________________
આપ્તવાણી-૬
ભાવે બંધન કરેલું તેવા ભાવે છૂટ્યું ! માટે નિકાચિત કર્મનોય વાંધો નથી. નિકાચિત તો, આ સંસાર એ બધો નિકાચિત જ છે. હવે તમને સ્ત્રીમાં ઇચ્છા ના હોય કે સ્ત્રીને પુરુષમાં ઇચ્છા ના હોય, તો પણ ભોગવ્યે જ છૂટકો થાય. એ નિકાચિત જ કર્મ કહેવાય છે, પણ અટકણનો વાંધો છે ! ક્યાં હજુ એને ગલગલિયાં થઈ જાય છે એ જોવાની જરૂર છે ! ગલગલિયાં થાય ત્યાં આગળ એ મૂર્છિત થઈ જાય છે ! ગલગલિયાં શબ્દ સમજાયો તમને ?
પ્રશ્નકર્તા : શબ્દ સાંભળેલો છે, પણ ‘એક્ઝેક્ટ’ સમજાયો નથી.
દાદાશ્રી : એક ખાનદાનના છોકરાને નાટકમાં નાચ કરવાની ટેવ પડેલી હોય, તેને આપણે એ છોડાવી દઈએ ને બીજા પરિચયમાં રાખીએ, પછી વર્ષ-બે વર્ષ સુધી કશો વાંધો ના આવે. પણ જ્યારે એ નાટકના થીએટર આગળથી જતો હોય ને એ બોર્ડ વાંચે તો એને ગલગલિયાં થઈ જાય. પેલું અજ્ઞાન બધું ફરી વળે. એને મૂર્છિત કરી નાખે ને ગમે તેમ જૂઠું બોલીનેય મહીં ઘૂસી જાય. તે ઘડીએ શું જૂઠું બોલવું, એનું કશું ઠેકાણું
ના હોય.
૨૧૬
એટલે જ્યાં સુધી આત્માનું સુખ ના હોય, ત્યાં સુધી કોઈક સુખમાં રાચેલો જ હોય. પણ આત્મજ્ઞાન આપ્યા પછી, તમારું સુખ કેવું સુંદર રહે ! જેવું રાખવું હોય તેવું રહે, સમાધિમાં રહી શકાય એવું છે. એટલે પેલી બધી વસ્તુ ઉડાડી શકાય તેવું છે. આપણું ‘જ્ઞાન’ એવું છે કે જો પાંચ ‘આજ્ઞા’માં નિરંતર રહે તો મહાવીર ભગવાન જેવું રહે એવું છે. તેવું રહેવાતું નથી, તેનું શું કારણ છે ? પૂર્વકર્મના ઉદયના ધક્કા વાગે છે. આપણે જવું હોય ઉત્તરમાં પણ મછવો દક્ષિણ ભણી જાય. તોય આપણે જાણીએ, લક્ષમાં હોય કે આપણે જવું છે ઉત્તરમાં પણ લઈ જાય છે દક્ષિણમાં, એ લક્ષ ક્યારેય ચૂકાય નહીં. પણ રસ્તામાં કોઈ બીજા મછવાવાળો મળે ને શીશીઓ દેખાડે એટલે મહીં ગલગલિયાં થઈ જાય, તેનો વાંધો છે. પછી એ ઉત્તર બધું ભૂલી જાય ને ત્યાં જ મુકામ કરે. એ બધું અટકણ કહેવાય.
એટલે અમે કહીએ છીએ કે બધેથી તમે છૂટી જાવ. હવે ‘પુરુષ’
આપ્તવાણી-૬
થયા છો તમે, એટલે પરાક્રમ કરી શકશો. નહીં તો મનુષ્ય આખો પ્રકૃતિને આધીન છે, ભમરડા સ્વરૂપ છે ! એ ભમરડા દશામાંથી મુક્ત થઈને પરાક્રમી થયા છો, સ્વ-પુરુષાર્થ ને સ્વ-પરાક્રમ સહિત છો ! અને ‘જ્ઞાનીપુરુષ’ તમારા માથે છે. પછી તમને શો ભો છે ?
પ્રશ્નકર્તા : એના માટે આપની સાથે રહેવાની જરૂર ખરી ?
૨૧૭
દાદાશ્રી : ના સાથે રહેવાનો તો સવાલ નથી. પણ વધુ ટચમાં તો રહેવું જ પડે ને ? ટચમાં રહો તો નીકળી ગયું, એ ખબર પડે ને ? તમે છેટે હો, તો શી રીતે ખબર પડે ? અને ટચમાં રહો તો આ રોગ કાઢવાની શક્તિ પણ ઉત્પન્ન થાય ને ? પોતાની શક્તિથી અટકણ કાઢવી ને પરાક્રમ કરવું, એ કંઈ સહેલું નથી. ‘અહીંથી’ શક્તિ લઈને કરો ત્યારે જ પરાક્રમ
થાય.
પહેલાં તો આ અટકણો ઓળખાય જ નહીં કે એનાં રૂપ કેવાં હોય,
એનાં ચરિતર કેવાં હોય ! એટલે આપણે એ અટકણ ખોળવી કે આ ગલગલિયાં ક્યાં થઈ જાય છે, સાન-ભાન ક્યાં ખોવે છે ? એટલું જ જોઈ લેવાનું. ‘તમારે’ ધ્યાન કેટલું રાખવાનું આ ચંદુલાલનું ? એમને કહીએ કે ‘તમે બધું જ ખાજો, પીજો. આ દાદાની આજ્ઞા પ્રમાણે ચાલજો. એમાં કચાશ રહે તો જોઈ લઈશું.' પણ ચંદુલાલને ક્યાં ગલગલિયાં થાય છે, એ ‘આપણે’ ધ્યાન રાખવાનું. એ તપાસ આમ C.I.D.ની પેઠે બહુ રાખવી. કારણ કે અનાદિ કાળથી અટકણથી જ આ જગતમાં લટકેલો છે, અને એ અટકણ છૂટતી નથી પાછી ! તે અત્યારે આ ‘જ્ઞાનીપુરુષ’ છે એ અટકણ છોડાવી દે !
મોટામાં મોટી અટકણ વિષય સંબંધી !!
કૃપાળુદેવને લલ્લુજી મહારાજે સુરતથી કાગળ લખેલો કે અમારે તમારાં દર્શન કરવા મુંબઈ આવવું છે. ત્યારે કૃપાળુદેવે કહ્યું કે ‘મુંબઈ એ મોહમયી નગરી છે. સાધુ-આચાર્યોને માટે આ કામની નથી. અહીં
તો જ્યાંથી ત્યાંથી મોહ ગરી જશે. તમારા મોઢેથી નહીં પેસી જાય તો કાનથી પેસી જશે, આંખથી પેસી જશે. છેવટે આ હવા જવાનાં છિદ્રો છે