________________
૨૦૬
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
૨૦૭
દેખાવા જોઈએ. એકલા એકલા મનમાં કરીએ તો આવડે નહીં. એકલા એકલા કરવાનું, એ તો “જ્ઞાની પુરુષ'નું કામ. પણ તમને તો આમ આ બાળભાષાનું શીખવાડવું પડે ને ? અને આ અરીસો છે તે સારું છે, નહીં તો લાખ રૂપિયાનો અરીસો વેચાતો લાવવો પડત. આ તો સસ્તા અરીસા છે ! ઋષભદેવ ભગવાનના વખતમાં ભરત ચક્રવર્તીએ એકલાએ જ અરીસા ભવન બનાવેલું ! અને અત્યારે તો એય મોટા મોટા અરીસા બધે દેખાય !
આ બધી પરમાણુની થિયરી છે. પણ જો અરીસા સામું બેસાડીને કરે ને, તો બહુ કામ નીકળી જાય એવું છે. પણ કોઈ કરતું નથી ને ? અમે કહીએ ત્યારે એક-બે વખત કરે ને પછી પાછો ભૂલી જાય !
અરીસાભવનમાં કેવળજ્ઞાત !!
ભરત રાજાને, ઋષભદેવ ભગવાને ‘અક્રમજ્ઞાન’ આપ્યું ને છેવટે તેમણે અરીસાભવનનો આશરો લીધો ત્યારે તેમનું રાગે પડ્યું. અરીસાભવનમાં વીંટી નીકળી ગયેલી, આંગળીને અડવી દીઠી ત્યારે તેમને થયું કે બધી આંગળીઓ આવી દેખાય છે ને આ આંગળી કેમ આવી દેખાય છે ? ત્યારે ખબર પડી કે વીંટી નીકળી પડી છે તેથી. વીંટીને લીધે આંગળી કેટલી બધી રૂપાળી દેખાતી હતી, એ ચાલ્યું મહીં તોફાન ! તે ઠેઠ ‘કેવળ' થતાં સુધી ચાલ્યું ! વિચારણાએ ચઢ્યા કે વીંટીને આધારે આંગળી સારી દેખાતી હતી ? મારે લીધે નહીં ? તો કહે કે તારે લીધે શાનું? તે પછી “આ ન હોય મારું, ન હોય મારું, ન હોય મારું’ એમ કરતાં કરતાં ‘કેવળ જ્ઞાનને પામ્યા !!! એટલે આપણે અરીસાભવનનો લાભ લેવો. આપણું ‘અક્રમ વિજ્ઞાન છે. જે કોઈ આનો લાભ લે તે કામ કાઢી નાખે. પણ આની કોઈને ખબર જ ના પડે ને ? ભલે આત્મા જાણતો ના હોય, છતાંય અરીસાભવનની સામાયિક ફક્કડ થાય.
પ્રશ્નકર્તા: કેટલાકને તમે જ્ઞાન આપો છો, તેમાં કેટલાકને તરત જ ફીટ થઈ જાય છે અને ઘણાને કેટલીય માથાફોડ કરો તોય તે ફીટ થતું નથી. તો તેમાં શું શક્તિ ઓછી હશે ?
દાદાશ્રી : એ શક્તિ નથી. એ તો કર્મની ફાચરો વાંકીચૂકી લાવ્યા
હોય, તો કેટલાકની ફાચર સીધી હોય. તે સીધી ફાચરવાળો તો જાતે જ ખેંચી કાઢે ને વાંકી ફાચરવાળાને અંદર ગયા પછી વાંકી હોય, તે આમ ખેંચે તોય એ નીકળે નહીં. આંકડા વાંકા હોય ! અમારી ફાચરો સીધી હતી કે ઝટપટ નીકળી ગઈ. અમને વાંકું ના આવડે. અમારે તો એકદમ ચોખ્ખમ્ ચોખ્ખું ને ખુલ્લમ્ ખુલ્લું ! અને તમે તો કંઈક વાંક શીખ્યા હશો. છો તો તમે સારા ઘરના, પણ નાનપણમાં વાંક પેસી ગયો તે શું થાય ? મહીં વાંકા ખીલા હોય તો ખેંચતાં જોર આવે ને વાર લાગે ! સ્ત્રી જાતિ થોડું મહીં કપટ રાખે, એમને મહીં ચોખ્ખું ના હોય, કપટને લીધે તો સ્ત્રીજાતિ મળી છે. હવે ‘સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી આપણને સ્ત્રી જેવું કશું રહ્યું નહીંને ? પણ ખીલા વાંકા ખરા, તે કાઢતાં જરા વાર લાગે ને ? એ ખીલા સીધા હોય તો તો વાર જ ના લાગે ને ? પુરુષ જરા ભોળા હોય. તે બેન જરાક સમજાવે તો ભઈ સમજી જાય. ને બેન પણ સમજી જાય, કે ભઈ સમજી ગયા ને હમણે જશે બહાર ! પુરુષોમાં ભોળપણ હોય. સહેજ કપટ કરેલું, તે મલ્લિનાથને તીર્થંકરના અવતારમાં સ્ત્રી થવું પડેલું ! એક સહેજ કપટ કર્યું હતું તોય ! કપટ છોડે નહીં ને ? છતાં હવે સ્વરૂપજ્ઞાન થયા પછી આપણને સ્ત્રીપણું ને પુરુષપણું રહ્યું નથી. આપણે” “શુદ્ધાત્મા” થઈ ગયા !
કુસંગતો રંગ..... પોતાની ઇચ્છા ના હોય તોય માણસો બહાર જાય છે ને કુસંગે ચઢી જ જાય, કુસંગ અડ્યા વગર રહે જ નહીં. ઘણાં માણસો કહે છે કે હું દારૂડ્યિા જોડે ફરું છું, પણ હું દારૂ નહીં જ પીવાનો. પણ તું ફરે છે ત્યાંથી જ તું દારૂ પીવા માંડીશ. સંગ એનો સ્વભાવ એક દહાડો દેખાડ્યા વગર રહે જ નહીં. માટે સંગ છોડ.
તમને શુદ્ધાત્માની પ્રતીતિ તો ખરેખરી થઈ ગઈ છે, પણ શું થયું છે કે સાચા અનુભવનો સ્વાદ જે છે તે આવવા નથી દેતો.
આપણે ખરા ટેસ્ટમાં ક્યારે આવ્યા કહેવાય કે ઘરમાં સામો માણસ ઉગ્ર થાય ને આપણમાં ઉગ્રતા ઉત્પન્ન થાય તો જાણવું કે હજી કચાશ છે.