________________
આપ્તવાણી-૫
- ૧૭૫
૧૭૬
આપ્તવાણી-૫
સેવ્યનું સેવન કરવાથી સેવ્ય થતા જાય ને રૂપ તો એક જ છે. પણ અવસ્થાના હિસાબે ફરે છે. જેણે આત્મા પ્રાપ્ત કર્યો એ બધાંય જ્ઞાની કહેવાય, પણ જ્ઞાની જો બધાંય બોલવા જાય તો શું જવાબ આપો ? એટલે જ્ઞાની શ્રુતજ્ઞાન સહિત હોવા જોઈએ. વીતરાગ ભગવાનનું આખું શ્રુતજ્ઞાન તેમજ વેદાંત માર્ગનું શ્રુતજ્ઞાન બધું હોય, ત્યારે એમને જ્ઞાની કહેવાય. જ્ઞાની એમને એમ ના કહેવાય !
પ્રશ્નકર્તા : આશીર્વાદ માગીએ અને આપે તો, એ ફળે ખરા ?
દાદાશ્રી : હા, પણ કાયમ બધા ફળતા નથી, એમાં આપણું વચનબળ હોવું જોઈએ, તો એ ફળે. નહીં તોય આપણે આશીર્વાદ આપવા ખરા. બાકી કોઈનો આપ્યો અપાતો નથી, એ તો પેલાનું બનવાનું હોય છે ત્યારે આ નિમિત્ત થાય છે. જેને યશનામકર્મ હોય તે નિમિત્ત બને છે. પછી આશીર્વાદની દુકાનો કાઢે. પોતાથી તો સંડાસ જવાની પણ શક્તિ નથી, તો આશીર્વાદ શું આપવાનો હતો ! આ તો યશનામકર્મ હોય છે, તે મોટા માણસોને વધારે સારું યશનામકર્મ હોય.
જગતકલ્યાણની ભાવના ઘણા કાળથી, ઘણા અવતારથી ભાવેલી હોય તો યશનામકર્મ બહુ મોટું હોય. યશનામકર્મ તો જગતલ્યાણની ભાવનામાંથી ઉત્પન્ન થયા છે. જેટલા પ્રમાણમાં અને જગતના લોકોને સુખ થાય એવી ઇચ્છા હોય, તેમાંથી યશનામકર્મ બંધાય અને જગતને ગોદા મારે તો અપયશનામકર્મ થાય. અપયશનામકર્મવાળો ગમે તેટલું કામ કરે તો ય અપયશ આવે ! ઘણા માણસો અહીં મને કહે છે કે,
મેં ખુબ કામ કર્યું તોય મને અપજશ આવે છે.’ ‘અલ્યા, તું અપજશ લઈને આવ્યો છે, એટલે અપજશ મળશે. તારે તો તારું કામ કરવાનું અને અપજશ લેવાના !'
પ્રશ્નકર્તા : આપ વિધિ કરાવો છો, તો તેના સ્થાન તરીકે અંગૂઠાને જ કેમ મહત્ત્વ આપો છો ?
દાદાશ્રી : ભગવાનને જે રસ્તે તાર જલદી ચોંટે એ જગ્યાએ વિધિ કરાવીએ છીએ. બીજી જગ્યાએ કરે તો તાર મોડો પહોંચે. આપણે જલદી
ખબર આપવી છે ને એટલા માટે. તને ના ગમ્યું ?
પ્રશ્નકર્તા : ‘ક્વીક સર્વિસ' તો બધાનેય ગમે.
દાદાશ્રી : એટલે આ લોકો કંઈક બોલે છે ને અમૃત ઝરે છે, એવું કંઈક અમૃત ઝરે છે ખરું ? તને અનુભવમાં થોડું ઘણું આવ્યું ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ત્યારે સારું. જે તે રસ્તે આપણે અમૃત ઝરે એ કામનું ! પ્રશ્નકર્તા : ‘સર્વજ્ઞ' કોને કહેવાય ?
દાદાશ્રી : આ કવિરાજે અમારા માટે ‘સર્વજ્ઞ’ લખ્યું છે, ખરેખર તો આ કારણસર્વજ્ઞ છે, ‘સર્વજ્ઞ’ તો ૩૬૦ ડિગ્રીના હોય ત્યારે સર્વજ્ઞ કહેવાય. આ તો અમારું ૩૫૬ ડિગ્રીનું છે, અમે સર્વશના કારણનું સેવન કરીએ છીએ !
પોતે એક સમય પણ પરસમયમાં ના જાય. નિરંતર સ્વસમયમાં હોય તે ‘સર્વજ્ઞ'. અમે સંપૂર્ણ અભ્યતર નિગ્રંથ હોઈએ. અમને જે વેષે જ્ઞાન થયું હોય તે વેષમાં ફેરફાર ના થાય. અમને આ કપડાં કાઢી લો તો ય વાંધો નથી અને રહેવા દો તોય વાંધો નથી. અમને લૂંટી લે તોય વાંધો નથી.
પ્રશ્નકર્તા : આપને કેટલાં કર્મોનો અભાવ હોય ?
દાદાશ્રી : અમને બધાં ય કર્મોનો અભાવ હોય. ફક્ત આ દેહના પોષણ માટે જરૂર હોય તેટલું હોય. તે કર્મ પણ સંવરપૂર્વકની નિર્જરા રૂપે હોય. બીજો કોઈ અમને વિચાર જ ના હોય.
પ્રશ્નકર્તા : એટલે કે તમને અનંત જ્ઞાન, અનંત દર્શન પ્રગટેલું હોય ?
દાદાશ્રી : બધુંય પ્રગટ થઈ ગયેલું હોય. ફક્ત ચાર ડિગ્રી જ કમી હોય. જેટલું કેવળજ્ઞાનીને જ્ઞાનમાં દેખાય, એટલું અમને સમજમાં