ્તવાણી-૫
તેનાથી આખી જિંદગી લેવાય નહીં. કારણ કે પહેલાંનાં આધારે મન છે. મન એ ગતજ્ઞાનનું ફળ છે. હવે અત્યારે નવું જ્ઞાન ઊભું કર્યું કે લાંચ લેવી જોઈએ. તે હવે એને આવતે ભવ લાંચ લેવા દેશે.
૧૫
બીજો ઓફિસર હોય તે આ એને એવા ભાવ થયા કરે કે, ‘આ
ભવે લાંચ લેતો હોય, પણ મનમાં લાંચ લેવાય છે તે ખોટું છે. આવું
ક્યાં લેવાય છે ?” તેનાથી આવતા ભવે ના લેવાય. અને એક પૈસો નથી લેતો છતાં લેવાના ભાવ છે. એને ભગવાન પકડે છે. એ આવતા ભવે ચોર થશે ને સંસાર વધારશે.
પ્રશ્નકર્તા અને જે પસ્તાવો કરે છે એ છૂટી રહ્યો કહેવાય ? દાદાશ્રી : હા, એ છૂટે છે. એટલે ત્યાં કુદરતને ઘેર ન્યાય જુદી જાતનો છે. આ જેવું દેખાય છે એવું ત્યાં નથી, એ આપની સમજમાં વાત આવે છે ?
પ્રશ્નકર્તા : એટલે ભાવ પણ કાઢવો જોઈએ એમ ?
દાદાશ્રી : ભાવ જ કાઢી નાખવાનો છે. ભાવની જ ભાંજગડ
છે, આ વસ્તુની ભાંજગડ નથી. ભગવાનને ત્યાં શું હકીકત બની એની
ભાંજગડ નથી. ભાવ એ ‘ચાર્જ’ છે અને હકીકત બને છે એ ‘ડિસ્ચાર્જ’
છે.
પ્રશ્નકર્તા : ‘અક્રમ જ્ઞાન'માં ભાવનું શું સ્થાન છે ? દાદાશ્રી : અક્રમમાં તો ભાવેય નહીં ને અભાવેય નહીં. એ બેનાથી દૂર થઈ ગયા. ભાવ અને અભાવથી સંસાર ઊભો થાય, ‘રિલેટિવ ડિપાર્ટમેન્ટ’ ઊભું થાય. ‘અક્રમ વિજ્ઞાન’થી ભાવ-અભાવ ઊડી જાય છે, એટલે નવું ‘ચાર્જ’ થવાનું બંધ થઈ જાય છે અને જે ‘ચાર્જ’ કર્યું હતું તે ‘ડિસ્ચાર્જ’ થવાનું રહે છે. એટલે કે ‘કોઝ’ બંધ થઈ ગયાં અને ‘ઇફેક્ટ’ બાકી રહે છે. ‘ઇફેક્ટ' એ પરિણામ છે.
જગત આખું પરિણામમાં જ કકળાટ કરી રહ્યું છે. નાપાસ થાય તેનો કકળાટ ના હોવો જોઈએ. વાંચતી વખતે આપણો કકળાટ હોવો
આપ્તવાણી-૫
જોઈએ, કે ભાઈ વાંચ, વાંચ ! એને ટકોર કરો, વઢો પણ નાપાસ થયા પછી તો એને કહીએ કે બેસ ભઈ, જમી લે ! સૂરસાગરમાં ડૂબવા ના જઈશ !
૧૬
પ્રશ્નકર્તા : કઈ ભૂલના આધારે આવા ભાવ થઈ જાય છે ? દા.ત. લાંચ લેવાનો ભાવ થવો.
દાદાશ્રી : એ તો એના જ્ઞાનની ભૂલ છે. ખરું જ્ઞાન શું છે, એનું એને ‘ડિસિઝન’ નથી. અજ્ઞાનતાને લઈને ભાવ થાય છે. કારણ કે એને એમ લાગે છે કે આ દુનિયામાં આવું નહીં કરું, તો મારી દશા શી થશે ? એટલે એને પોતાના જ્ઞાન ઉપરેય નિશ્ચય તૂટી ગયો છે. પોતાનું જ્ઞાન ખોટું છે એવું એ જાણે છે. હવે, આ જ્ઞાન, એ મોક્ષનું જ્ઞાન નથી. આ વ્યવહારનું જ્ઞાન છે. અને ‘ટેમ્પરરી’ રૂપે જ હોય છે કે જે સંજોગવશાત્ નિરંતર બદલાયા જ કરે.
સંસારપ્રવાહ
જીવમાત્ર પ્રવાહ રૂપે છે. જેમ આ નર્મદાજીનાં પાણી વહ્યા કરે છે, તેમાં આપણે કશું કરતા નથી. વહેણ જ આપણને આગળ તેડી લાવે છે. ગયા અવતા૨માં નવમા માઈલમાં હોય, ત્યાં સરસ સરસ આંબાનાં ઝાડ, કેરીઓ, બદામ, દ્રાક્ષ બધું જોયેલું હોય. સરસ બગીચા જોયેલા હોય. હવે આજે આ અવતારમાં દસમા માઈલમાં આવ્યો, ત્યારે બધું રણ જેવું મળ્યું. એટલે પેલું નવમા માઈલનું જ્ઞાન એને કૈડ્યા કરે. ત્યાં કેરીઓ માંગે, દ્રાક્ષ માંગે, પણ કશાનું ઠેકાણું ના પડે. એવું આ આગળ આગળ વહ્યા જ કરે છે ! આ બધું નિયતિનું કામ છે, પણ નિયતિ ‘વન ઓફ ધી ફેક્ટર્સ' તરીકે છે, પોતે કર્તા તરીકે નહીં. કર્તા તરીકે આ જગતમાં કોઈ ચીજ નથી. તેમ કર્તા વગર આ જગત થયું નથી. પણ તે નૈમિત્તિક કર્તા છે. સ્વતંત્ર કર્તા કોઈ નથી. સ્વતંત્ર કર્તા હોય તો બંધનમાં આવે, નૈમિત્તિક કર્તા બંધનમાં આવે નહીં.
પ્રશ્નકર્તા : એટલે નૈમિત્તિક કર્તામાં જે કર્તા હોય, એ એમ માને કે હું નિમિત્ત છું ?